લોસ એન્જલસમાં રવિવારે, 66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ દરમિયાન 'ધીસ મોમેન્ટ' માટે શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત આલ્બમ માટેના એવોર્ડ જીત્યા પછી શક્તિ બેન્ડના સભ્યો ઉસ્તાદ ઝાકિર હુસૈન, ગાયક શંકર મહાદેવન, વી સેલ્વગણેશ અને વાયોલિનવાદક ગણેશ રાજગોપાલન (PTI Photo)

લોસ એન્જલસમાં સોમવાર, ચાર ફેબ્રુઆરીએ યોજાયેલો 66મો ગ્રેમી એવોર્ડ ભારત માટે વિશેષ બન્યો હતો. આ એવોર્ડ સમારંભમાં ઉસ્તાદ ઝાકિર હુસૈને ત્રણ એવોર્ડ મળ્યાં હતા. માત્ર ઝાકિર હુસૈન જ નહીં, પરંતુ ગાયક શંકર મહાદેવન, વી સેલ્વગણેશ અને વાયોલિનવાદક ગણેશ રાજગોપાલનના બેન્ડ “શક્તિ”એ પણ “ધીસ મોમેન્ટ” માટે શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.

તબલાવાદક અને સંગીતકારને ‘પશ્તો’ માટે ‘શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન’ કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો. બેલા ફ્લેક, એડગર મેયર અને રાકેશ ચૌરસિયા (સાથી સંગીતકારો) વતી ‘પશ્તો’ માટેનો એવોર્ડ સ્વીકારતા 72 વર્ષીય ઝાકિર હુસૈને જણાવ્યું હતું કે “એકેડમીનો આભાર, આ તમામ મહાન સંગીતકારોનો આભાર. અમને સુંદર સંગીત આપ્યું…અમારા પરિવારજનોનો  ખૂબ ખૂબ આભાર…તેમના વિના, અમે કંઈ નથી…પ્રેમ વિના, સંગીત વિના, સંવાદિતા વિના, અમે કંઈ નથી.”

‘એઝ વી સ્પીક’ને ‘બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ’ કેટેગરી માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. ‘એઝ વી સ્પીક’માં ઝાકિર હુસૈને બેલા ફ્લેક, એડગર મેયર અને રાકેશ ચૌરસિયા સાથે સહયોગ કર્યો છે.

હુસૈન જાઝ ગ્રૂપ ‘શક્તિ’નો પણ ભાગ છે, જેને તેના નવીનતમ આલ્બમ, ‘ધીસ મોમેન્ટ’ માટે ‘ધ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો.’ધીસ મોમેન્ટ’માં જોન મેકલોફલિન (ગિટાર સિન્થ), ઝાકિર હુસૈન (તબલા), શંકર મહાદેવન (ગાયક), વી સેલ્વગણેશ (પર્ક્યુશનિસ્ટ), અને ગણેશ રાજગોપાલન (વાયોલિનવાદક) દ્વારા બનાવવામાં આવેલા આઠ ગીતો છે.

 

 

LEAVE A REPLY

three × one =