(Photo by SEYLLOU/AFP via Getty Images)

ગુજરાતમાં ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે ત્યારે ગુરુવારે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતાંય કપાસિયા તેલમાં રૂ।.10 ઉંચા ભાવે સોદા થયા હતા. વેપારી સૂત્રોએ જણાવ્યું કે કેટલીક મિલોનું સિંગતેલ કપાસિયા કરતા પણ ઓછા ભાવે મળે છે.

એક સમયે સિંગતેલના ભાવ ઉંચા હોવાથી લોકો લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા, પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે વિમાસણ સર્જાઈ હતું. રાજકોટમાં 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના રૂ।.2435થી મહત્તમ રૂ।.2485ના ભાવે સોદા થયા હતા. અગાઉના દિવસે રૂ।.2435-2465ના ભાવે વેચાયેલ કપાસિયા તેલમાં ગુરુવારે રૂ।.10નો વધારો થતા રૂ।.2455-2485ના ભાવે સોદા થયા હતા.