(ANI Photo)

ભારતરત્ન અને વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનું મુંબઈમાં 92 વર્ષની વયે 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર ભારતમાં શોક વ્યાપી ગયો હતો.

-વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કાર્યક્રમમાં લતા મંગેશકરએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત ‘એ મેરે વતન કે લોગો’ ગાયુ હતુ ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

-લતા મંગેશકર રેકોર્ડિંગના સમયે તેઓ ખુલ્લા પગે રહેતા હતા.

-તેમના પિતાજી દ્વારા આપેલા તંબૂરાને આજીવન સાચવીને રાખ્યું છે.

-લતા મંગેશકરને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. વિદેશમાં તેમણે ઉતારેલા છાયાચિત્રની પ્રદર્શની પણ લાગી હતી.

-રમતમાં તેમને ક્રિકેટનો ખૂબ શોખ છે. ભારતના કોઈ મોટા મેચના દિવસે તેઓ બધા કામ મૂકી મેચ જોવાનુ પસંદ કરે છે.

-કાગળ પર કંઈક લખતા પહેલા તેઓ શ્રીકૃષ્ણ લખે છે.

-હિટ ગીત ‘આએગા આને વાલા..’ માટે તેમને 22 રીટેક આપવા પડ્યા હતા.

– લતા મંગેશકરની પસંદગીનું ભોજન કોલ્હાપુરી મટન અને તળેલી માછલી છે.

-ચેખોવ અને ટોલ્સટોય, ખલીલ જિબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તેઓ જ્ઞાનેશ્વરી અને ગીતા પણ પસંદ કરે છે.

-કુંદનલાલ શહગલ અને નૂરજહાં તેમના પસંદગીના ગાયક-ગાયિકા હતા. શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં લતા

-મંગેશકરને પંડિત રવિશંકર, જસરાજ, ભીમસેન, મોટા ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ હતા.

-ગુરૂદત્ત, સત્યજિત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ હતી.

-ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખૂબ પસંદ હતા.

-પડોસન, ગૉન વિથ દ વિંડ અને ટાઈટેનિક લતાની પસંદગીની ફિલ્મો છે.

-સ્ટેજ પર ગાતી વખતે તેમને પહેલીવાર 25 રૂપિયાનું ઈનામ મળ્યું હતું. જેને એ પોતાની પહેલી કમાણી માને છે.

-અભિનેત્રીના રૂપમાં તેને પહેલીવાર 300 રૂપિયા મળ્યા હતા.

-ઉસ્તાદ અમાન ખાં ભિંડી બજારવાળા અને પંડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરુ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતા.

-તેઓ મરાઠી ભાષી છે, પણ હિંદી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત ગુજરાતી અને પંજાબી ભાષામાં વાત કરી શકતા હતા.

-ગીતકારમાં આનંદ બક્ષી દ્વારા લખેલા 700થી વધારે ગીત લતા મંગેશકરએ ગાયા છે.

-વર્ષ 1951માં લતાજીએ સર્વાધિક 225 ગીત ગાયા હતા.

-આજા રે પરદેશી(મધુમતિ 1958) કહીં દીપ જલે કહીં દિલ (બીસ સાલ બાદ 1962) તુમ્હી મેરે મંદિર(ખાનદા 1965)અને આપ મુઝે અચ્છે લગને લગે (જીને કી રાહ 1969) માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યા પછી લતા મંગેશકરએ આ પુરસ્કારને સ્વીકાર કરવાનુ બંધ કરી દીધું. તેઓ ઈચ્છતા હતા કે નવી ગાયિકાને આ પુરસ્કાર મળે.