Important agreement with France to stop illegal immigrants from entering Britain
ઈંગ્લેન્ડમાં છરાબાજીના હુમલાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ભારતીય મૂળના ત્રણ લોકોના જીવ ગયા બાદ યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને સોમવારે પોલીસને છરાબાજીના ગુનાઓ પર કાબૂ મેળવવા અને દેશમાં થતા હુમલાઓને રોકવા માટે પોલીસને સ્ટોપ એન્ડ સર્ચ પાવરનો ઉપયોગ વધારવા માટે “સંપૂર્ણ સમર્થન” આપ્યું હતું. તેમણે ઈંગ્લેન્ડ અને વેલ્સના તમામ 43 પોલીસ દળોના ચીફ કોન્સ્ટેબલોને પત્ર લખીને સ્ટોપ એન્ડ સર્ચની “કોમન સેન્સ પોલીસિંગ ટેક્ટીક્સ”ને સંપૂર્ણ સમર્થન આપવા માટે કહ્યું છે.
બ્રેવરમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “શસ્ત્રો વહન કરવા એ આપણા સમાજ માટે એક આપત્તિ છે. અને આવું કરનાર વ્યક્તિ પો આસપાસના લોકોના જીવનને જોખમમાં મૂકે છે. આ ખતરનાક સંસ્કૃતિને રોકવી જોઈએ.” હિંસા અટકાવવા અને વધુ જીવન બચાવવા માટે, જ્યાં જરૂર હોય ત્યાં સ્ટોપ અને સર્ચનો ઉપયોગ વધારવા માટે પોલીસને મારૂ સંપૂર્ણ સમર્થન છે.”
હોમ ઓફિસના આંકડા મુજબ ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં છરાબાજીમા ગુનાઓમાં 99 યુવાનોએ જીવ ગુમાવ્યા હતા અને તેમાંથી 31 લોકો અશ્વેત હતા. અશ્વેત પુરુષો આ હિંસામાં અપ્રમાણસર રીતે માર્યા જવાની શક્યતા વધારે છે.

LEAVE A REPLY

3 × 2 =