ડોનાલ્ડ ટ્રમ્પને તેમની 2020ની ચૂંટણીના પરાજયને પલટાવી નાખવાના તેમના વ્યાપક પ્રયાસો માટે ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા આરોપી ઠરાવાયા છે. ટ્રમ્પ 2024માં વ્હાઇટ હાઉસમાં ફરીથી સત્તા મેળવવા માંગે છે ત્યારે તેની સામે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ તરીકે ત્રીજા કિસ્સામાં ફોજદારી આરોપનામું ગયા સપ્તાહે મુકાયું છે. આ કેસમાં ટ્રમ્પ કોર્ટમાં હાજર થયા ત્યારે તે કાર્યવાહીની અધ્યક્ષતા એક ગુજરાતી અમેરિકન મહિલા જજ, મોક્સિલા ઉપાધ્યાયે કરી હતી.

વધી રહેલા કાનૂની પડકારો વચ્ચે ગયા સપ્તાહે જ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિઆ પ્લેટફોર્મ ઉપર પોતાની સામેના કેસોની કાર્યવાહી ચલાવવાના છે તે જજ, 61 વર્ષના તાન્યા ચુટકનને બદલવાની તેમજ આ કેસો પણ વોશિંગ્ટનમાંથી અન્યત્ર ખસેડવાની પોતે અરજી કરવાના હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પના દાવા મુજબ જજ તાન્યા તેમને ન્યાય આપી શકે તેમ નથી અને વોશિંગ્ટનનું વાતાવરણ પણ બિનગોરા લોકોના વર્ચસ્વનું છે.

વોશિંગ્ટન ડીસીમાં 45 પાનાનું આરોપનામું સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથે દાખલ કર્યું હતું. યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ વતી ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સામેની તપાસનું સુકાન તેમણે સંભાળ્યું હતું.
ચાર કાઉન્ટના તહોમતનામામાં 77 વર્ષના રીપબ્લિકન નેતા અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પર અમેરિકાને છેતરવાનું કાવતરું ઘડવા, મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું કાવતરું કરવા અને સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ ઊભા કરવા ષડયંત્ર રચવાનો અને પ્રયાસ કરવાનો આરોપ મુકાયો છે.
“હાર્યા હોવા છતાં, પ્રતિવાદી સત્તા ઉપર ચીટકી રહેવા મક્કમ હતા. તેથી 3 નવેમ્બર, 2020 ના રોજ ચૂંટણીના દિવસ પછીના બે મહિનાથી વધુ સમય સુધી, પ્રતિવાદીએ જૂઠ ફેલાવ્યું કે ચૂંટણી પરિણામોમાં નિર્ણયાત્મક છેતરપિંડી થઈ હતી અને વાસ્તવમાં તો પોતે વિજેતા હતા. આ દાવાઓ ખોટા હતા અને પ્રતિવાદી જાણતા હતા કે પોતે ખોટા હતા,” એમ આરોપનામામાં જણાવાયું છે.

ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં નાગરિકોની ગ્રાન્ડ જ્યુરીએ આરોપનામું જારી કર્યું હતું અને તહોમતનામામાં મુકાયેલા ગુનાઓની વિગતવાર માહિતી અપાઈ હતી. તે યુએસ કેપિટોલમાં 6 જાન્યુઆરી, 2021 ના રોજ થયેલા રમખાણોની આસપાસની ઘટનાઓની તપાસને આવરી લે છે.
“6 જાન્યુઆરી, 2021ના રોજ આપણા દેશની રાજધાની પરનો હુમલો અમેરિકન લોકશાહીની વ્યવસ્થા પરનો અભૂતપૂર્વ હુમલો હતો. સ્પેશિયલ કાઉન્સેલ સ્મિથે જણાવ્યું હતું કે, આરોપોમાં વર્ણવ્યા મુજબ જુઠાણુ ચલાવીને લોકોને ઉશ્કેરીને કેપિટોલ હિલ પર હુમલો કરવા પ્રેરિત કરાયા હતા.
ટ્રમ્પ પોતાની સામે ચૂંટણી કાવતરાની કાર્યવાહીમાં ઉપસ્થિત થયા ત્યારે કોર્ટની કાર્યવાહીની અધ્યક્ષતા એક ભારતીય, ગુજરાતી અમેરિકન જજે કરી હતી.

મોક્સિલા એ ઉપાધ્યાયની 7 સપ્ટેમ્બર, 2022ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના મેજિસ્ટ્રેટ જજ તરીકે નિમણૂક કરાઈ હતી. ગુજરાતમાં જન્મેલા અને કેન્સાસ સિટી, મિસૌરી નજીક ઉછરેલા, શ્રીમતી ઉપાધ્યાયએ મેગ્ના કમ લૉડ ખાતે મિસૌરી સ્કૂલ ઑફ જર્નાલિઝમ અને બેચલર ઑફ આર્ટસમાંથી પત્રકારત્વની સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત મિસૌરી યુનિવર્સિટીમાંથી લેટિનમાં ઓનર્સની ડિગ્રી મેળવી હતી.

તેમણે અમેરિકન યુનિવર્સિટી, વોશિંગ્ટન કોલેજ ઓફ લોમાંથી JD કમ લૌડની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાં તેમણે ક્રિમિનલ જસ્ટિસ ક્લિનિકમાં ક્લાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા ટ્રાયલના કાર્ય માટે વિશિષ્ટતા પ્રાપ્ત કરી હતી અને તેઓ અમેરિકન લો રીવ્યુના સભ્યા હતા.

લો ડિગ્રી પછી ઉપાધ્યાયે ડીસી કોર્ટ ઓફ અપીલ્સના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એરિક ટી વોશિંગ્ટનને ત્યાં લીગલ ક્લાર્ક તરીકે બે વર્ષની કામગીરી કરી હતી.ત્યારબાદ તે વેનેબલ એલએલપીની વોશિંગ્ટન, ડીસી ઓફિસમાં જોડાયા હતા, જ્યાં તેમણે જટિલ વ્યાપારી અને વહીવટી કેસોનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશ તરીકેના કાર્યકાળ દરમિયાન રોબર્ટ એલ વિલ્કિન્સ (હાલમાં ડીસી સર્કિટ માટે યુએસ સર્કિટ જજ)ના પ્રથમ લો ક્લાર્ક તરીકે સેવા આપવા 2011-12માં વેનેબલ છોડી દીધું હતું.

LEAVE A REPLY

two × three =