REUTERS/Suzanne Plunkett
નોર્ધન આયર્લેન્ડમાં સિન ફીનનાં વાઇસ પ્રેસિડેન્ટ મિશેલ ઓ’નીલની દેશનાં ફર્સ્ટ મિનિસ્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમને 1998ના ગુડ ફ્રાઇડે શાંતિ કરાર અંતર્ગત નોર્ધન આયર્લેન્ડના બે મુખ્ય સમુદાયો-બ્રિટિશ યુનિયનિસ્ટ્સ અને આઇરિશ નેશનાલિસ્ટ વચ્ચે સત્તાની વહેંચણીના નિયમ મુજબ સુકાન સોંપાયું હતું. મિશેલ ઓ’નીલ
નોર્ધન આયર્લેન્ડનાં ફર્સ્ટ મિનિસ્ટર તરીકે નિયુક્ત થનારા પ્રથમ આઇરિશ નેશનાલિસ્ટ છે.
આયર્લેન્ડ સ્વતંત્ર થયા પછી 1921માં નોર્ધન આયર્લેન્ડની યુકેના એક યુનિયનિસ્ટ-પ્રોટેસ્ટન્ટ બહુલક ભાગ તરીકે સ્થાપના કરવામાં આવી હતી. આથી ઓ’નીલની નિમણૂકને નેશનાલિસ્ટસ માટે ખૂબ જ મહત્ત્વનો સંકેત માનવામાં આવે છે.
ઓ’નીલે જણાવ્યું હતું કે, “આ એક એવો ઐતિહાસિક દિવસ છે જે એક નવા પ્રભાતનું પ્રતિનિધિત્વ કરે છે. આવો દિવસ પણ ક્યારેક આવશે તે મારા માતા-પિતા અને દાદા-દાદીની પેઢી માટે અકલ્પ્ય હશે. ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટને કારણે તેઓ જે જૂના દેશમાં જન્મ્યા હતા તે હવે નથી. વધુ લોકશાહી, વધુ સમાન સમાજની રચના કરવામાં આવી છે જે દરેક માટે એક વધુ સારા સ્થળનું સર્જન કરે છે.” ઓ’નીલ ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીનાં પ્રથમ ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર એમ્મા લિટલ પેનગેલ્લી સાથે સંયુક્ત રીતે સરકારનું સંચાલન કરશે. આમ, બંને પાસે સમાન સત્તા હશે પરંતુ ઓ’નીલની પાર્ટીએ 2022માં નોર્ધન આયર્લેન્ડ એસેમ્બલીની ચૂંટણીમાં વધારે બેઠકો મેળવી હોવાથી તેમને વધુ સન્માન મળશે.

LEAVE A REPLY

3 × five =