(Photo by Mike Ehrmann/Getty Images)

વાર્ષિક સેલ્સ વોલ્યુમના આધારે વિશ્વની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના નિવાસસ્થાને ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે (ઇડી)એ મંગળવારે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હી અને ગુરુગ્રામમાં પવન મુંજાલ સંબંધિત સ્થળો પર સર્ચ કાર્યાવાહી કરાઈ હતી.  

હીરો મોટોકોર્પ 2001માં એક કેલેન્ડર વર્ષમાં સેલ્સ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક બની હતી અને છેલ્લા 20 વર્ષથી સતત આ ટાઇટલ જાળવી રાખ્યું છે. કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકામાં ફેલાયેલા 40 દેશોમાં હાજરી ધરાવે છે. 

ઈડીએ ગુરુગ્રામ અને નવી દિલ્હીમાં આવેલી પવન મુંજાલની ઓફિસ અને બીજા પરિસર પર દરોડા પાડ્યા હતા અને તેમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ પાસેથી ઇનપુટ મળ્યા પછી ઇડીએ આ કાર્યવાહી કરી હતી. ડીઆરઆઈએ એરપોર્ટ પરથી પવન મુંજાલના એક નિકટના સાથીદારનો મોટી સંખ્યામાં વિદેશી કરન્સી નોટ સાથે પકડ્યો હતો. 

માર્ચ 2022માં પણ આવકવેરા વિભાગે હીરો મોટોકોર્પ પર સર્ચ કામગીરી કરી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા મુંજાલના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પવન મુંજાલ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. હાલમાં હીરો મોટોકોર્પ ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર ઓટોમોબાઈલ ઉત્પાદક છે. છેલ્લા બે દાયકામાં કંપનીએ તેની ગ્લોબલ હાજરીમાં વધારો કર્યો છે. હાલમાં તે એશિયા, આફ્રિકા, સાઉથ અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકામાં 40થી વધારે દેશોમાં પોતાની પ્રોડક્ટની નિકાસ કરે છે.  

LEAVE A REPLY

2 + 1 =