REUTERS/Tingshu Wang/File Photo/File Photo

તાજેતરના દિવસોમાં ચીનની રાજધાનીમાં થયેલા વ્યાપક, અતિ ભારે વરસાદે 140 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોવાનું બેઇજિંગની હવામાન સેવાએ બુધવારે જણાવ્યું હતું.

તાજેતરના અઠવાડિયામાં લાખો લોકો હવામાનની અતિ વિકટ ઘટનાઓ અને વિશ્વભરમાં લાંબા સમય સુધી ગરમીના તરંગોથી પ્રભાવિત થયા છે – આ એવી ઘટનાઓની વાત છે કે વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આબોહવા પરિવર્તનના કારણે આવી વિષમતા વધુ તીવ્ર બની રહી છે.

બેઇજિંગ હવામાન સેવાએ જણાવ્યું હતું કે રાજધાનીએ હમણાં જ “140 વર્ષમાં સૌથી વધુ વરસાદ” અનુભવ્યો હતો. શહેરના સત્તાવાળાઓએ વરસાદના રેકોર્ડ એટલા વખતથી જ રાખવાનું શરૂ કર્યું છે.
“ગયા સપ્તાહે વાવાઝોડા દરમિયાન નોંધાયેલો વરસાદ 744.8 મિલીમીટર હતો, જે ચાંગપિંગના વાંગજિયાયુઆન જળાશયમાં થયો હતો.” સેવાએ જણાવ્યું હતું કે, અગાઉ 1891માં સૌથી વધુ 609 મિલીમીટર નોંધાયું હતું.

બેઇજિંગમાં વરસાદમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં હતા, સરકારી ટીવીએ મંગળવારે જણાવ્યું હતું કે એક ડઝનથી વધુ લોકો ગૂમ થયા હતા. બુધવારે પૂરનું કેન્દ્ર પડોશી હેબેઈ પ્રાંતમાં સ્થળાંતર થયું હતું.સુપર ટાયફૂન ડોક્સુરી ફિલિપાઇન્સમાં ખાના ખરાબી વેર્યા પછી ગયા અઠવાડિયે ચીનમાં ઉત્તર તરફ ફંટાયું હતું.

શનિવારે સામાન્ય રીતે સૂકા રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. માત્ર 40 કલાકમાં નોંધાયેલ જથ્થો સમગ્ર જુલાઈ મહિનાના સરેરાશ વરસાદની નજીક છે. રાજ્ય મીડિયાએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે ઉત્તર ચીનમાં ભારે વરસાદથી 130 કરોડ લોકો પ્રભાવિત થશે.

LEAVE A REPLY

12 − six =