સાઉથ આફ્રિકાના ક્રિકેટર કાગિસો રબાડા (Photo by ADRIAN DENNIS/AFP via Getty Images)

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડા આઈપીએલ-2020મા શાનદાર ફોર્મમાં રહ્યો છે અને ટીમ માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. તેણે ચેન્નાઈ શનિવારે ધારદાર બોલિંગ કરી આઈપીએલમાં સૌથી વધુ ઝડપી 50 વિકેટનો રેકોર્ડ પણ કર્યો હતો. રબાડાએ ફાફ ડુ પ્લેસિસને આઉટ કરી આઈપીએલ સૌથી ઓછી મેચમાં 50 વિકેટની સિદ્ધિ મેળવી છે.

રબાડાએ બીજો રેકોર્ડ સૌથી ઓછા બોલ પર 50 વિકેટ ઝડપનારો પણ તે પ્રથમ બોલર બની ગયો છે. આ રીતે, તેણે આઈપીએલમાં સૌથી ઓછી મેચ અને સૌથી ઓછા બોલમાં 50 વિકેટની સિદ્ધિ મેળવી છે. અગાઉ સૌથી ઓછી મેચોમાં 50 વિકેટ ઝડપવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સુનીલ નરેનના નામે હતો. સુનીલ નરેનની 32 મેચ સામે રબાડાએ 27 મેચમાં 50 વિકેટ પૂરી કરી છે.