(ANI Photo)

ભારતના યુવાન, નવા નવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિશાખાપટ્ટનમ ખાતે ગયા સપ્તાહે ડબલ સેન્ચુરી ફટકારી ચાહકોને ખુશ કરી દીધા હતા, તો ટીમના વિજયમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

22 વર્ષ અને 37 દિવસની વયે, શનિવારે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે જયસ્વાલે ડબલ સેન્ચુરી પુરી કરી હતી. આ રીતે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે ડબલ સેન્ચુરી કરવામાં તે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. સૌથી નાની વયે ડબલ સેન્ચુરીમાં વિનોદ કાંબલી પહેલા અને સુનિલ ગાવસ્કર બીજા ક્રમે છે.

ભારતની પહેલી ઈનિંગમાં એકંદરે તેણે 290 બોલમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 209 રન કર્યા હતા. તે 107મી ઓવરમાં 8મી વિકેટરૂપે આઉટ થયો ત્યાં સુધીમાં ટીમ 383 રને પહોંચી ગઈ હતી.

યશસ્વીએ ગયા વર્ષ વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. આક્રમક બેટિંગ માટે જાણીતા બની ચૂકેલા જયસ્વાલે છગ્ગા સાથે સેન્ચુરી અને ચોગ્ગા સાથે ડબલ સેન્ચુરી પુરી કરી હતી.

 

LEAVE A REPLY

14 − 10 =