પુરૂષોની ફ્રીસ્ટાઈલ 57 કિલો વર્ગની ફાઈનલમાં રવિ દહિયાને 2 વારનાં વર્લ્ડ ચેમ્પિયન રશિયાના ઝાવુર ઉગુએવ સામે 4-7થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. REUTERS/Leah Millis

ભારતના પુરૂષ રેસલર (કુસ્તીબાજ) રવીકુમાર દહિયાએ 57 કિલો ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક સમિતિના રેસલર યૂગુઈવ ઝાવુરી સામે પરાજય પછી તે સિલ્વર મેડલ વિજેતા રહ્યો હતો. તો બજરંગ પૂનિયાએ બ્રોંઝ મેડલ મેળવ્યો હતો.

દહિયા માટે આ પ્રથમ ઓલિમ્પિક્સ હતી. આ રીતે, તેણે ડેબ્યૂ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલની સિદ્ધિ મેળવી હતી. ફાઇનલમાં રવીનો 7-4થી રશિયન હરીફ સામે પરાજય થયો હતો. રવીકુમારે સુશીલ કુમારના રેકોર્ડની બરોબરી કરી છે. 2008ની ઓલિમ્પિકસથી ભારત રેસલિંગમાં સતત મેડલ જીતતું રહ્યું છે. આ અગાઉ લંડન ઓલિમ્પિક્સમાં સુશીલ કુમારને આ સિદ્ધિ મળી હતી. રેસલિંગમાં રવીકુમારે દહિયાએ ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો છે.

બજરંગને બ્રોંઝઃ બજરંગ પૂનિયાએ કઝાખસ્તાનના નિયાઝબેકોવ ડોલેટને 8-0 થી હરાવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. પુરુષોની ફ્રી સ્ટાઈલમાં 65 કિલોગ્રામ વર્ગમાં સેમિફાઈનલમાં બજરંગ પૂનિયાનો મુકાબલો ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન, અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો, જેમાં તે 5-12થી હાર્યો હતો.