(istockphoto)

ભારતની એક મોટી રાજદ્વારી જીતમાં યુએસ કોંગ્રેસે ભારત સાથે $3 બિલિયન MQ-9B પ્રિડેટર ડ્રોન ડીલને મંજૂરી આપી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પ્રિડેટર ડ્રોન ઉત્પાદક જનરલ એટોમિક્સને જાણ કરી હતી કે યુએસ કોંગ્રેસે ભારતને 31 MQ9B ડ્રોન વેચાણને મંજૂરી આપી છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. ડ્રોન ઉત્પાદક કંપનીએ પણ રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા સહિત મોદી સરકારના ઉચ્ચ સ્તરે આ ડીલને મંજૂરીની જાણ કરી હતી.

અગાઉ એવા અહેવાલો આવ્યાં હતા કે અમેરિકામાં આશ્રય લઈ રહેલા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નૂની હત્યાના કાવતરામાં ભારતનો હાથ હોવાના કારણે અમેરિકન સંસદે આ ડીલ રોકી દીધી છે. ભારત અને અમેરિકાની મિત્રતા પર ઘણાએ સવાલો ઉઠાવવાના શરુ કરી દીધા હતાં. જોકે હવે આ ડ્રોન  ભારતને વેચવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.

એમક્યૂ9 બી પ્રીડેટર ડ્રોન વધારે ઉંચાઈ પર લાંબા સમય સુધી ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. આ 31 પૈકી 15 ડ્રોન ભારતીય નેવી તેમજ 8-8 ડ્રોન આર્મી તથા એરફોર્સને મળશે.

અમેરિકાનુ કહેવું છે કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી આ ડ્રોન ડીલના કારણે વધારે મજબૂત બનશે.  હાલમાં ભારતીય નૌસેનાએ અમેરિકાના એમક્યૂ9 બી પ્રીડેટર ડ્રોન લીઝ પર લીધા છે. ભારતે ચીનને ધ્યાનમાં રાખીને આ ડ્રોન ખરીદવાનુ નક્કી કર્યુ  છે. જેનો ઉપયોગ લદ્દાખ સરહદે ચીનની હિલચાલ પર નજર રાખવા માટે થશે.

LEAVE A REPLY

4 × 3 =