લોકોના સ્વૈચ્છિક લોકડાઉન અને સરકારના પગલાંને કારણે ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોય તેવું સત્તાવાર આંકડામાં દેખાય છે, જોકે ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ હજુ ખરાબ હોવાનું માનવામાં આવે છે. સરકારના ડેટા મુજબ રાજ્યમાં છેલ્લાં 27 દિવસના સૌથી ઓછા નવા કેસ નોંધાયા હતા.
સરકારે શુક્રવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસ 10,000થી નીચે એટલે કે નવા 9,995 કેસ નોંધાયા હતા અને વધુ 104 દર્દીના મોત નીપજ્યા હતા. નવા કેસ સામે એક જ દિવસમાં 15,365 લોકો કોરોનામુક્ત બન્યાં હતા.
રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 8,944 થયો હતો. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 117373 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 786 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 1.17 લાખ હતી. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 82.82% એ આવી ગયો છે.
અમદાવાદમાં 2764, વડોદરામાં 639, સુરતમાં 631, મહેસાણામાં 338, રાજકોટમાં 316 નવા કેસો નોંધાયા હતા. આ ઉપરાંત અમરેલીમાં 285, જુનાગઢમાં 244, જામનગરમાં 242, બનાસકાંઠામાં 235, ભાવનગરમાં 201, પંચમહાલમાં 198, દાહોદમાં 187, આણંદમાં 178, ખેડામાં 174, ગીર સોમનાથમાં 173, કચ્છમાં 170, સાબરકાંઠામાં 142, ભરૂચમાં 131, પાટણમાં 116, મહીસાગરમાં 111, સુરેન્દ્રનગર અને વલસાડમાં 109, નવસારીમાં 103, ગાંધીનગરમાં 98, અરવલ્લીમાં 95, દેવભૂમિ દ્વારકામાં 92, નર્મદામાં 67, પોરબંદરમાં 58, છોટા ઉદેપુરમાં 41, તાપીમાં 39, મોરબીમાં 34, બોટાદમાં 19 અને ડાંગમાં 6 નવા કેસો નોંધાયા હતા.
ૃૃૃૃૃૃૃૃૃૃ