Vol. 1 No. 27 About   |   Contact   |   Advertise August 10, 2023


 
 
ટ્રમ્પ સામે ચૂંટણી પરાજય પલટાવવાના પ્રયાસોનું તહોમત

ડોનાલ્ડ ટ્રમ્પને તેમની 2020ની ચૂંટણીના પરાજયને પલટાવી નાખવાના તેમના વ્યાપક પ્રયાસો માટે ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા આરોપી ઠરાવાયા છે. ટ્રમ્પ 2024માં વ્હાઇટ હાઉસમાં ફરીથી સત્તા મેળવવા માંગે છે ત્યારે તેની સામે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ તરીકે ત્રીજા કિસ્સામાં ફોજદારી આરોપનામું ગયા સપ્તાહે મુકાયું છે. આ કેસમાં ટ્રમ્પ કોર્ટમાં હાજર થયા ત્યારે તે કાર્યવાહીની અધ્યક્ષતા એક ગુજરાતી અમેરિકન મહિલા જજ, મોક્સિલા ઉપાધ્યાયે કરી હતી. વધી રહેલા કાનૂની પડકારો વચ્ચે ગયા સપ્તાહે જ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિઆ પ્લેટફોર્મ ઉપર પોતાની સામેના કેસોની કાર્યવાહી ચલાવવાના છે તે જજ, 61 વર્ષના તાન્યા ચુટકનને બદલવાની તેમજ આ કેસો પણ વોશિંગ્ટનમાંથી અન્યત્ર ખસેડવાની પોતે અરજી કરવાના હોવાનું જણાવ્યું હતું.

Read More...
“અમેરિકા માટે દુઃખદ દિવસ”: ટ્રમ્પે ચૂંટણી કાવતરાના આરોપોની ટીકા કરી

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વોશિંગ્ટનની એક કોર્ટમાં તેમની સામે મુકાયેલા ચૂંટણી કાવતરાના આરોપોની ટીકા કરતા કહ્યું કે પોતે દોષિત નહીં હોવાનો દાવો કર્યા પછી “રાજકીય પ્રતિસ્પર્ધીના સતામણી”નો ભોગ બન્યા છે.

Read More...
બેઇજિંગમાં સૌથી ભારે વરસાદનો 140 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

તાજેતરના દિવસોમાં ચીનની રાજધાનીમાં થયેલા વ્યાપક, અતિ ભારે વરસાદે 140 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોવાનું બેઇજિંગની હવામાન સેવાએ બુધવારે જણાવ્યું હતું. તાજેતરના અઠવાડિયામાં લાખો લોકો હવામાનની અતિ વિકટ ઘટનાઓ અને વિશ્વભરમાં લાંબા સમય સુધી

Read More...
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ અંગેના ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી રાહુલ ગાંધી માટે ફરી સાંસદ બનવાનો અને ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે.

Read More...
ઈન્ડિયન અમેરિકન શોહિની સિન્હાની FBI ફિલ્ડ ઓફિસના વડા તરીકે નિમણૂક

અમેરિકામાં ત્રાસવાદ વિરોધી તપાસના કામ માટે જાણીતી ભારતીય-અમેરિકન શોહિની સિન્હાની ઉટાહ રાજ્યમાં સોલ્ટ લેક સિટીમાં એફબીઆઈની ફિલ્ડ ઓફિસના ચાર્જમાં વિશેષ એજન્ટ તરીકે નિમણુંક કરાઈ છે.

Read More...
અમેરિકાના પ્રમુખપદની ચૂટણી માટે ચોથા ભારતીય ઉમેદવારે ઝુકાવ્યું

અમેરિકામાં 2024ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શિવા અય્યાદુરાઈએ ઝુકાવ્યું છે. આની સાથે તેઓ આ રેસમાં સામેલ થનારા ચોથા ઇન્ડિયન અમેરિકન બન્યાં છે. અય્યાદુરાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

Read More...
મસ્ક અને ઝકરબર્ગ વચ્ચેની કેજ ફાઇટનું લાઇવ સ્ટ્રીમિંગ થશે

ટેકનોલોજી વિશ્વના બે મોટા દિગ્ગજ ઇલોન મસ્ક અને માર્ક ઝકરબર્ગ વચ્ચેની લડાઈની પુષ્ટિ થઈ ગઈ છે. મસ્કએ રવિવારે જાહેરાત કરી હતી કે મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગ સામે તેમની “કેજ ફાઇટ”નું X (ટ્વીટર) પર જીવંત પ્રસારણ કરાશે.

Read More...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, પત્ની સોફીના છૂટાછેડા

​​કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પત્ની સોફી ગ્રીગોર ટ્રુડોએ તેમના લગ્નજીવનનો અંત લાવવાની બુધવારે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. જસ્ટિન ટ્રુડો અને સોફીના 18 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો હતો.

Read More...
અમેરિકામાં છ શ્વેત પોલીસ અધિકારીઓએ બે નિર્દોષ અશ્વેત પુરુષોને ટોર્ચર કર્યાનું કબૂલ્યું

મિસિસિપી પોલીસના છ શ્વેત અધિકારીઓએ બે નિર્દોષ અશ્વેત પુરુષોને સેક્સ ટોય, ટેઝર્સ અને તલવારનો ઉપયોગ કરીને કલાકો સુધી ત્રાસ આપ્યાની કબૂલાત કરી હતી. આ સમગ્ર પોલીસે એક વ્યક્તિને ગોળી મારી હતી,

Read More...
સુરતમાં કેમિકલ ગળતરથી ચાર કામદારોના મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ જીઆઈડીસીમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં બુધવારે ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જોખમી રસાયણોથી ભરેલા ડ્રમ ખોલતી

Read More...

  Sports
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી વન-ડે સીરિઝમાં વિજય

વેસ્ટ ઈન્ડિઝના ટ્રિનિડાડના ટરૌબા ખાતે ગયા સપ્તાહે બુધવારે (2 ઓગસ્ટ) બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનના જંગી માર્જીનથી હરાવી સીરીઝમાં 2-1થી વિજય હાંસલ કર્યો હતો.

Read More...
વેસ્ટ ઈન્ડિઝનો ટી-20 સીરીઝમાં બે વિજય સાથે ભારત સામે ધમાકેદાર આરંભ

પ્રવાસી ભારત સામે વન-ડે સીરીઝ ગુમાવ્યા પછી યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે ગયા સપ્તાહથી જ શરૂ થયેલી પાંચ મેચની ટી-20 સીરીઝમાં પહેલી બન્ને મેચમાં ભારતને હરાવી 2-0ની સરસાઈ સાથે સીરીઝનો ધમાકેદાર આરંભ કર્યો હતો.

Read More...
ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિંટનમાં ભારતનો પ્રનોય રનર્સપ

ભારતનો પીઢ બેડમિંટન ખેલાડી એચ. એસ. પ્રનોય ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 300 સીરીઝ બેડમિંટનમાં ચીનના વેંગ હોંગ યાંગ સામે ફાઈનલમાં ૯-૨૧, ૨૩-૨૧, ૨૦-૨૨થી પરાજય સાથે રનર્સપ રહ્યો હતો. Read More...

કોમનવેલ્થ ગેમ્સના ભારે ખર્ચને કારણે આલ્બર્ટાએ પણ હાથ ઉંચા કર્યા

કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ગણતરીના દિવસોમાં બીજો ઝટકો લાગ્યો છે. હજી થોડા દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ યજમાનપદની ઓફર પાછી ખેંચી લીધા પછી હવે કેનેડાના આલ્બર્ટા પ્રાંતે પણ યજમાનપદની બિડ ગયા સપ્તાહે પાછી ખેંચી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ફિચે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ AAAથી ઘટાડી AA+ કર્યું

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાનું ક્રેડિટ રેટિંગ AAAથી ઘટાડીને AA+ કર્યું હતું. આ રેટિંગની સાથે ‘સ્ટેબલ’ આઉટલૂક આપવામાં આવ્યું હતું. ફિચના અંદાજ મુજબ આગામી ત્રણ વર્ષમાં અમેરિકાની નાણાકીય સ્થિતિ વધુ કથળશે. અમેરિકામાં ફાઈનાન્સ અને ડેટની સ્થિતિ ખરાબ થઈ હોવાથી તેના રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Read More...
ભારતના ટોચના 50 બેન્ક ડિફોલ્ટરોમાં મેહુલ ચોક્સી નંબર વન

ભારતના ટોચના 50 બેન્ક ડિફોલ્ટરમાં ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સ ટોચના સ્થાને છે. ભારતના નાણા મંત્રાલયે સંસદમાં આ અંગેની માહિતી આપી હતી. ટોચના વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી બેન્કોએ કુલ રૂ.87,295 કરોડ વસુવવાના બાકી છે.

Read More...
હીરોમોટો કોર્પના ચેરમેનના નિવાસસ્થાને EDના દરોડા

વાર્ષિક સેલ્સ વોલ્યુમના આધારે વિશ્વની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના નિવાસસ્થાને ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે (ઇડી)એ મંગળવારે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હી અને ગુરુગ્રામમાં

Read More...
હિન્ડનબર્ગ વિવાદ પછી અદાણી ફરી મેદાનમાં, સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ખરીદી

હિન્ડનબર્ગ રિસર્ચના રીપોર્ટ પછી ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે પ્રથમ એક્વિઝિશન કર્યુ કર્યું છે. અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટે 600 મિલિયન ડોલરના સોદામાં ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી હતી.

Read More...
આર્બિટ્રેશન સેટલમેન્ટ પેટે $760,000ની ચૂકવણી કરવી પડશે

ફ્રેન્ચાઈઝીના જૂથ દ્વારા ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ સામે 2020ના મુકદ્દમા માટે આર્બિટ્રેશન સેટલમેન્ટમાં જાણવા મળ્યું કે કંપનીએ બે નિયમ તોડવા સાથે તેના પસંદગીના વેન્ડર પ્રોગ્રામ દ્વારા વોલ્યુમ ડિસ્કાઉન્ટ

Read More...
રેડ રૂફે વિવિધતાને સમર્થન આપવા ‘રાઇડ વિથ રેડ રૂફ’ લોન્ચ કર્યુ

કંપનીના જણાવ્યા અનુસાર રેડ રૂફ સાથેની રાઇડ સહભાગીઓને મૂડી, શૈક્ષણિક સંસાધનો અને ઉદ્યોગ ભાગીદારોનું મજબૂત નેટવર્ક બનાવવા માટે જરૂરી જોડાણોની એક્સેસ આપશે. તે ભંડોળ માટેના અવરોધોને ઘટાડશે,

Read More...
અમેરિકન કન્સ્ટ્રક્શન પાઇપલાઇને ત્રિમાસિક ધોરણે સ્થિર દરે વૃદ્ધિ નોંધાવીઃ LE

યુ.એસ. હોટેલ કન્સ્ટ્રક્શન પાઇપલાઇન બીજા ક્વાર્ટરના અંત સુધીમાં 660,061 રૂમ સાથે 5,572 પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, જે પ્રોજેક્ટ માટે 7 ટકા અને રૂમ માટે 6 ટકાની પ્રતિ વર્ષ વૃદ્ધિ નોંધાવે છે,

Read More...
  Entertainment

‘બાર્બી’નો $1 બિલિયનથી વધુની કમાણીનો રેકોર્ડ

વોર્નર બ્રધર્સની લોકપ્રિય બાર્બી ડોલ પર આધારિત મૂવી સુપર હિટ બની રહી છે અને રીલીઝના ત્રીજા વીકમાં ફિલ્મે વૈશ્વિક સ્તરે $1 બિલિયનથી વધુની કમાણી બોક્સ ઓફિસ ઉપર કરી હતી. આ વર્ષે આ સિદ્ધિ મેળવનારી બીજી મોટી ફિલ્મ બની છે. વોર્નર બ્રધર્સે રવિવારે (6 ઓગસ્ટ) જણાવ્યું હતું કે મૂવીએ તેના ત્રીજા સપ્તાહમાં યુએસ

Read More...

‘કાશ્મીર ફાઇલ્સ’નું નવું વર્ઝન હવે ડિજિટલ પ્લેટફોર્મ પર

ભારતમાં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અને પલાયનની ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નવું વર્ઝન ‘ધ કાશ્મીર ફાઇલ્સ અનરીપોર્ટેડ’નું ટ્રેલર તાજેતરમાં લોંચ કરવામાં આવ્યું હતું. વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માર્ચ 2022માં રિલીઝ થઈ ત્યારે તેને પ્રોપેગેન્ડા ગણાવીને તેની ટીકા કરવામાં આવી હતી.

Read More...

તારક મહેતા….શોમાં દિશા વાકાણી ફરીથી જોવા મળશે તેવો નિર્માતાને આશાવાદ

લોકપ્રિય ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીના પાત્રમાં દિશા વાકાણીને પરત લાવવા માટે પ્રયત્નશીલ છે અને તેનું સકારાત્મક પરિણામ આવશે તેવો આશાવાદ નિર્માતા આસિતકુમાર મોદીએ વ્યક્ત કર્યો છે. અંદાજે 10 વર્ષ સુધી શોમાં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. પછી તેણે શોના એક એપિસોડમાં કેમિયો પણ કર્યો હતો. ત્યાર પછી તે ક્યારેય તેમાં જોવા મળી નથી.

Read More...

ઈલિયાના ડિક્રૂઝે પુત્રને જન્મ આપ્યો

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે શનિવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ ખુશખબરી તેને સોશિયલ મીડિયામાં આપી હતી. અગાઉ ઈલિયાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વગર પ્રેગ્નેન્ટ થતાં ખૂબ કોન્ટ્રોવર્સી થઈ હતી અને તે ટ્રોલિંગનો શિકાર પણ બની હતી. નરગિસ ફખરી, આથિયા શેટ્ટી, આસ્થા શર્મા, ડબ્બૂ રત્નાની, આશિ દુઆ, હુમા કુરૈશી તેમજ કરણવીર શર્મા સહિતના બોલિવૂડના સમિત્રોએ ઈલિયાનાને અભિનંદન પાઠવ્યા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store