Gandhi and some parts of RSS removed from history books
(istockphoto.com)

અમેરિકાના ન્યૂયોર્કના મેનહેટનમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પર શનિવાર, 5 ફેબ્રુઆરએ અજાણ્યા લોકોએ હુમલોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચ્યું હતું. ભારતીય અમેરિકી સમુદાયે મહાત્મા ગાંધીની પ્રતિમા પર કરવામાં આવેલાં આ હુમલાને લઈ ભારે રોષ અને નારાજગી વ્યક્ત કરી હતી અને હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ભારતીય દૂતાવાસે પણ આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

ન્યૂયોર્કમાં ભારતના દૂતાવાસે કહ્યું કે, આ ઘટના શનિવારની છે, જ્યારે અમુક અજાણ્યા લોકોએ પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. તેઓએ કહ્યું કે દૂતાવાસ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના આ કૃત્યની આકરા શબ્દોમાં નિંદા કરે છે. તેઓએ જણાવ્યું કે આ મામલો ઉઠાવવામાં આવ્યો છે અને આ પ્રકારના ઘૃણાસ્પદ કૃત્ય માટે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

ગાંધી મેમોરિયલ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશને આઠ ફૂટ ઊંચી આ પ્રતિમા દાન કરી હતી અને ગાંધીની 117મી જન્મજયંતિના અવસર પર બે ઓક્ટોબર 1986ના રોજ તેને સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને 2001માં હટાવી દેવામાં આવી હતી અને 2002માં પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી. ગત મહિને અજાણ્યા અસામાજિક તત્વોએ આ પ્રકારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં મહાત્મા ગાંધીની અન્ય પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.

આ પહેલાં 26 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમાને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ અનેક દેશોમાં રેલી નીકાળી હતી. લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર ભારતના બંધારણ અને ધ્વજની એક કોપી પણ સળગાવી હતી. અમેરિકાના વોશિંગટનમાં ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની મૂર્તિ પર પોતાનો ઝંડો લગાવી દીધો હતો.

ગત વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારત સરકાર પાસેથી ગિફ્ટમાં મળેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને આ ઘટનાની નિંદા કરતાં તેને શરમજનક ગણાવી હતી. આ પ્રતિમાનું અનાવરણ ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને જાતે કર્યું હતું. જે બાદ 24 કલાકની અંદર જ પ્રતિમા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.