(REUTERS/Carlos Barria)

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વોશિંગ્ટનની એક કોર્ટમાં તેમની સામે મુકાયેલા ચૂંટણી કાવતરાના આરોપોની ટીકા કરતા કહ્યું કે પોતે દોષિત નહીં હોવાનો દાવો કર્યા પછી “રાજકીય પ્રતિસ્પર્ધીના સતામણી”નો ભોગ બન્યા છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ 2024 ના રીપબ્લિકન પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે સૌથી આગળ છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે યુએસ રાજધાનીમાં સંક્ષિપ્ત કોર્ટ સુનાવણી બાદ તેઓ તેમના વિમાનમાં સવાર થયા તે “અમેરિકા માટે ખૂબ જ દુઃખદ દિવસ” હતો.

“જો તમે તેને હરાવી શકો નહીં, તો તમે તેને સતાવશો અથવા તમે તેમની સામે કાર્યવાહી કરશો. અમે અમેરિકામાં આવું થવા દઈ શકીએ નહીં,” એમ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટે કહ્યું હતું.
ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે પોતે 2020ની ચૂંટણીના પરાજયને પલટાવી દેવાના કાવતરામાં દોષિત નથી.

સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથના આરોપમાં દર્શાવેલ ચાર અપરાધો બદલ તેની ધરપકડ કરાઈ હતી: અમેરિકાને છેતરવાનું કાવતરું, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ લાવવાનું કાવતરું, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ અને અવરોધ કરવાનો પ્રયાસ અને અધિકારો વિરુદ્ધ કાવતરું, એમ ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું હતું. તેની ઔપચારિક રીતે યુએસ કેપિટોલથી થોડાક અંતરે ઇ બેરેટ પ્રીટીમેન ફેડરલ કોર્ટહાઉસ ખાતે ધરપકડ કરાઈ હતી.

પોતે દોષિત નહીં હોવાની અરજી દાખલ કર્યા પછી, ટ્રમ્પને એ શરતે મુક્ત કરાયા હતા કે તે તમામ સંઘીય, રાજ્ય અને સ્થાનિક કાયદાઓનું પાલન કરશે અને કોઈપણ સાક્ષીઓ સાથે કેસની ચર્ચા કરવાનું ટાળશે. આ કેસની આગામી સુનાવણી 28 ઓગસ્ટના રોજ થશે.

ટ્રમ્પે અગાઉના ઓફિસ છોડ્યા પછી વર્ગીકૃત દસ્તાવેજો જાળવી રાખવાના ફેડરલ આરોપોમાં પણ પોતે દોષિત નહીં હોવાનું જણાવ્યું હતું અને ન્યૂયોર્ક રાજ્યના પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે ગેરકાયદે નાણાની ચૂકવણીના સંબંધમાં ખોટા દસ્તાવેજોના આરોપ નકાર્યા હતા.

ટ્રમ્પ સામે ટૂંક સમયમાં જ્યોર્જિયામાં વધુ આરોપો ઘડાઈ શકે છે, રાજ્યના વકીલ ત્યાં ચૂંટણીના પરિણામો પલટાવી દેવાના તેના પ્રયાસોની તપાસ કરી રહ્યા હતા.

LEAVE A REPLY

3 × 2 =