(Photo by Shaun Botterill/Getty Images)

ડેવિડ વોર્નર તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. દરેક ફોર્મેટમાં તે ધમાકેદાર બેટિંગ કરી ચૂક્યો છે. આઈપીએલની આ સીઝનમાં તે હજી સુધી તો ખાસ ચમત્કાર નથી બતાવી શક્યો, પરંતુ તે ક્રીઝ પર હોય છે તો કોઈને કોઈ નવો રેકોર્ડ થતો હોય છે. વોર્નરના નામે હવે આઈપીએલમાં 5000 રન થઈ ગયા છે. આઈપીએલમાં 5000 રન કરનારો તે પ્રથમ વિદેશી બેટ્સમેન છે. કોલકાતા સામે રમતા શનિવારે (18 ઓક્ટોબર) ડેવિડ વોર્નરે 14 રન કર્યા ત્યારે આઈપીએલમાં તેના 5 હજાર રન પૂરા થયા હતા. તેણે માત્ર 135 ઈનિંગમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે સૌથી ઝડપી છે. વિરાટ કોહલીએ 157 ઈનિંગમાં 5000 રન આ ટુર્નામેન્ટમાં કર્યા હતા. વોર્નર આ સિદ્ધિ મેળવનારો પ્રથમ વિદેશી ખેલાડી છે. અત્યાર સુધી માત્ર ત્રણ ભારતીય બેટ્સમેન જ આઈપીએલમાં 5000 રન કરી શકયા છે. ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરનારા ખેલાડીઓમાં ડેવિડ વોર્નર પ્રથમ છે. એ પછી વિરાટ કોહલી આવે છે. આ બંન્ને સિવાય સુરેશ રૈના અને રોહિત શર્મા પણ 5 હજાર રન કરી ચૂક્યા છે.