Ram-Sita from the TV serial Ramayana will be seen together again
(Photo by SANJAY KANOJIA/AFP via Getty Images)

રામાનંદ સાગર દ્વારા 35 વર્ષ અગાઉ દૂરદર્શન પર રજૂ થયેલી રામાયણ સીરિયલ અને તેના કલાકારો દેશભરમાં ખૂબ જ લોકપ્રિય થયા હતાઅત્યારે દરેક પાત્ર પણ બધાને યાદ હશેઅને મોટાભાગના લોકોનું બાળપણ તો આ સીરિયલ જોઇને વિત્યું હશેએ સીરિયલના રામ અને સીતાને પણ કોણ ભૂલી શકેઆજે પણ જ્યારે રામાયણની વાત થાય છે ત્યારે રામ અને સીતાનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની જોડી યાદ આવી જાય છેઆ તેમના કેરેક્ટરની અસર હતી કેહકીકતમાં લોકો તેમને ભગવાનની જેમ પૂજતા હતાહવે 35 વર્ષ પછી આ જોડી ફરીથી ટીવી પર જોવા મળશે.

દીપિકાએ સોશિયલ મીડિયામાં આ નવા શોનો બિહાઇન્ડ ધ સીન્સ વીડિયો પોસ્ટ કર્યો છેજેમાં તે શૂટિંગ કરતી જોવા મળી રહી છેવીડિયોમાં તે વેનિટી વેનની અંદર બેસીને તેની સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળે છે અને ક્યારેક ઝૂલા પર ઝૂલતી જોવા મળે છેએક વીડિયોમાં દીપિકા સાડી પહેરીને પૂજા કરતી જોવા મળે છેતો એક દૃશ્યમાં તે ઘરની અંદરની એક ઝલક બતાવે છેજેમાં અરુણ ગોવિલ તેની સામે બેઠા છેસ્પષ્ટ છે કે અરુણ ગોવિલ અને દીપિકા એક નવા પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છેવેનિટી વેનમાં એક કાગળની સ્લિપ હતીજેમાં ઉપર શારદાનું નામ અને નીચે દીપિકાનું નામ લખેલું છેજેથી અનુમાન લગાવી શકાય છે કેઆ નવા પ્રોજેક્ટમાં દીપિકા શારદાનામના પાત્રમાં જોવા મળશે.

દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છેચાહકો તેમના નવા પ્રોજેક્ટ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છેદીપિકાના વીડિયો પર યુઝર્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છેએક યુઝરે લખ્યું હતું કે, “મારા સિયા રામ એક વાર ફરી સાથે.” તો ત્યાં બીજા યુઝરે લખ્યું કે આ શો જોવા માટે રાહ નથી જોઈ શકતોઆખી ટીમને શુભકામનાઓઆ સિવાય અન્ય યુઝર્સ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેમની ફેન ફોલોઈંગ પણ સારી છેબંનેને તેમની અસલી ઓળખ રામાયણ સીરિયલથી મળી હતીવર્ષ 2020માંજ્યારે કોવિડ-19ને કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતુંત્યારે દૂરદર્શને તેના જૂના શો ફરીથી પ્રસારિત કર્યા હતાએ સમયે મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે બેસીને રામાયણના શો નિહાળ્યા હતાઆ પછી અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા.

LEAVE A REPLY

sixteen − 4 =