REUTERS/Dado Ruvic/Illustration/File Photo/File Photo

રિઝર્વ બેન્કે બુધવારે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર ૨૯ ફેબ્રુઆરીથી ડિપોઝિટ સ્વીકારવા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. તે કોઈ ગ્રાહકના ખાતા, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ્સ અને ફાસ્ટેગમાં ટોપ-અપ પણ નહીં કરી શકે. જોકે કોઈ પણ વ્યાજ, કેશબેક કે રીફન્ડ ગ્રાહકને કોઈ પણ સમયે જમા આપી શકાશે.

રિઝર્વ બેન્કે વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ તેમજ બહારના ઓડિટર્સના કમ્પ્લાયન્સ વેલિડેશન રિપોર્ટ પછી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સામે આદેશ જારી કર્યો હતો રિઝર્વ બેન્કના નિવેદન અનુસાર વિવિધ રિપોર્ટમાં બેન્કના સતત નોન-કમ્પ્લાયન્સ અને બેન્કના સુપરવિઝનને લગતી ચિંતાને કારણે વધુ પગલાં જરૂરી હોવાનું સૂચવાયું હતું. રિઝર્વ બેન્કના આદેશમાં જણાવ્યા અનુસાર “૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ પછી કોઇ પણ ગ્રાહકના ખાતા, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ્સ અને ફાસ્ટેગમાં ટોપ-અપ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. માત્ર વ્યાજ, કેશબેક કે રિફંડ જમા કરાવી શકાશે.”

રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને સેવિંગ્સ ખાતું, ચાલુ ખાતું, પ્રિપેડ ઇનસ્ટ્રુમેન્ટ્સ ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ્સ સહિતના ખાતામાંથી કોઇ નિયંત્રણ વગર બેલેન્સ હોય ત્યાં સુધી ઉપાડ કે વપરાશની મંજૂરી છે. રિઝર્વ બેન્કે માર્ચ ૨૦૨૨માં પેટીએમ પેમેન્ટ્સ બેન્કને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો નહીં ઉમેરવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ એનએચએઆઇની કંપની ઇન્ડિયન હાઇવેઝ મેનેજમેન્ટ કંપની(IHMCL)એ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને નવા ફાસ્ટેગ્સ ઇશ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

LEAVE A REPLY

two × four =