Six dead in serial shootout in Mississippi
(istockphoto.com)

ન્યૂયોર્કના મધ્યમવર્ગીય શહેર ફિશકિલમાં એકલી રહેતી ત્રણ પુત્રીઓની માતા, 44 વર્ષની એન્ડ્રીયા ગાર્લેન્ડે પોતાની સુરક્ષા માટે મે મહિનામાં એક ગન ખરીદી હતી. તેણે ગોળીબાર કેવી રીતે કરી શકાય તે માટે સ્થાનિક ગન ક્લબમાં તાલિમ લીધી હતી. ત્યારબાદ તેણે પિસ્તોલની મંજૂરી માટે અરજી પણ કરી હતી. સ્થાનિક વોલમાર્ટમાં તે અઠવાડિયામાં ત્રણવાર મુલાકાતે જાય છે. તેઓ હંમેશા બહાર રહે છે, તેવું તેણે જણાવ્યું હતું.

આ વર્ષે અમેરિકા બંદૂક ઉદ્યોગમાં રેકોર્ડ વેચાણમાં યોગદાન આપી રહેલા અન્ય પ્રથમ વખતના ગ્રાહકોની જેમ, ગારલેન્ડનો હથિયાર ખરીદવાનો નિર્ણય કોરોના વાઇરસ મહામારી, અશ્વેત લોકોની પોલીસ હત્યા અંગે સામાજિક અશાંતિના વ્યથિત કરતા સમાચારને કારણે બંદૂકના વેચાણમાં વધારો થયો છે. આ ઉપરાંત સંભવિત ચૂંટણીના ડરથી પણ હિંસા થઈ શકે છે. તેણે જણાવ્યું હતું કે, આપણી આજુબાજુ બધું ચાલતું રહ્યું હોવાથી, તમારે તે જોવાની જરૂર છે.’

તાજેતરના દાયકાઓમાં અમેરિકામાં ગનના વેચાણમાં વધારા માટે માનવામાં આવે છે કે, ગન કન્ટ્રોલ કાયદો લાગુ કરવાનો ભય, પ્રેસિડેન્ટની ચૂંટણી, સમૂહ ગોળીબાર જેવી ઘટનાઓ જવાબદાર છે તેવું એક માહિતીમાં દર્શાવ્યું છે. આ ઉદ્યોગના જાણકારો અને શિક્ષણવિદોના અભ્યાસ મુજબ શ્વેત, પુરુષ અને રાજકીય રીતે રૂચિચુસ્ત ગ્રાહકો વારંવાર એક અથવા વધુ ગનના માલિક હોય છે. આ વર્ષે બંદૂકના માર્કેટનો વ્યાપ વધ્યો છે, જેમાં પ્રથમવાર ખરીદનાર ગ્રાહકોમાં મહિલાઓ, લઘુમતીઓ અને રાજકીય રીતે મુક્ત ખરીદનારાઓનો સમાવેશ થાય છે, જેમણે ક્યારેય બંદૂકની માલિકીનો એકવાર પણ વિચાર નહોતો કર્યો, આ અંગે રોઇટર્સે ઉદ્યોગના નિષ્ણાતો, શિક્ષણવિદો અને બંદૂક સ્ટોરના માલિકોના ઇન્ટરવ્યૂઝ કર્યા હતા.

શિકાગોમાં મેક્સન શૂટર્સ સપ્લાઇઝ એન્ડ ઇન્ડોર રેન્જના માલિક ડેન એલ્ડરિજે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જે લોકો બંદૂક વિશે વિચારતા નથી, તેમને તેમનાં વિશ્વની બહાર કંઈક વિચારવાની ફરજ પાડવામાં આવે છે.’

બંદૂક ઉત્પાદનમાં મોટું નામ ધરાવતા સ્મિથ એન્ડ વેસ્સન બ્રાન્ડ્સ ઇન્કના સીઇઓ માર્ક પીટર સ્મિથ, ઉદ્યોગ વિશ્લેષકો અને ટ્રેડ ગ્રુપ્સના જણાવ્યા મુજબ આ વર્ષે પ્રથમવાર ખરીદનારાઓની સંખ્યા ખૂબ જ વધુ છે. 3 સપ્ટેમ્બરે રોકાણકારો સાથે એક કોન્ફરન્સ કોલમાં સ્મિથે એવો અંદાજ લગાવ્યો હતો કે, આ વર્ષે બંદૂકનું વેચાણ 40 ટકા વધશે, જે અગાઉના વર્ષો કરતા રાષ્ટ્રીય સરેરાશથી બે ગણું હશે.

સ્પોર્સ્ટસમેન્સ વેરહાઉસ હોલ્ડિંગ્સ ઇન્કના સીઇઓ જોન બાર્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ સાત મહિનામાં 5 મિલિયન લોકો પ્રથમવાર બંદૂક ખરીદશે તેવો કંપનીને અંદાજ છે, જે આંકડા ટ્રેડ ગ્રુપ- નેશનલ શૂટિંગ સ્પોર્સ્ટસ ફાઉન્ડેશનની માહિતી સાથે સાથે યોગ્ય જણાય છે, તેમાં રીટેલર્સનો રાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યો હતો. રોઇટર્સને આપેલા એક નિવેદનમાં વોલ્માર્ટે સ્વીકાર્યું હતું કે, શિકાર સહિતના આઉટડોર વસ્તુઓના પુરવઠાની અછત છે, પરંતુ તેણે બંદૂક અને દારૂગોળોના વેચાણ અથવા ઇન્વેન્ટરીની કોઈ વિગતો આપી નહોતી. કંપનીએ જણાવ્યું હતું કે, અમે અમારા ગ્રાહકો માટે શક્ય તેટલી ઝડપથી ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા માટે અમારા સપ્લાયર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

ગન કંપનીઓ અને સરકાર દ્વારા ગન્સના વેચાણ અથવા ગ્રાહકો વિષેની વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવતી નથી. એફબીઆઈની નેશનલ ઇન્સ્ટન્ટ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક સિસ્ટમ (NICS) – એક વ્યાપક રીતે સ્વીકૃતિ પામેલી પ્રોક્સીના જણાવ્યા મુજબ 2019 ના આ સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન પ્રવૃત્તિમાં 41% વધારો થયો છે, તે રેકોર્ડ વર્ષ હતું. સપ્ટેમ્બરના અંત સુધીમાં 28.8 મિલિયન બેકગ્રાઉન્ડ તપાસ સાથે, આ વર્ષની વૃદ્ધિ પહેલાથી જ ગયા વર્ષની 28.4 મિલિયનની સૌથી વધુ સપાટીને પાર કરી ગઈ છે.

બેકગ્રાઉન્ડમાં એવું ચકાસવામાં આવે છે કે ગ્રાહકો કોઈ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે કે નહીં, અથવા કોઇ મુદ્દા જે તેને હથિયાર ખરીદવા બાબતે અયોગ્ય માનવામાં આવે, જેમ કે ધરપકડનું વોરંટ અથવા વ્યસન જેવી બાબતો. એફબીઆઇના આંકડા મુજબ એક ટકાથી ઓછા અરજદારોને આ બાબતે ઇન્કાર કરવામાં આવે છે.

ઐતિહાસિક રીતે, અમેરિકામાં બંદૂકો ખરીદનાર શ્વેત પુરુષોનું ગ્રુપ મોટામાં મોટું છે. નોન પાર્ટિસન પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા 2017ના અભ્યાસ મુજબ, લગભગ ચોથાભાગના અશ્વેત પુરુષોની સરખામણીએ અમેરિકાના લગભગ અડધા શ્વેત પુરુષો પાસે બંદૂકની માલિકી છે.