બ્રાઇટસન ટ્રાવેલના સ્થાપક અને ફાઇનાન્સ ડિરેક્ટર વીણા નાંગલાનું નિધન

0
517

બ્રાઇટસન ટ્રાવેલના સ્થાપકોમાંના એક અને કંપનીના ફાઇનાન્સ ડિરેક્ટર વીણા નાંગલાનું તા. 6 એપ્રિલના રોજ દુ:ખદ નિધન થયું હતું.

અંગ્રેજીમાં બી.એ. (ઓનર્સ) સ્નાતક થયેલા વીણા 1966માં ભારતથી યુ.કે. આવ્યા હતા અને વોલ્સ આઇસ ક્રીમમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકે કામ શરૂ કર્યુ હતુ. તે પછી તેઓ ઑક્સફર્ડ સ્ટ્રીટમાં રેન્કિન કુહ્ન ટ્રાવેલ એજન્સીમાં જોડાયા હતા. જ્યાં તેમણે વેપારની ઘણી યુક્તિઓ શીખી લીધી હતી.

તેમની ઉદ્યોગ સાહસિકતાને કારણે 1986માં તેમણે ઉદ્યોગસાહસિક પતિ સાથે પોતાના ટ્રાવેલ વેન્ચરની શરૂઆત 3 સ્ટાફ અને એક જ ટાઇપરાઇટરથી શરૂ કરી હતી. આજે બ્રાઇટસન ટ્રાવેલ્સ સાથેના 28 વર્ષોમાં વીણા સેલ્સ રીઝર્વેશન, એચઆર, માર્કેટિંગ અને એકાઉન્ટ્સ સહિત અન્ય જવાબદારીઓ સંભાળતા હતા. તેમની તીવ્ર દ્રષ્ટિ, પૈસો ન વેડફાય તેની ચીવટ, સેલ્સ પરનો કાબબ અને ફાઇનાન્સના જ્ઞાનના કારણે કંપનીમાં નોંધપાત્ર વિકાસ થયો હતો. 5 લાખ પાઉન્ડના પ્રથમ વર્ષના ટર્નઓવરથી શરૂ થયેલ બ્રાઇટસન ટ્રાવેલ્સનો બિઝનેસ આજે £95 મિલિયન ડોલરના ટર્નઓવર સુધી પહોંચ્યો છે અને 170 સ્ટાફ કાર્યરત છે. તેમણે એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં 2014 માં બિઝનેસવુમન ઑફ ધ યર એવોર્ડ પણ જીત્યો હતો.

વીણા નાંગલા આજની અદ્યતન ટેક્નોલોજી જાણતા સ્વ-શિક્ષિત ફાઇનાન્સ ગુરૂ છે. તેઓ હાલમાં બ્રાઇટ્સન ટ્રાવેલના ફાઇનાન્સ ડિરેક્ટર છે. તેમના ફાજલ સમયમાં ત્રણ બાળકોના ઉછેરની જવાબદારી સંભાળી હતી અને આજે તેઓ સાત પૌત્રોની એક કામ કરતી દાદી હતા જેમનુ રજાના દિવસોમાં બેબીસીટીંગ કરતા હતા.