ભારતના જેવેલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપરાએ ગયા સપ્તાહે ટોકિયો ઓલિમ્પિક્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સમાં, જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો હતો. નીરજે 87.58 મીટરના અંતરે ભાલો ફેંકી દેશને માટે અપ્રતિમ સફળતા હાંસલ કરી હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજ પોતાના ગ્રુપમાં ટોપ ઉપર રહ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેને શુભેચ્છા પાઠવી હતી.

ફાઇનલમાં નીરજ ચોપરા શરૂઆતથી જ આગળ હતો. તેણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. આ રીતે, ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં પણ વધુ દૂર ભાલો ફેંક્યો હતો. જેવેલિન થ્રોમાં અને એથ્લેટિક્સમાં ભારત માટે આ સૌપ્રથમ મેડલ છે.
નીરજ ચોપરા પાસે આખા દેશને ગોલ્ડ મેડલની આશા હતી, જે તેણે પૂર્ણ કરી છે.