FILE PHOTO: REUTERS/John Sibley/File Photo

કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ગણતરીના દિવસોમાં બીજો ઝટકો લાગ્યો છે. હજી થોડા દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ યજમાનપદની ઓફર પાછી ખેંચી લીધા પછી હવે કેનેડાના આલ્બર્ટા પ્રાંતે પણ યજમાનપદની બિડ ગયા સપ્તાહે પાછી ખેંચી હતી.

આલ્બર્ટા પ્રાંતના નિર્ણય સાથે આ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ કેનેડામાં પાછી લાવવાની તકનો અંત આવ્યો હતો. પ્રવાસન અને રમતગમત મિનિસ્ટર જોસેફ શોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોમનવેલ્થના 54 રાષ્ટ્રોમાંથી 4,000 થી વધુ રમતવીરોને આકર્ષિત કરતી ગેમ્સનું આયોજન આલ્બર્ટાના કરદાતાઓના હિતોમાં નથી.

LEAVE A REPLY

twenty + 12 =