The appointment of Medha Raj to head the White House's Climate Policy Office
(istockphoto.com)

અમેરિકામાં 2024ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શિવા અય્યાદુરાઈએ ઝુકાવ્યું છે. આની સાથે તેઓ આ રેસમાં સામેલ થનારા ચોથા ઇન્ડિયન અમેરિકન બન્યાં છે. અય્યાદુરાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. પ્રેસિડન્ટની રેસમાં રિપબ્લિકન પાર્ટી તરફ ઉમેદવાર બનવાની અગાઉ ત્રણ ઇન્ડિયન અમેરિકનોએ જાહેરાત કરી હતી. તેમાં વિવેક રામાસ્વામી, નિક્કી હેલી અને હર્ષવર્ધન સિંહનો સમાવેશ થાય છે.

આ અંગેની જાહેરાત કરતાં અય્યાદુરાઈએ જણાવ્યું હતું કે કે હું અમેરિકાના પ્રેસિડન્ટની પદની ચૂંટણી લડવા જઈ રહ્યો છું. આપણે એવા વળાંક પર ઊભા થઇએ જ્યાં કાં તો સુવર્ણ યુગ તરફ જઈ શકીએ છીએ કાં પછી અંધારામાં. અમેરિકા ત્યારે જ મહાન બનશે જ્યાં ઈનોવેટર, ઉદ્યમી, સ્કિલ્ડ વર્કર લોકો અને તેના માટે પ્રતિબદ્ધ લોકો સામાન્ય જ્ઞાન અને તર્કનો ઉપયોગ કરી દેશને ચલાવે.

મુંબઈમાં જન્મેલા 59 વર્ષીય અય્યાદુરાઈએ તાજેતરમાં જ તેમના અભિયાનની જાહેરાત કરતાં કહ્યું હતું કે તે ડાબેરી અને જમણેરી વિચારધારાથી અલગ અમેરિકાની સેવા કરવા ઈચ્છે છે જેથી લોકોને એવું સમાધાન આપી શકે જેની તેમને જરૂર છે અને તે તેના હકદાર પણ છે.

અય્યાદુરાઈ 1970માં ભારતમાંથી અમેરિકા ગયાં હતાં અને તેમના માતા-પિતા સાથે અમેરિકી સપનાને સાકાર કરવા માટે પેટર્સન, ન્યૂજર્સી આવી ગયા હતા. તેમણે તેમના અભિયાનની વેબસાઈટ પર જણાવ્યું કે મે 1970માં ભારતની જાતિ વ્યવસ્થાને છોડી દીધી હતી, જ્યાં અમને નીચલી જાતિ અછૂત અને નિંદનીય માનવામાં આવતા હતા.

LEAVE A REPLY

nineteen + thirteen =