Vol. 3 No. 222 About   |   Contact   |   Advertise 22th October 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોવિડનો વધતો વ્યાપ : માંચેસ્ટર ટાયર થ્રીમાં

વધતા જતા કોરોનાવાયરસના કેસો અને મરણ પામનારા લોકોની સંખ્યામાં થઇ રહેલા સતત વધારા બાદ ગ્રેટર માંચેસ્ટરને કોવિડ પ્રતિબંધોના ટાયર થ્રીમાં લઇ જવા અંગે સરકાર સાથે ડીલ કરવા માટેની મંગળવારે બપોરે નાણાકીય ટેકો આપવાની વાટાઘાટો તૂટી પડ્યા પછી ગ્રેટર માન્ચેસ્ટર પર કોવિડ પ્રતિબંધોના ઉચ્ચતમ સ્તર ટાયર થ્રીને લાદવામાં આવ્યું હતું. છેલ્લે ત્યાંના સ્થાનિક નેતાઓએ £65 મિલિયનની માંગણી કરી હતી, પરંતુ હવે તેમને સરકાર તરફથી 60 મિલિયનથી ઓછા (લગભગ £56 મિલીયન) મળશે.

Read More...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ કાશ્મીરને પુનર્જીવીત કરાતા વિવાદ

પાકિસ્તાની લોકોની નોંધપાત્ર વસ્તી ધરાવતા મતદારક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા સાત ટોરી સાંસદોએ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ કાશ્મીર (સીએફકે)નું ફરીથી લોકાર્પણ કરાતા જાણીતા કન્ઝર્વેટિવ પીઅર લોર્ડ રેમી રેન્જરે તેની નિંદા કરતાં જણાવ્યું છે કે તેનાથી ભારત-યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને “અતિશય નુકસાન” થઈ શકે છે. તેમણે આ જૂથ માટે જવાબદાર સાંસદોને “સ્વાર્થી” ગણાવ્યા હતા. ટોરી પીઅર લોર્ડ રમી રેન્જર અને એમપી બોબ બ્લેકમેન તેના વિવેચકો તરીકે સામેલ થયા છે અને તેમણે ચેતવણી આપી છે કે “ભારતની આંતરિક બાબતે જોખમ ભર્યું છે”

Read More...
લંડનના લેસ્ટર સ્ક્વેરમાં શાહ રૂખ – કાજોલની કાંસ્ય પ્રતિમા મૂકવાનું આયોજન

હાર્ટ ઑફ લંડન બિઝનેસ એલાયન્સ દ્વારા લંડનના લેસ્ટર સ્ક્વેરના ઇસ્ટર્ન ટેરેસ ખાતે ‘સીન્સ ઇન સ્ક્વેર’ સ્થિત સ્ટેચ્યુ ટ્રેઇલમાં ‘કિંગ ઓફ બોલીવૂડ’ શાહ રૂખ ખાન અને તેની કો-સ્ટાર કાજોલની કાંસ્ય પ્રતિમાને મૂકવાનું આયોજન કરાયું છે. આદિત્ય ચોપડાની જગવિખ્યાત ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના પોઝમાં પ્રતિમા મૂકવામાં આવશે. અત્યાર સુધી સૌથી લાંબો સમય ચાલેલી આ હિન્દી ફિલ્મના એક ભાગમાં લેસ્ટર સ્ક્વેરનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યુ હતું.

Read More...
અમેરિકામાં મહામારી, સામાજિક અશાંતિ, ચૂંટણીના ભય વચ્ચે ગન વેચાણમાં વધારો

ન્યૂયોર્કના મધ્યમવર્ગીય શહેર ફિશકિલમાં એકલી રહેતી ત્રણ પુત્રીઓની માતા, 44 વર્ષની એન્ડ્રીયા ગાર્લેન્ડે પોતાની સુરક્ષા માટે મે મહિનામાં એક ગન ખરીદી હતી. તેણે ગોળીબાર કેવી રીતે કરી શકાય તે માટે સ્થાનિક ગન ક્લબમાં તાલિમ લીધી હતી. ત્યારબાદ તેણે પિસ્તોલની મંજૂરી માટે અરજી પણ કરી હતી. સ્થાનિક વોલમાર્ટમાં તે અઠવાડિયામાં ત્રણવાર મુલાકાતે જાય છે. તેઓ હંમેશા બહાર રહે છે, તેવું તેણે જણાવ્યું હતું.

Read More...
યુકે રસીની “હ્યુમન ચેલેન્જ” માટે પ્રથમ રાષ્ટ્ર બનશે

યુકે “હ્યુમન ચેલેન્જ” અભ્યાસ કરવા માટેનું પ્રથમ રાષ્ટ્ર બનવા તરફ આગળ ધપી રહ્યું છે અને 90 જેટલા તંદુરસ્ત લોકોને ઇરાદાપૂર્વક કોવિડના સંપર્કમાં લાવવામાં આવશે. જાન્યુઆરીમાં શરૂ થઈ શકે તેવા આ અભ્યાસનો હેતુ કોવિડ-19 રસી મેળવવા માટેની દોડને વેગ આપવાનો છે.

Read More...
અમેરિકાના H-1B વિઝાના નિયમને કોર્ટમાં પડકારાયો

યુનિવર્સિટી અને બિઝનેસ સહિત 17 સંસ્થા અને વ્યક્તિએ અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરમાં જારી કરેલા H-1B વિઝા હોલ્ડરના વેતન સંબંધિત નિયમને કોર્ટમાં પડકાર્યો છે. અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરમાં આ વચગાળાનો અંતિમ નિયમ જારી કર્યો હતો, જે સ્થાનિક કામદારોની જગ્યાએ સસ્તાં વિદેશી કામદારો લાવવાની કંપનીઓની ક્ષમતાને મર્યાદિત બનાવે છે.

Read More...
અમેરિકાઃ પ્રેસિડન્ટની ચૂંટણીમાં વહેલા વોટિંગનો નવો રેકોર્ડ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચેના પ્રેસિડેન્ટપદના તા. 3 નવેમ્બરના મુખ્ય ચૂંટણી જંગમાં વહેલા ચૂંટણીના ગયા સપ્તાહે શરૂ થયેલા ટ્રેન્ડ્સમાં કેટલાક રાજ્યોમાં નવા રેકોર્ડ સ્થપાયા છે. યુએસ ઈલેકશન પ્રોજેક્ટે આપેલી સત્તાવાર માહિતી અનુસાર ગયા સપ્તાહે – શુક્રવાર સુધીમાં જે લોકો વહેલું કે પોસ્ટથી વોટિંગ કરવા એલિજિબલ છે તેવા 22 મિલિયનથી વધુ મતદારોએ વોટિંગ કરી નાખ્યું હતું, જે એક રેકોર્ડ છે.

Read More...
લોકડાઉનનો અંત આવ્યો છે, વાઇરસ ગયો નથીઃ મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 20 ઓક્ટોબરે રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતમાં લોકડાઉનનો અંત આવ્યો છે, પરંતુ વાઇરસ હજુ ગયો નથી. વેકિસન ન આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈને હળવાશથી લઈ શકાય નહીં. મોદીએ ઉત્સવોની હાલની સિઝનમાં નાગરિકોને કોરોના સામેની લડાઈ માટે સાવચેતીના તમામ પગલાંનું પાલન કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મોદીનું કોરોના મહામારી પછીનું આ સાતમું રાષ્ટ્રજોગ સંબોધન હતું.

Read More...
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારો વચ્ચે જંગ

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આગામી 3જી નવેમ્બરના ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા પર મતદાન યોજાશે. સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવો અંતિમ દિવસ હતો અને કુલ 102 ઉમેદવારો પૈકી 21 ફોર્મ પરત ખેંચાયા હતા, જેને પગલે 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

Read More...
ગુજરાતમાં આ વખતે કોરોનાના કારણે ગરબા વિનાની નવરાત્રિ

ગુજરાતમાં અમદાવાદ સહિતના નાનાં મોટા શહેરો અને ગામડાઓમાં નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. એક તરફ શેરી, સોસાયટી અને પોળામાં ટ્રેડિશનલ ગરબાની ધૂમ મચતી હતી. તો, બે ડઝનથી વધુ પાર્ટી પ્લોટોમાં યુવા ધન શક્તિની ભક્તિના ભાવ સાથે મન મુકીને ગરબે ઘુમતા હતા.

Read More...

  Sports
10 મેચ પછી ચેન્નાઈ તળિયે, પ્લેઓફ્સમાંથી લગભગ બહાર

ગત વર્ષના આઈપીએલ ફાઈનાલિસ્ટ, કેપ્ટન કૂલ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સોમવારે પોતાની 10 મેચમાં પણ પરાજય પછી હવે પ્લેઓફ્સની તકો લગભગ ગુમાવી ચૂકી છે, પોઈન્ટ્સ ટેબલમાં તે તળિયે પહોંચી ગઈ છે. તેની સામે વિજય પછી રાજસ્થાન રોયલ્સ પાંચમા ક્રમે પહોંચી જતાં તેની પ્લેઓફ્સ માટેની તકો હજી જીવંત રહી છે.

Read More...
બે સુપર ઓવરની ઉત્તેજના, પંજાબનો નાટ્યાત્મક વિજય

સંયુક્ત આરબ અમિરાતમાં રમાઈ રહેલી આઈપીએલ 2020માં રવિવારનો દિવસ જબરજસ્ત સ્પર્ધા અને ઉત્તેજના, રોમાંચનો રહ્યો. દિવસની બન્ને મેચ રેગ્યુલર સમયના અંતે ટાઈ રહી હતી અને સુપર ઓવરમાં ગઈ હતી, તેમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની બીજી મેચમાં તો પહેલી સુપર ઓવર પણ ટાઈ રહેતા બીજી સુપર ઓવરમાં મેચ ગઈ હતી અને તેમાં નાટ્યાત્મક રીતે કિંગ્સ ઈલેવન પંજાબનો વિજય થયો હતો.

Read More...
રબાડાની આઈપીએલમાં સૌથી વધુ ઝડપી 50 વિકેટ

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડા આઈપીએલ-2020મા શાનદાર ફોર્મમાં રહ્યો છે અને ટીમ માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. તેણે ચેન્નાઈ શનિવારે ધારદાર બોલિંગ કરી આઈપીએલમાં સૌથી વધુ ઝડપી 50 વિકેટનો રેકોર્ડ પણ કર્યો હતો. રબાડાએ ફાફ ડુ પ્લેસિસને આઉટ કરી આઈપીએલ સૌથી ઓછી મેચમાં 50 વિકેટની સિદ્ધિ મેળવી છે.

Read More...
ઈંગ્લેન્ડને જાન્યુઆરીમાં ત્રણ ટી-20ની સીરીઝ માટે પાકિસ્તાનનું આમંત્રણ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે આપેલી માહિતી અનુસાર પીસીબીએ આગામી જાન્યુઆરી મહિનામાં ત્રણ ટી-20 મેચની ટુંકી સીરીઝ રમવા પાકિસ્તાન આવવાનું આમંત્રણ ઈંગ્લેન્ડની ટીમને આપ્યું છે. પીસીબીના સીઈઓ વાસિમ ખાને આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બોર્ડે ઈસીબીને એક વિધિવત આમંત્રણ આ હેતુસર મોકલ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લે 2005-06માં પાકિસ્તાનમાં ટેસ્ટ અને વન-ડે સીરીઝ રમવા ગઈ હતી.

Read More...
ડેવિડ વોર્નરના આઈપીએલમાં 5 હજાર રન

ડેવિડ વોર્નર તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. દરેક ફોર્મેટમાં તે ધમાકેદાર બેટિંગ કરી ચૂક્યો છે. આઈપીએલની આ સીઝનમાં તે હજી સુધી તો ખાસ ચમત્કાર નથી બતાવી શક્યો, પરંતુ તે ક્રીઝ પર હોય છે તો કોઈને કોઈ નવો રેકોર્ડ થતો હોય છે. વોર્નરના નામે હવે આઈપીએલમાં 5000 રન થઈ ગયા છે. આઈપીએલમાં 5000 રન કરનારો તે પ્રથમ વિદેશી બેટ્સમેન છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી ભારત કરતા ઊંચી રહેશેઃ આઇએમએફ

ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતની માથાદીઠ જીડીપી બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી કરતાં નીચી રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે ભારતના અર્થતંત્રમાં 10.3 ટકાનો તીવ્ર ઘટાડો થવાની શક્યતા હોવાથી આવી સ્થિતિ ઊભી થઈ છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ જણાવ્યું હતું.
આઇએમએફના ગુરુવારે જારી થયેલા વર્લ્ડ ઇકોનોમી આઉટલૂક અહેવાલ મુજબ 31 માર્ચ 2021માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની માથાદીઠ જીડીપી ઘટીને 1,877 ડોલર થવાનો અંદાજ છે. આની સામે બાંગ્લાદેશની માથાદીઠ આવક વધીને 1,888 ડોલર થવાનો અંદાજ છે.

Read More...
ભારતના અર્થતંત્રમાં ચાલુ વર્ષે 10.3 ટકાનો તીવ્ર ઘટાડો થવાનો અંદાજઃ IMF

કોરોના મહામારીને કારણે ભારતને અર્થતંત્રને ચાલુ વર્ષે ફટકો પડવાનો અંદાજ છે. ચાલુ વર્ષ દેશની જીડીપીમાં 10.3 ટકાનો તીવ્ર ઘટાડો થવાનો અંદાજ છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે જણાવ્યું હતું. જોકે 2021માં અર્થતંત્ર બાઉન્સબેક થશે અને 8.8 ટકાનો ગ્રોથ દર્શાવી શકે છે, જે ચીનના 8.2 ટકાના આર્થિક વૃદ્ધિદર કરતાં વધુ છે.
2020માં વિશ્વમાં માત્ર ચીનમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે વર્લ્ડ બેન્કે પણ આ વર્ષે ભારતનો જીડીપી માઈનસ 9.6 ટકા રહેવાની આગાહી કરી છે. આઈએમએફે તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવાયું છે કે કોરોના મહામારીના કારણે અસરગ્રસ્ત ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2020માં 10.3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ જ સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં 4.4 ટકાનો ઘટાડો આવવાની સંભાવના છે.

Read More...
કોરોના મહામારીને પગલે અગ્રણી દેશોના ક્રેડિટ રેટિંગ્સ સામે જોખમ

વિશ્વમાં કોરોનાવાઈરસના સેકન્ડ વેવના કિસ્સામાં વિશ્વના કેટલાક મોટા દેશોના ક્રેડિટ રેટિૅગ્સમાં ઘટાડો અથવા ડાઉનગ્રેડ થવાની શક્યતા છે, એમ એસ એન્ડ પી ગ્લોબલના એક રિપોર્ટમાં જણાવાયું છે.
કોરોનાને કારણે આરોગ્ય વ્યવસ્થા , વિવિધ ક્ષેત્રો માટે નાણાકીય સહાય અને પ્રોત્સાહન પેકેજોને કારણે કેટલાક દેશોની નાણાંકીય સ્થિતિ એકદમ કથળી ગઈ છે. એસએન્ડપીએ આ અગાઉ આશરે ૬૦ દેશોના રેટિંગ આઉટલુકને ડાઉનગ્રેડ કર્યા છે અથવા તેમાં પર કાપ મૂકયો છે. કેટલાક દેશોના દેવામાં જીડીપીની સરખામણીમાં મોટો વધારો થયો છે.

Read More...
વિશ્વના અર્થતંત્રોમાં મંદી, પરંતુ ચીનમાં ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 4.9 ટકા વૃદ્ધિ

કોરોના મહામારીને પગલે વિશ્વના મોટા ભાગના દેશોના અર્થતંત્રોમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર ચીન ઝડપથી આર્થિક રિકવરી હાંસલ કરવામાં સફળ થયું છે. ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ચીનના જીડીપીમાં 4.9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, એમ નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સના સોમવારના ડેટામાં જણાવાયું હતું.

Read More...
ભારતમાં પાંચ મહિનામાં સાયકલની માગમાં બે ગણો ઉછાળો, ઘણા શહેરોમાં ખરીદી માટે વેઇટિંગ પિરિયડ

કોરોના મહામારી વચ્ચે લોકો આરોગ્યની સુરક્ષા માટે સાવધ બન્યા હોવાથી ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં સાયકલના વેચાણમાં આશરે બે ગણો ઉછાળો આવ્યો છે. ઉત્પાદકોએ જણાવ્યું હતું કે માગમાં જંગી ઉછાળાને પગલે ઘણા શહેરોમાં સાઇકલની ખરીદી માટે વેઇટિંગ ચાલે છે.
ઓલ ઇન્ડિયા બાયસિકલ મેન્યુફેચર્સ એસોસિએશન (AICMA).ના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના મેથી સપ્ટેમ્બરમાં કુલ ૪૧,૮૦,૯૪૫ સાયકલોનું વેચાણ થયું છે. દેશમાં પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે અને તેની પાછળનું કારણ કોરોનાને કારણે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃતી છે.

Read More...
  Entertainment

રિચા ચઠ્ઠા અને પાયલ ઘોષ વચ્ચે સમાધાન

અભિનેત્રી રિચા ચડ્ઢા અને અભિનેત્રી પાયલ ઘોષે મુંબઈ હાઈ કોર્ટને ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેમણે તેમની વચ્ચેના વિવાદને પારસ્પરિક સમજૂતીથી ઉકેલી લીધો છે અને સહમતીની શરતોને દાખલ કરી છે, જે હેઠળ પાયલે રિચા વિરુદ્ધ આપેલા નિવેદનને પાછું લઇને તેની માફી માગી છે. નોંધનીય છે કે રિચાએ ગયા અઠવાડિયે પાયલ વિરુદ્ધ ‘ખોટું, નિરાધાર, અભદ્ર અને અપમાનજનક’ નિવેદન આપવાનો આરોપ લગાવીને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આ સાથે જ તેણે નુકસાનની ભરપાઇ તરીકે નાણાકીય વળતરની માગણી કરી હતી.

Read More...

અભિનેત્રી ભૂમિ પેડણેકર લોકડાઉનમાં માંસાહાર છોડીને વેજીટેરિયન બની

દમ લગા કે હઇસોની અભિનેત્રી ભૂમિ પેડણેકરે લોકડાઉનમાં માસાહાર છોડીને વેજીટેરિયન બનવાનો નિર્ણય લઇને અમલમાં મુક્યો હતો. જેમાં અભિનેત્રી સફળ થઇ છે. તે હવે સંપૂર્ણ શાકાહારી બની ગઇ છે. તેણે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી. ભૂમિ ક્લાયમેટ ચેન્જ જેવા કામ સાથે જોડાઇ હોવાથી તેનામાં પરિવર્તન આવ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.
ભૂમિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું ઘણા વરસોથી વેજિટેરિયન બનવા ઇચ્છતી હતી. પરંતુ વરસો જૂની આદતો છોડવી સહેલી નથી. ક્લાયમેટ ચેન્જના ક્ષેત્રમાં કામ કરતાં કરતાં મને ઘણું બધુ શીખવા મળ્યું છે અને હવે મને માંસાહારી વાનગીઓ ખાવાનું મન થતું નથી. અભિનેત્રીએ વધુમાં લખ્યું છે કે, લોકડાઉનમાં મેં આ નિર્ણય લીધો છે.હું આ કામ ઘણા સમયથી કરવા ઇચ્છતી હતી પરંતુ કરી શકતી નહોતી.

Read More...

જયલલિતાના પાત્ર માટે કંગનાએ 20 કિલો વજન વધાર્યું હતું

તામિલનાડુની ટોચની અભિનેત્રી કમ મુખ્ય પ્રધાન જયલલિતાની બાયો-ફિલ્મ માટે અભિનેત્રી કંગના રનૌતે વીસ કિલો વજન વધાર્યું હોવાની જાણકારી મળી હતી.ખુદ કંગનાએ સોશ્યલ મિડિયા પર મૂકેલા ફોટોગ્રાફ સાથે લખ્યું કે મેં જયલલિતાનો રોલ કરવા માટે વીસ કિલો વજન વધાર્યું હતું. હવે ફિલ્મ પૂરી થઇ જવા આવી છે એટલે મારે ફરી એકવાર મૂળ ફિગર પાછું મેળવવું હતું. વહેલે પરોઢિયે ઊઠીને હું જોગિંગ અને યોગનાં આસનો કરું છું. વજન ઊતારવા માટે ખાસ ખોરાક લઉં છું. સખત મહેનત કરું છું જેથી મારી મૂળ પર્સનાલિટી હું પાછી મેળવી શકું.
કંગનાએ જયલલિતાના રોલ માટેનો એક અને પોતે યોગનું આસન કરી રહી હોય એવો બીજો એમ એક કરતાં વધુ ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર મૂક્યા હતા.

Read More...

તેજી બચ્ચન અમિતાભનું નામ ઇન્કિલાબ રાખવા માગતા હતા

તેમણે જણાવ્યું કે માતા તેજી બચ્ચન આઝાદીના આંદોલનથી એટલા બધા પ્રભાવિત હતા કે તેઓ તેનું નામ ઇન્કલાબ રાખવા ઇચ્છતા હતા. કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં અમિતાભે પોતાના નામ પાછળનો આ કિસ્સો સંભળાવ્યો હતો.
તેમણે કહ્યું- 1942માં જ્યારે તેજી બચ્ચન 8 મહિનાના પ્રેગ્નન્ટ હતા ત્યારે તેમણે આઝાદી માટે યોજાયેલી એક રેલીમાં ભાગ લીધો હતો. તે સમયે જ્યારે તેજી ઘરે ન દેખાયા તો ઘરવાળાએ તેમને શોધ્યા અને રેલીમાંથી પરત બોલાવ્યા.

Read More...

અભિનેતા ફરાઝખાનના હૉસ્પિટલના બિલ સલમાને ચૂકવ્યાં

બોલિવૂડના ભૂતપૂર્વ અભિનેતા ફરાઝ ખાનની તબિયત હાલ ગંભીર છે અને એ હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે એવા સમાચાર મળતાં ટોચના અભિનેતા સલમાન ખાને ફરાઝ ખાનનાં તમામ હૉસ્પિટલ બીલ્સ ચૂકતે કરી દીધા હતા. સલમાન ખાનની આ ઉદારતાને બિરદાવતાં અભિનેત્રી કાશ્મીરા શાહે ટ્વીટર પર સલમાનના વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે કોઇને મારી આ પોસ્ટ ન ગમે તો એ જાણે. તમે મને અનફોલો કરી શકો છો. હું બોલિવૂડમાં અત્યાર સુધીમાં જેટલા લોકોને મળી છું એ સૌમાં મને લાગે છે કે સલમાન ખાન એકમાત્ર સાચો ઇન્સાન છે જે બીજાને મદદ કરવા સતત તત્પર રહે છે. અભિનેતા ફરાઝ ખાન અત્યારે ક્રિટિકલ છે એવું ડૉક્ટરો કહે છે. આવા સમયે સલમાન ખાન એની પડખે ઊભો રહ્યો હતો અને એના તમામ બીલ્સ ચૂકવી દીધા હતા. સલમાન સતત બીજાઓની મદદ કરતો રહે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store