ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેત્રી ભક્તિ કુબાવત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી ભક્તિ કુબાવત અને મમતા સોનીએ પણ ભાજપમાં જોડાયા છે. અભિનેત્રી કામિની પટેલ, અભિનેત્રી જ્યોતિ શર્મા, અભિનેત્રી ફાલ્ગુની રાવલ, અભિનેત્રી મમતા સોની, અભિનેત્રી ભક્તિ કુબાવત, ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક સનીકુમાર, ગુજરાતી ફિલ્મનિર્માતા હેતલ ઠક્કર અને નાટ્ય કલાકાર પ્રશાંત બારોટ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયાં હતાં.

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તમામ લોકોનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. ચૂંટણી અગાઉ ઘણા લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા સમય અગાઉ જ ગાયક કલાકાર વિજય સુંવાળા પણ ભાજપમાં જોડાયા હતા. અગાઉ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ બાદમાં આપનો સાથ છોડી તેઓ ભાજપમાં ભળી ગયા હતા.