Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

અદાણી-હિન્ડનબર્ગ વિવાદમાં સમયસર તપાસ પૂરી ન કરવા બદલ મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

જાહેર હિતની અરજી કરનારા અરજદાર વિશાલ તિવારીએ આરોપ મૂક્યો છે કે સેબીએ તપાસ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ સબમિટ કરવાની સમયરેખાનું ઉલ્લંઘન કર્યું છે. સેબીને સમયમર્યાદા આપવામાં આવી હોવા છતાં તે કોર્ટના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને તેને કોર્ટ દ્વારા નિર્દેશિત કર્યા મુજબ અંતિમ નિષ્કર્ષ/રિપોર્ટ સબમિટ કર્યો નથી. 17 મે, 2023ના રોજના આદેશ દ્વારા સર્વોચ્ચ અદાલતે સેબીને 14 ઓગસ્ટ, 2023 સુધી તેનો અહેવાલ સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો. 25 ઓગસ્ટ, 2023એ સેબીએ તેની તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેણે કુલ 24 તપાસ કરી છે, જેમાંથી 22 તપાસને આખરી ઓપ મળ્યો છે અને બે વચગાળાની તપાસ છે.

અરજીમાં અદાણી ગ્રૂપ સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP)ના તાજેતરના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના અપારદર્શક મોરેશિયસ ફંડ્સ દ્વારા કરાયેલા કથિત રોકાણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

15 + 18 =