Vol. 4 / No. 370 About   |   Contact   |   Advertise February 9, 2024


 
 
કિંગ ચાર્લ્સને કેન્સરનું નિદાન

કિંગ ચાર્લ્સને કેન્સરનું નિદાન થયું હતું અને તેઓ તેની સારવાર કરાવવા માટે જાહેર કાર્યક્રમોને મુલતવી રાખશે તેવું બકિંગહામ પેલેસે સોમવારે જણાવ્યું હતું. પેલેસના જણાવ્યા મુજબ, છેલ્લા 18 મહિનાથી શાસન સંભાળી રહેલા કિંગ ચાર્લ્સ બીમારીથી ડર્યા વગર “સંપૂર્ણ સકારાત્મક” અભિગમ દાખવી રહ્યા છે. 75 વર્ષીય ચાર્લ્સ સપ્ટેમ્બર 2022માં તેમનાં માતા ક્વીન એલિઝાબેથના મૃત્યુ પછી કિંગ બન્યા હતા. પેલેસે જણાવ્યું હતું કે, હવે તેમણે લાંબી સારવારની શરૂ કરી છે અને તેઓ શક્ય હોય તેટલા વહેલાસર સ્વસ્થ થઇને તેમની જવાબદારીઓ નિભાવવા માટે આતુર છે. ચાર્લ્સ ગત મહિને પ્રોસ્ટેટની સારવાર માટે હોસ્પિટલમાં ત્રણ રાત રહ્યા હતા અને ત્યાં તેમને કેન્સર હોવાનું જણાયું હતું. પેલેસે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સના હોસ્પિટલમાં રોકાણ દરમિયાન એક ચિંતાજનક બાબત જાણવા મળી હતી.

Read More...
એશિયન, વંશીય લઘુમતીને સમાન વેતનના હકો આપવાનું લેબર પાર્ટીનું વચન

લેબર પાર્ટીએ સોમવાર, 5 ફેબ્રુઆરીએ આગામી ચૂંટણીમાં વિજયી બન્યા બાદ એક નવો રેસ ઇક્વાલિટી એક્ટ ઘડવાનું વચન આપ્યું હતું. આ નવા ધારા હેઠળ હાલના સમાન વેતન અધિકારોના દાયરાને વિસ્તૃત બનાવીને તેમાં પ્રથમ વખત અશ્વેત,

Read More...
ઋષિ સુનકે પણ બાળપણમાં રંગભેદની પીડા અનુભવી હતી

યુકેના ભારતીય મૂળના વડાપ્રધાને ઋષિ સુનકે જણાવ્યું હતું કે, તેમને બાળપણમાં રંગભેદનો અનુભવ થયો હતો. આ ઉપરાંત તેઓ યોગ્ય રીતે ભાષા બોલી શકે તે માટે તેમને માતા-પિતાએ નાટકના વધારાના વર્ગમાં પણ મોકલ્યા હતા.

Read More...
નોર્ધન આયર્લેન્ડનું સુકાન પ્રથમવાર આઇરિશ નેશનાલિસ્ટના હાથમાં

નોર્ધન આયર્લેન્ડમાં સિન ફીનનાં વાઇસ પ્રેસિડેન્ટ મિશેલ ઓ’નીલની દેશનાં ફર્સ્ટ મિનિસ્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમને 1998ના ગુડ ફ્રાઇડે શાંતિ કરાર અંતર્ગત નોર્ધન આયર્લેન્ડના બે મુખ્ય સમુદાયો-બ્રિટિશ યુનિયનિસ્ટ્સ

Read More...
H-1B વિઝાહોલ્ડર્સના જીવનસાથી, સંતાનોને એક લાખ વર્ક પરમિટ અપાશે

H-1B વિઝાહોલ્ડર્સને મોટી રાહત થાય તેવી એક હિલચાલમાં વ્હાઇટ હાઉસના સમર્થન સાથે રવિવારે એક ડીલ થઈ હતી, જે હેઠળ આશરે 1,00,000 H-4 વિઝાહોલ્ડર્સને ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન મળશે.

Read More...
ભાજપના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન- ભારતરત્નથી નવાજવામાં આવશે. આ જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર આપી હતી.

Read More...
વચગાળાના બજેટમાં હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. આગામી એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી આવી રહી હોવાથી આ બજેટ વચગાળાનું બજેટ હતું અને તેમાં કોઇ મોટા જાહેરાતો કરાઈ ન હતી.

Read More...
જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી

વારાણસીની સિટી કોર્ટે બુધવારે હિન્દુ અરજદારોને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના અગાઉ સીલ કરાયેલા ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી.જોકે મુસ્લિમ પક્ષે આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારની જાહેરાત કરી હતી.

Read More...
ગુજરાતના વિક્રમજનક રૂ.3.32 લાખ કરોડના બજેટમાં અનેક મોટી જાહેરાતો

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ બે ફેબ્રુઆરીએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરીને અનેક નવી જાહેરાતો કરી હતી. થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 2024-25ના નાણાકીય વર્ષ માટેના બજેટમાં ટેક્સમાં

Read More...
ગુજરાતમાં સાત શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો

ગુજરાતનું 2023-24ના નાણાકીય વર્ષનું બજેટ જાહેર કરતાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ રાજ્યમાં સાત નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી હતી. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,

Read More...

  Sports
બીજી ટેસ્ટમાં ભારતનો 106 રને જંગી વિજય

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં સોમવારે (5 ફેબ્રુઆરી) ભારતે બે સેશન કરતાં ઓછા સમયમાં ઈંગ્લેન્ડની નવ વિકેટ ખેરવી પ્રવાસીઓને 106 રન હરાવ્યા હતા. આમ બે ટેસ્ટની આ સીરીઝમાં હવે બન્ને ટીમ 1-1ની બરાબરીમાં આવી ગઈ છે.

Read More...
ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ન્યૂ જર્સીમાં રમાશે

વર્લ્ડ કપ ફૂટબોલ 2026ની ફાઈનલ ન્યૂ જર્સીના ન્યૂ યોર્ક ખાતેના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે એવી જાહેરાત ફિફાના આયોજકોએ રવિવારે (4 ફેબ્રુઆરી) કરી હતી. ફિફા વર્લ્ડ કપમાં 48 ટીમ ભાગ લેવાની છે અને તે સંયુક્ત રીતે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે.

Read More...
જયસ્વાલની ઝમકદાર ડબલ સેન્ચુરી

ભારતના યુવાન, નવા નવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિશાખાપટ્ટનમ ખાતે ગયા સપ્તાહે ડબલ સેન્ચુરી ફટકારી ચાહકોને ખુશ કરી દીધા હતા, તો ટીમના વિજયમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

Read More...
એશિયન ક્રિકેટ કાઉન્સિલની અધ્યક્ષપદે જય શાહ ત્રીજીવાર ચૂંટાયા

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષપદે જય શાહ ત્રીજીવાર ચૂંટાયા હતા. ગઈ તા. 31 જાન્યુઆરીએ કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભામાં જય શાહે આ ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. સર્વાનુમતે થયેલી વરણીમાં તેમની મુદત એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારત સાથે $3 બિલિયનની પ્રિડેટર ડ્રોન ડીલને US કોંગ્રેસની મંજૂરી

ભારતની એક મોટી રાજદ્વારી જીતમાં યુએસ કોંગ્રેસે ભારત સાથે $3 બિલિયન MQ-9B પ્રિડેટર ડ્રોન ડીલને મંજૂરી આપી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પ્રિડેટર ડ્રોન ઉત્પાદક જનરલ એટોમિક્સને જાણ કરી હતી કે યુએસ કોંગ્રેસે ભારતને 31 MQ9B ડ્રોન વેચાણને મંજૂરી આપી છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. ડ્રોન ઉત્પાદક કંપનીએ પણ રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા સહિત મોદી સરકારના ઉચ્ચ સ્તરે આ ડીલને મંજૂરીની જાણ કરી હતી. અગાઉ એવા અહેવાલો આવ્યાં હતા કે અમેરિકામાં આશ્રય લઈ રહેલા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નૂની હત્યાના કાવતરામાં ભારતનો હાથ હોવાના કારણે અમેરિકન સંસદે આ ડીલ રોકી દીધી છે.

Read More...
ટોયોટા સતત ચોથા વર્ષે ટોપ સેલિંગ કાર કંપની

ટોયોટા મોટરે 2023માં 11.2 મિલિયન વાહનોનું વિક્રમજનક વાર્ષિક વેચાણ નોંધાવીને સતત ચોથા વર્ષે વિશ્વમાં સૌથી વધુ કાર વેચતી ઓટો કંપનીનો તાજ જાળવી રાખ્યો હતો. જાપાનીઝ ઓટોમેકરે ગયા વર્ષે વૈશ્વિક વેચાણમાં 7.2%નો ઉછાળો નોંધાવ્યો હતો, જેમાં નાની-કાર નિર્માતા કંપની ડાઇહત્સુ અને ટ્રક યુનિટ હિનો મોટર્સનો સમાવેશ થાય છે. ફોક્સવેગન વેચાણની દ્રષ્ટિએ બીજા ક્રમે રહી હતી. તેને 12%ની વાર્ષિક વેચાણ વૃદ્ધિ સાથે 92.4 લાખ કાર વેચી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટોયોટાનું ઉત્પાદન 2022ની સરખામણીમાં 2023માં 8.6% વધીને 1.15 કરોડ થઈ ગયું છે.

Read More...
પેટીએમ પેમેન્ટ બેન્ક સામે ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ

રિઝર્વ બેન્કે બુધવારે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર ૨૯ ફેબ્રુઆરીથી ડિપોઝિટ સ્વીકારવા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. તે કોઈ ગ્રાહકના ખાતા, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ્સ અને ફાસ્ટેગમાં ટોપ-અપ પણ નહીં કરી શકે. જોકે કોઈ પણ વ્યાજ, કેશબેક કે રીફન્ડ ગ્રાહકને કોઈ પણ સમયે જમા આપી શકાશે. રિઝર્વ બેન્કે વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ તેમજ બહારના ઓડિટર્સના કમ્પ્લાયન્સ વેલિડેશન રિપોર્ટ પછી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સામે આદેશ જારી કર્યો હતો રિઝર્વ બેન્કના નિવેદન અનુસાર વિવિધ રિપોર્ટમાં બેન્કના સતત નોન-કમ્પ્લાયન્સ અને બેન્કના સુપરવિઝનને લગતી ચિંતાને કારણે વધુ પગલાં જરૂરી હોવાનું સૂચવાયું હતું.

Read More...
સરકાર 2014 પહેલાના આર્થિક ગેરવહીવટ અંગે શ્વેતપત્ર બહાર પાડશે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી પહેલીએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સરકાર 2014 પહેલા અર્થતંત્રના ગેરવહીવટ અંગે શ્વેતપત્ર રજૂ કરે કરશે. સરકારનો હેતુ ભૂતકાળની ભૂલમાંથી પાઠ શીખવાનો છે. કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના શાસન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર મે 2014 માં સત્તામાં આવી હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શ્વેતપત્ર આગામી અઠવાડિયે રજૂ કરવામાં આવે તેવી ધારણા છે. સીતારામને જણાવ્યું હતું કે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે અર્થતંત્રને તબક્કાવાર સુધારવાની અને શાસન પ્રણાલીને સુવ્યવસ્થિત કરવાની જવાબદારી ઘણી મોટી હતી. સમયની જરૂરિયાત લોકોને આશાવાદી બનાવવાની,

Read More...
  Entertainment

ઝાકિર હુસૈન, શંકર મહાદેવન સહિત ચાર ભારતીયોને ગ્રેમી એવોર્ડ

લોસ એન્જલસમાં સોમવાર, ચાર ફેબ્રુઆરીએ યોજાયેલો 66મો ગ્રેમી એવોર્ડ ભારત માટે વિશેષ બન્યો હતો. આ એવોર્ડ સમારંભમાં ઉસ્તાદ ઝાકિર હુસૈને ત્રણ એવોર્ડ મળ્યાં હતા. માત્ર ઝાકિર હુસૈન જ નહીં, પરંતુ ગાયક શંકર મહાદેવન, વી સેલ્વગણેશ અને વાયોલિનવાદક ગણેશ રાજગોપાલનના બેન્ડ “શક્તિ”એ પણ “ધીસ મોમેન્ટ” માટે શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. તબલાવાદક અને સંગીતકારને ‘પશ્તો’ માટે ‘શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન’ કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો.

Read More...

ફક્ત લગ્ન માટે કેટલીક અભિનેત્રીઓએ ધર્મ પરિવર્તન કર્યું

ભારત વિશ્વમાં વિવિધ ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને સમાજ ધરાવતો અનોખો દેશ છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં તમામ ધર્મના લોકોએ યોગદાન આપ્યું છે. અહીં ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રની કેટલીક એવી અભિનેત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમણે પોતાના પ્રિયપાત્ર સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું હતું. આ અભિનેત્રીઓ તેમની લોકપ્રિયતા, અભિનય, કામ, સુંદરતા, વિવાદ વગેરેના કારણે ચર્ચામાં રહી હતી. આયેશા ટાકિયા ‘વોન્ટેડ’ અને’ટાર્ઝન’ જેવી સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી આયેશા ટાકિયાનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. 2009માં આયેશાએ તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા તે અગાઉ તેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.

Read More...

…તો માધુરી દીક્ષિત ગુજરાતના રાજવી પરિવારની પુત્રવધૂ બની હોત!

માધુરી દીક્ષિતે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આજે પણ તેનો ખૂબ જ મોટો ચાહક વર્ગ છે. 1980-90ના દસકાની ટોચની અભિનેત્રીઓમાં માધુરી મોખરાનું સ્થાન ધરાવતી હતી અને લોકો તેના ડાન્સના પણ દિવાના હતા. પરંતુ કદાચ નવાઈ લાગે તેવી એક વાત એવી પણ છે કે, આ ‘ધક ધક ગર્લ’નું દિલ એક ગુજરાતી ક્રિકેટર માટે ધડકતું હતું. એક ફોટોશૂટ દરમિયાન માધુરી દિક્ષીત અને આ ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર. ક્રિકેટરની મુલાકાત થઈ હતી અને પહેલી નજરમાં જ માધુરી આ ક્રિકેટરના પ્રેમમાં પડી ગઈ હોવાનું કહેવાય છે. એક સમયે માધુરી દીક્ષિત અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને જામનગરના રાજવી અજય જાડેજાની લવ સ્ટોરી ચર્ચામાં હતી.

Read More...

સન્ની દેઓલ-રણબીરની નવી ફિલ્મ ત્રણ ભાગમાં બનશે

‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મ બનાવી ચુકેલા નિતેશ તિવારીના નવા પ્રોજેક્ટ ‘રામાયણ’ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. નિતેશે થોડા વર્ષ અગાઉ તેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે રામાયણના કથાનકને એક ભવ્યતા સાથે સિનેમામાં દર્શાવવા ઈચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના કલાકારો અંગે ખૂબ જ રોમાંચક વિગતો બહાર આવી રહી છે. ત્રણ ભાગમાં બનનારી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામનો રોલ કરશે અને સીતામાતાની ભૂમિકા માટે સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવીનું નામ ચર્ચામાં છે. ફિલ્મમાં રાવણના રોલ માટે KGFથી જાણીતા બનેલા યશની પસંદગી થઇ હોવાનું કહેવાય છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store