Vol. 3 No. 278 About   |   Contact   |   Advertise 10th February 2022


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સ્વરસામ્રાજ્ઞી, ભારતરત્ન લતા મંગેશકરના સૂર પંચમહાભૂતમાં વિલીન

ભારતમાં સંગીતની દુનિયા પર સાત-સાત દાયકા સુધી એકચક્રી શાસન કરી ચાહકોના દિલમાં કાયમી સ્થાન જમાવનારાં ભારત રત્ન લતા મંગેશકરે રવિવારે (6 જાન્યુઆરી) પોતાની સંગીતયાત્રા આટોપી લીધી હતી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સવારે ૮.૧૨ કલાકે તેમનો જીવન દીપ બુઝાઈ ગયો હતો. સદીની મહાન ગાયિકાના નિધનના સમાચાર વીજળી વેગે દુનિયાભરમાં ફરી વળતા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

Read More...
મહારાણી એલિઝાબેથ બીજાંના 70 વર્ષના શાસનની ઉજવણી

ક્વીન એલિઝાબેથ બીજાં યુનાઇટેડ કિંગડમ, તેના ક્ષેત્રો અને કોમનવેલ્થના લોકોની સેવાના 70 વર્ષની ઉજવણી રવિવારે કરી રહ્યા છે અને પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરનારા પ્રથમ બ્રિટિશ સામ્રાજ્ઞી બનશે.

Read More...
મહારાણીએ કેમિલાને ક્વીન કોન્સોર્ટ બનાવવાનું સમર્થન કર્યું

મહારાણી એલીઝાબેથે બીજાએ તેમના શાસનની 70મી વર્ષગાંઠ નિમિત્તે એક સંદેશમાં કહ્યું હતું કે ‘’હું ઇચ્છુ છું કે પ્રિન્સ ચાર્લ્સ રાજા બને ત્યારે કેમિલા

Read More...
લોર્ડ અહેમદને બાળકોના જાતીય શોષણ માટે સાડા પાંચ વર્ષની જેલ

ભૂતપૂર્વ લેબર રાજકારણી અને લોર્ડ નઝીર અહેમદને કિશોરાવસ્થામાં આચરવામાં આવેલા બાળકોના ગંભીર જાતીય શોષણ માટે પાંચ વર્ષ અને છ મહિનાની જેલ કરવામાં આવી છે. Read More...

ટોરોન્ટોના મંદિરોમાં ચોરી, તોડફોડની ઘટનાઓથી પૂજારીઓ-ભક્તો ભયભીત

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરીઆમાં છેલ્લા કેટલાક દિવસોમાં છ મંદિરોમાં લૂંટફાટની સાથે તોડફોડની ઘટના બની છે.

Read More...
ભાગેડુ બિઝનેસમેન નાણાં ચૂકવવા તૈયાર હોય તો તેમને પરત ફરવાની મંજૂરી કેમ નહીં? સુપ્રીમ કોર્ટ

ભારતની સુપ્રીમ કોર્ટે સરકારને મંગળવારે સલાહ આપી હતી કે જો ભાગેડુ બિઝનેસમેન રૂપિયા ચૂકવવા તૈયાર છે તો તેમને ભારત પાછા આવવા દેવા અને તેમની સામે ચાલી.

Read More...
ભારત – પાકિસ્તાનમાં કામ કરતી ચાર મલ્ટિનેશનલ્સ કાશ્મીર મુદ્દે વિવાદમાં, ભારતમાં ઉગ્ર વિરોધ પછી કો‌રિયાના વિદેશ પ્રધાને માફી માગી

પાકિસ્તાનમાં પાંચ ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે સાઉથ કોરિયાની કાર કંપની-હ્યુન્ડાઇ, કિયા મોટર્સ.

Read More...
ન્યૂયોર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ

અમેરિકાના ન્યૂયોર્કના મેનહેટનમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પર શનિવાર, 5 ફેબ્રુઆરએ અજાણ્યા લોકોએ હુમલોએ હુમલો કર્યો હતો.

Read More...
અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસ: સ્પેશ્યલ કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યો

વર્ષ 2008માં અમદાવાદના અલગ-અલગ 20 વિસ્તારમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટના કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે મંગળવાર.

Read More...
જૂનાગઢના સંત પૂજ્ય કાશ્મીરી બાપુનું નિધન

જૂનાગઢમાં સંત પૂજ્ય કાશ્મીરી બાપુનું રવિવાર, છ ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેમની ઉંમર 97 વર્ષની હતી. સંત કાશ્મીરી બાપુ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.

Read More...
ગુજરાતી અભિનેત્રી ભક્તિ કુબાવત સહિતના કલાકારો ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી ભક્તિ કુબાવત અને મમતા સોનીએ પણ ભાજપમાં જોડાયા છે.

Read More...
રાજકોટના પોલીસ કમિશનર સામે ઉઘરાણા કરતા હોવાનો ધારાસભ્યનો આક્ષેપ, સાંસદ રામભાઈ મોકરિયાનું સમર્થન

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રૂપિયા ઉઘરાવવાનું.

Read More...

  Sports
ભારત અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં પાંચમીવાર ચેમ્પિયન

મેન ઓફ ધ મેચ રાજ બાવાએ પાંચ વિકેટ ખેરવી અને ૩૫ રન પણ કરી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો અને રવિવારે વેસ્ટ.

Read More...
IPLની બે નવી ટીમના નામો ‘અમદાવાદ ટાઈટન્સ’ અને ‘લખનઉ સુપર જાયન્ટ્સ’

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં આ વર્ષથી જોડાઈ રહેલી અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ અમદાવાદ ટાઈટન્સ રાખ્યું.

Read More...
અમદાવાદમાં 1000મી વન-ડેમાં ભારતે કેરેબિયન્સને છ વિકેટે હરાવ્યા

સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલે ૪૯ રનમાં ચાર અને વોશિંગ્ટન સુંદરે ૩૦ રનમાં ત્રણ વિકેટ લઈ વેસ્ટ ઈન્ડિઝને પહેલી વન-ડેમાં 176 રનમાં જ પેવેલિયન.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
 
  Business
ફેસબૂકના ઇતિહાસમાં પ્રથમવાર યુઝર્સ ઘટ્યાં

વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પાયો નાંખનાર કંપનીઓમાંની એક ફેસબૂકે હવે ટિકટોક અને યુટયૂબનો આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી ફેસબૂકના ૧8 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત તેના દૈનિક યુઝર્સ બેઝમાં ઘટાડો નોંધાયો છે. અનેક વિવાદોના કારણે વૈશ્વિક સ્તરે ટીકાઓનો સામનો કરનાર ફેસબૂકે ડિસેમ્બર ૨૦૨૧ના ત્રિમાસિક સમયમાં વૈશ્વિક સ્તરે પાંચ લાખ દૈનિક યુઝર્સ ગુમાવ્યા હતા. ફેસબુકના દૈનિક એક્ટિવ યુઝર્સની સંખ્યા સમગ્ર વિશ્વમાં અગાઉના ત્રિમાસિકમાં ૧.૯૩ બિલિયન હતી જે હાલ ઘટીને ૧.૯૨ બિલિયન થઇ ગઇ છે. દુનિયામાં હવે ટિકટોક અને યુટયૂબનું ચલણ વધતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબૂકની રાજાશાહી સામે જોખમ પેદા થયું છે. એટલું જ નહીં ડિસેમ્બર ત્રિમાસિકના નબળા પરિણામોના કારણે એક જ દિવસમાં ફેસબૂકની માર્કેટ કેપમાં રૂ. ૧૪.૯ લાખ કરોડ અને સીઈઓ ઝુકરબર્ગની સંપત્તિમાં રૂ. ૧.૭૯ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

Read More...
સરકાર 10 વર્ષમાં પ્રથમવાર સરકારી બેન્કોમાં નાણાં નહીં ઠાલવે

ભારત સરકારે 10 વર્ષમાં પ્રથમવાર સરકારી બેન્કોમાં નાણાં નહીં ઠાલવવાનો નિર્ણય કર્યો છે આગામી નાણાકીય વર્ષના બજેટમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં નવી મૂડી નહીં ઠાલવવાનો નિર્ણય દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિ મજબૂત બની ગઈ હોવાના સંકેત આપે છે. ૨૦૧૪થી અત્યારસુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં સરકારે રૂપિયા ૩.૬૦ લાખ કરોડ ઠાલવ્યા છે. સરકારી બેન્કોમાં મૂડી નહીં ઠાલવવાનો અર્થ બેન્કોની મૂડીમાં મૂડીની સ્થિતિ મજબૂત હોવાનો સરકારને વિશ્વાસ છે, એમ રેટિંગ એજન્સીઓ માની રહી છે. આગામી નાણાં વર્ષમાં સરકાર બેન્કોમાં અધવચ્ચે પણ કોઈપણ મૂડી ઠાલવશે તેવી શકયતા જણાતી નથી.

Read More...
અમેરિકામાં ખાનગી કંપનીઓએ નોકરીઓમાં 3 લાખનો કાપ મૂક્યો

અમેરિકાની ખાનગી કંપનીઓએ જાન્યુઆરી 2022માં આશરે ત્રણ લાખ નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કંપનીઓના આ છટણી સંકેત આપે છે કે ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે અમેરિકાના શ્રમ બજારમાં રિકવરી ખોરવાઈ ગઈ છે, એમ પે-રોલ ડેટા કંપની ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ (એડીપી)એ તેના અહેવાલમાં જણાવ્યું હતું.

Read More...
એશિયાના સૌથી મોટા શ્રીમંતનું મુકેશ અંબાણીનું બિરૂદ ચીની બિઝનેસમેનને ફાળે ગયું

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું બિરુદ વર્ષના છેલ્લા દિવસે છીનવાઇ ગયું હતું. ચીનના બોટલ વોટર કિંગ કહેવાતા ઝોંગ શાનશને આ બિરુદ છીનવી લીધું હતું. 66 વર્ષીય ઝોંગ શાનશન હવે એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા હતા. પત્રકાર, મશરૂમ ફાર્મિંગ અને હેલ્થ કેરમાં પોતાનો હાથ અજમાવી ચુકેલા ઝોંગે મુકેશ અંબાણી અને જેક માને પાછળ મૂકી દીધા હતા. બ્લૂમબર્ગ મિલેનિયર્સ ઇન્ડેક્સમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઝોંગની સંપત્તિ 70.9 બિલિયન ડોલર્સ વધીને 77.8 બિલિયન ડોલર્સ થઇ ગઇ હતી. 2020ના વર્ષમાં ઝોંગની સંપત્તિમાં થયેલા આ વધારાના પગલે તેઓ વિશ્વના પરના સૌથી અમીર વ્યક્તિમાં 11મા સ્થાને પહોંચી ગયા હતા.

Read More...
  Entertainment

લતા મંગેશકર: 1974માં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય

ભારતના નાઇટિંગેલ તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર લંડનના આઇકોનિક રોયલ આલ્બર્ટ હોલમાં લાઇવ પરફોર્મન્સ આપનાર પ્રથમ ભારતીય કલાકાર તરીકેનું ગૌરવ ધરાવે છે. લતા મંગેશકરે 1974માં આંતરરાષ્ટ્રીય મંચ પર પદાર્પણ માટે UKને પસંદ કરી ભરચક પ્રેક્ષકો સમક્ષ કેટલીક સૌથી પ્રિય ધૂનો રજૂ કરી હતી. તેમણે એ વખતે હિન્દીમાં શો દરમિયાન આપેલા સંક્ષિપ્ત ભાષણમાં કહ્યું હતું કે “ભારત બહાર આ મારો પહેલો કોન્સર્ટ છે. હું ખૂબ જ નર્વસ છું, પરંતુ હું ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું.” તેમણે કિશોર કુમાર, હેમંત કુમાર અને અગ્રણી સંગીતકારો એસ.ડી. બર્મન અને નૌશાદ જેવા બોલિવૂડના સમકાલીન કલાકારો સાથે ગાવાની યાદો શેર કરી હતી.

Read More...

જયારે લતાજીનું એ મેરે વતન કે લોગો …ગીત સાંભળીને નહેરુજી રડી પડયા

ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨માં યુધ્ધ થયું જેમાં ભારતીય સેનાએ પીછેહટ કરવી પડી હતી. જવાનોએ બહાદૂરી બતાવી પરંતુ ભારત સરકારની અધૂરી તૈયારીઓ અને ચીન પરનો અતિ ભરોસો યુધ્ધમાં ભારે પડયો હતો. ચીન સામે બહાદૂરીથી લડેલા જવાનો માટે સંગીતકાર સી રામચંદ્રના સંગીત નિર્દેશનમાં કવી પ્રદિપે લખેલા એ મેરે વતન કે લોગો.. ગીતને લતા મંગેશકરે ગાઇને દેશવાસીઓની સંવેદનાને ઢંઢોળી હતી. આ એક બિન ફિલ્મી ગીત હતું જે એક સંગીત કાર્યક્રમમાં રજૂ થયું હતું. દિલ્હીમાં ગણતંત્ર દિવસે રામલીલા મેદાનમાં લતા મંગેશકરનું આ ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રડી પડયા હતા. આ ગીત આજે પણ સર્વશ્રેષ્ઠ દેશ ભકિત ગીતમાં ગણાય છે. જે પણ શાંત ચિત્તે સાંભળે છે તેનું મન દેશભકિતથી ભરાઇ જાય છે. ગીતના શબ્દોમાં લતા મંગેશકરના અવાજની કરુણાસભર મીઠાશ અને સી રામચંદ્રના સંગીતની કમાલને વિવેચકોએ ખૂબ વખાણી છે.

Read More...

કોકિલકંઠી લતા મંગેશકરની કેટલીક રસપ્રદ વાતો

ભારતરત્ન અને વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનું મુંબઈમાં 92 વર્ષની વયે 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર ભારતમાં શોક વ્યાપી ગયો હતો. -વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કાર્યક્રમમાં લતા મંગેશકરએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત ‘એ મેરે વતન કે લોગો’ ગાયુ હતુ ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store