(Photo by Dean Alberga/Handout/World Archery Federation via Getty Images)

ભારતના અભિષેક વર્માએ કોલંબિયાના મેડેલીનમાં ચાલી રહેલા તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં રવિવારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અભિષેકને આ સફળતા કમ્પાઉન્ડ તીરંદાજીની વ્યક્તિગત ઈવેન્ટમાં મળી હતી. તેણે ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં અમેરિકાના જેમ્સ લુટ્ઝને ૧૪૮-૧૪૬થી હરાવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

૩૩ વર્ષના અભિષેકે અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર વન અને ટોપ સીડ નેધરલેન્ડના માઈક સ્ચલોસેરને શૂટઓફમાં હરાવી અપસેટ સર્જ્યો હતો. 

LEAVE A REPLY

17 + eight =