Vol. 3 No. 261 About   |   Contact   |   Advertise 12th August 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
યુકેના ભારતીયોમાં આનંદ: ભારત ‘એમ્બર’ લિસ્ટમાં મુકાતાં ભારત જવા-આવવાનું સરળ

યુકે દ્વારા ભારતને “રેડ’’ લીસ્ટમાંથી “એમ્બર” લીસ્ટમાં ખસેડવામાં આવતા કોરોનાવાઇરસની રસીના બે ડોઝ લીધા હોય તેવા ભારત ગયેલા બ્રિટીશ નાગરિકો અને યુકે રેસિડેન્ટ્સ, ભારતથી યુકે આવતા મુસાફરો, વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, ઇમીગ્રન્ટ્સ અને ભારતથી પરત થનાર સૌ કોઇને હવે યુકેમાં ફરજિયાત 10 દિવસ માટે હોટલ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Read More...
ભારત – યુકે વચ્ચેના ટ્રાવેલ-બુકીંગમાં અનહદ વધારો

યુકે સરકારે ભારતને રેડ લીસ્ટમાંથી ખસેડીને એમ્બર લીસ્ટમાં મુકતાં જ ભારતથી યુકે આવતા મુસાફરોની સંખ્યામાં તોતીંગ વધારો નોંધાયો છે અને સંખ્યાબંઘ ભારતીયો યુકે આવી પણ ચૂક્યા છે.

Read More...
નીરવ મોદીને પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલની યુકેની કોર્ટે મંજુરી આપી

લંડન હાઇ કોર્ટના જજે સોમવારે ભારતના ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશની વિરુદ્ધમાં અપીલ કરવાની પરવાનગી આપી હતી. હાઇ કોર્ટના જજે માનસિક આરોગ્ય અને માનવ અધિકારોના આધારે આ મંજૂરી આપી હતી.

Read More...
કાલી માતાની છબીનો બિઅરના કેન પર ઉપયોગ કરાતા ઉગ્ર વિરોધ

અમેરિકા સ્થિત હિન્દુ સંગઠન દ્વારા બિઅરના કેન પર હિન્દુ દેવી કાલીમાની છબીનો ઉપયોગ કરવા બદલ ઉગ્ર વિરોધ કરાતા નોટિંગહામ નજીક લેંગલી મિલમાં આવેલી ક્રાફ્ટ બ્રુઅર્સ બેંગ ધ એલિફન્ટ બ્રુઇંગ કંપનીએ હિન્દુઓની આસ્થાને થયેલી તકલીફ અંગે સાચા દિલથી માફી માંગી જણાવ્યું હતું કે તેઓ સંબંધિત લોકો સાથે કામ કરવા માટે તૈયાર છે.

Read More...
અમેરિકામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો, રોજના એક લાખથી વધુ નવા દર્દીઓ

અમેરિકામાં કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટના રોજ એક લાખથી વધુ નવા કેસો નોંધાતા રોગચાળાએ ફરી માથું ઉંચક્યુ છે, ત્યારે રસીકરણની ઝડપ પણ વધારવામાં આવી હોવાનો સરકારે દાવો કર્યો છે.

Read More...
લીગલ ઇમિગ્રન્ટ્સના બાળકોને સિટિઝનશિપ આપવા કાર્યવાહી થશે

અમેરિકામાં પ્રમુખ જો બાઈડેનનું વહીવટીતંત્ર કાયદેસરના ઈમિગ્રન્ટ્સના બાળકોને નાગરિક્તા આપવા માટે કાયદાકીય રસ્તો કાઢવા પગલાં લઈ રહ્યું છે.

Read More...
બે મહિનામાં અમેરિકામાં એક લાખ ગ્રીનકાર્ડ બેકાર જવાની ભીતિ

અમેરિકામાં રહેતા હજારો ભારતીય અમેરિકન આઈટી પ્રોફેશનલ્સની પરેશાની વધે તેવી શક્યતા છે. આગામી બે-ત્રણ મહિનામાં એક લાખ ગ્રીનકાર્ડ્સનો ક્વોટા બિનઉપયોગી થવાથી રદ્ થાય તેવી સંભાવના છે.

Read More...
ઈન્ડિયાને કનેક્ટ કરતી ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં ભારે ડીમાન્ડ, ટિકિટના ભાવ આસમાને

ઈન્ડિયાથી વિદેશયાત્રાની માંગમાં વધારો થવાના પગલે છેલ્લા એક મહિનામાં સરેરાશ ઈકોનોમી ક્લાસની એર ટિકિટના ભાવમાં અસાધારણ વધારો નોંધાયો છે.

Read More...
ઓબીસી બિલ પસાર થતાં ગુજરાતમાં પાટીદાર અનામતનો માર્ગ મોકળો

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાનો અધિકાર આપતું મહત્ત્વનું સુધારા બિલ સંસદમાં રજૂ કરતાં હવે ગુજરાતમાં પાટીદાર અનામતનો માર્ગ મોકળો થયો છે.

Read More...
અમદાવાદ સહિતના દસ શહેરોને ભિખારીમુક્ત બનાવવા સરકારની યોજના

ગુજરાત સહિત દેશભરમાં હજારો લાખો ભિખારીઓ ભીખ માંગીને જીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ભિખારીમુક્ત દેશ બનાવવાની દિશામાં પહેલ કરી છે.

Read More...

  Sports
ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારતનો મેડલ રેકોર્ડ

રવિવારે જાપાનના પાટનગર ટોકિયોમાં ઓલિમ્પિક્સ રમત સ્પર્ધાઓનું સમાપન થયું. આ વખતે ભારતે એક ગોલ્ડ મેડલ સાથે કુલ સાત મેડલ હાંસલ કરી દેશના માટે એક નવો ઓલિમ્પિક રેકોર્ડ સ્થાપ્યો હતો.

Read More...
ઓલિમ્પિક્સમાં 13 વર્ષ પછી નીરજ ચોપરા ભારતનો ગોલ્ડન બોય

ભારતના જેવેલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપરાએ ગયા સપ્તાહે ટોકિયો ઓલિમ્પિક્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સમાં, જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો હતો.

Read More...
ભારતને 41 વર્ષ પછી ઓલિમ્પિક હોકીમાં ફરી મેડલ

ઓલિમ્પિક્સમાં ભારતના હોકી ઈતિહાસમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારતીય ટીમે ટોકિયોમાં ગયા સપ્તાહે બ્રોંઝ મેડલ માટેના જંગમાં જર્મનીને 5-4 હરાવી 41 વર્ષ પછી ફરી મેડલ હાંસલ કર્યો હતો.

Read More...
કુસ્તીમાં રવીકુમાર દહિયાને સિલ્વર, બજરંગ પૂનિયાને બ્રોંઝ

ભારતના પુરૂષ રેસલર (કુસ્તીબાજ) રવીકુમાર દહિયાએ 57 કિલો ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક સમિતિના રેસલર યૂગુઈવ ઝાવુરી સામે પરાજય પછી તે સિલ્વર મેડલ વિજેતા રહ્યો હતો.

Read More...
મહિલા હોકીમાં ભારતીય ટીમ સ્હેજમાં બ્રોંઝ ચૂકી, બ્રિટનનો 4-3થી વિજય

ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ગયા સપ્તાહે રોળાઈ ગયું હતું. બ્રિટનની મહિલા હોકી ટીમે રોમાંચક મેચમાં ભારતીય ટીમને 4-3થી હરાવી બ્રોંઝ મેડલ લઈ ગઈ હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
વિદેશી કંપનીઓને મોટી રાહતઃ પશ્ચાદવર્તી ટેક્સનો કાયદો નાબૂદ થશે

ભારત સરકારે વિવાદાસ્પદ પશ્ચાદવર્તી ટેક્સના કાયદાને નાબૂદ કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો અને તે માટે આવકવેરા ધારામાં સુધારો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વિવાદિત રેટ્રોસ્પેક્ટિવ ટેક્સના કાયદાના કારણે જ બ્રિટનની કંપનીઓ કેઇર્ન એનર્જી અને વોડાફોન પીએલસી અને બીજી 15 વિદેશી કંપનીઓ સાથે ટેક્સ સંબંધિત કેસ ચાલી રહ્યો છે.

Read More...
કેઇર્ન એનર્જીને ભારત સરકાર એક બિલિયન ડોલર રીફંડ કરે તેવી શક્યતા

વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કર્યા બાદ ભારત સરકાર બ્રિટશની કંપની કેઇર્ન એનર્જીને ૧ બિલિયન ડોલર રિફંડ કરે તેવી શક્યતા છે, એમ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું.

Read More...
વોડાફોન-આઇડિયા મુશ્કેલીમાં, કુમાર મંગલમ બિરલાનું રાજીનામુ

કુમાર મંગલમ બિરલાએ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી બુધવારે રાજીનામું આપ્યું હતું.

Read More...
ગુજરાતમાં પ્રથમવાર કપાસિયા તેલના ભાવ સિંગતેલ કરતાં વધારે

ગુજરાતમાં ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે ત્યારે ગુરુવારે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતાંય કપાસિયા તેલમાં રૂ।.10 ઉંચા ભાવે સોદા થયા હતા.

Read More...
રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની ડીલ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

Read More...
  Entertainment

દીપિકા પદુકોણ-ક્રિતી સેનન એકશન ફિલ્મોમાં

બોલીવૂડમાં એક જમાનામાં એક્શન ફિલ્મો ખૂબ જ સુપર હિટ જતી હતી. ઘણી અભિનેત્રીઓ પણ એક્શન ફિલ્મમાં પણ સફળ થઇ હતી. હવે નવી પેઢીમાં દીપિકા પદુકોણ અને ક્રિતી સેનનને એક્શન ફિલ્મમાં કામ કરવાની ઓફર થઇ અને તેમણે તે સ્વીકારી પણ ખરી.
સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ પઠાનમાં શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ, જોન અબ્રાહમ, અને ડિમ્પલ કાપડિયા મહત્વના રોલમાં જોવા મળશે.
દીપિકા આ ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવતી જોવા મળવાની છે. તે પ્રથમ વખત આવા જોખમી દ્રશ્યો ભજવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા અત્યારે ફિલ્મ પઠાન માટે હાઇ-ઓકટેન એકશન દ્રશ્યોની શૂટિંગ કરી રહી છે. દીપિકા આ માટે તાલીમ લઇ રહી છે. પઠાન ફિલ્મમાં દીપિકાને એકશન દ્રશ્યોમાં જોવી એ રસપ્રદ બાબત હશે. સંજય લીલા ભણશાલી અને દીપિકા પદુકોણ નવી ફિલ્મ માટે અત્યારે કોઇ ચર્ચા કરતા નથી. તેથી એક એવી પણ અફવા છે કે, તેમના સંબંધો અગાઉ જેવા નથી.

Read More...

સ્વ. સરોજ ખાનની બાયોપિક માટે માધુરીની ચર્ચા

એક સમયના બોલીવૂડનાં જાણીતા કોરિયોગ્રાફર સ્વ. સરોજ ખાનની પુત્રી સુકન્યાએ નિર્માતા ભૂષણકુમારને માતાની બાયોપિક માટે હક્ક આપ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક વિશે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે સુકન્યાએ નિર્માતા ભૂષણકુમાર સમક્ષ પોતાની એક ઇચ્છા વ્યક્ત કરી છે.
તેણે કહ્યું છે કે, માધુરી અને મારી સ્વર્ગીય માતાના સંબંધો બહુ સારા હતા. તેથી મને ઇચ્છા છે કે, માધુરી દીક્ષિતને પડદા પર માતાની કહાની નેરેટ કરવાની જવાબદારી આપવામાં આવે. તેમની વચ્ચે એક ખાસ સંબંધ હતો. ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલા અમે સ્ક્રિપ્ટ પર એક નજર નાખવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છે કે ફિલ્મની વાર્તા વાસ્તવિક હોય.

Read More...

શિક્ષણ પ્રેમી અક્ષયકુમાર

અક્ષયકુમારે બોલીવૂડમાં પોતાનું અનોખું સ્થાન ઊભું કર્યું છે. તે વર્ષમાં સૌથી વધુ ફિલ્મો સાઇન કરનારો અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયો છે. જોકે તે ફિલ્મોમાં સતત વ્યસ્ત રહેતો હોવા છતાં પણ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે, તે જ્યાં જરૂર હોય ત્યાં આર્થિક મદદ કરવામાં પણ મોખરે હોય છે. તાજેતરમાં તેણે કાશ્મીરમાં એક સ્કૂલના નિર્માણ માટે રૂ. એક કરોડનું દાન આપ્યું છે.
અક્ષયે ગત 17 જુને કાશ્મીરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક કેમ્પની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે એક જર્જરિત શાળા જોઇ હતી જે બીએસએફ માટે હતી. અક્ષયે આ સ્કુલને ફરીથી બચાવવા માટે ડોનેશન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Read More...

શાહરૂખ-કાજોલ…ફરીથી હમ સાથ સાથ હૈ?

બોલીવૂડ બાદશાહ, બાઝિગર તરીકે લોકપ્રિય શાહરૂખ ખાન અત્યારે પોતાની નવી ફિલ્મ પઠાનના શૂટિંગમાં વ્યસ્ત છે. અન્ય પ્રોજેક્ટ માટે પણ તેની વિવિધ દિગ્દર્શકો સાથે ચર્ચા થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકુમાર હિરાણીની નવી ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળે તેવી સંભાવના છે.
આ ફિલ્મમાં તેની સાથે કાજોલ પણ જોવા મળે તેવી પ્રબળ સંભાવનાઓ છે. આ એક સોશિયલ કોમેડી ફિલ્મ હશે જેમાં આ જોડી ઉપરાંત વિદ્યા બાલન, તાપસી પન્નુ, મનોજ બાજપેયી અને બોમન ઇરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Read More...

સોનૂ સૂદને મળ્યું વધુ એક સન્માન

કોરોના મહામારી દરમિયાન અનેક અજાણ્યા લોકોને મદદ કરીને સોનુ સૂદે અનોખી લોક ચાહના મળી છે. તેણે કરેલા સેવાકાર્યો માટે તેને વિવિધ અને જુદા પ્રકારના સન્માન મળ્યા છે. લોકોએ તેને મસીહાનું ઉપનામ પણ આપ્યું હતું. તેને ભલે ફિલ્મોમાં લોકપ્રિયતા નથી મળી પરંતુ પરંતુ પોતાના સદકાર્યોને કારણે ઘરઘરના પરિવારોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સોનૂએ તાજેતરમાં જ પોતાનો 48મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ જ દિવસે તેને એક ખાસ ભેટ મળી છે, જેના દ્વારા તેની સફળતામાં વધુ એક છોગુ ઉમેરાયું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store