due to record inflation
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે 10 વર્ષમાં પ્રથમવાર સરકારી બેન્કોમાં નાણાં નહીં ઠાલવવાનો નિર્ણય કર્યો છે  આગામી નાણાકીય વર્ષના બજેટમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં નવી મૂડી નહીં ઠાલવવાનો નિર્ણય દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિ મજબૂત બની ગઈ હોવાના સંકેત આપે છે. ૨૦૧૪થી અત્યારસુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં સરકારે રૂપિયા ૩.૬૦ લાખ કરોડ ઠાલવ્યા છે.

સરકારી બેન્કોમાં મૂડી નહીં ઠાલવવાનો અર્થ બેન્કોની મૂડીમાં મૂડીની સ્થિતિ મજબૂત હોવાનો સરકારને વિશ્વાસ છે, એમ રેટિંગ એજન્સીઓ માની રહી છે. આગામી નાણાં વર્ષમાં સરકાર બેન્કોમાં અધવચ્ચે પણ કોઈપણ મૂડી ઠાલવશે તેવી શકયતા જણાતી નથી.

મજબૂત બેલેન્સ શીટસને કારણે બેન્કો બજારમાંથી નાણાં ઊભા કરવાની સ્થિતિમાં છે. ચાલુ નાણાંકીય વર્ષમાં રૂપિયા ૨૦,૦૦૦ કરોડની બજેટ જોગવાઈ છતાં સરકારે રૂપિયા ૧૫૦૦૦ કરોડ જ ઠાલવ્યા હોવાનું ઈક્રાના સુત્રોએ જણાવ્યું હતું.

સરકારી બેન્કોમાં શિસ્તતા લાવવાના રિઝર્વ બેન્કના તાજેતરના વર્ષોના પગલાંને કારણે બેન્કોેના નફામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશની ધિરાણ માગને પહોંચી વળવાની પણ બેન્કો હાલમાં ક્ષમતા ધરાવે છે, એમ ઈન્ડિયા રેટિંગ્સના સુત્રોએ જણાવ્યું હતું.

૨૦૧૪ બાદ બેન્કો જ્યારે ખોટ કરી રહી હતી  અને તેમની એસેટ કવોલિટી કથળી ગઈ હતી ત્યારે સરકારે તેમાં નાણાં ઠાલવીને તેમનો ટેકો પૂરો પાડયો હતો. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.

એનએનપીએ  જે ૩૧મી માર્ચ ૨૦૧૮ના રોજ ૮ ટકા હતી તે ગયા વર્ષના ૩૦ સપ્ટેમ્બરના ઘટીને ૨.૮૦ ટકા પર આવી ગઈ હતી.  બેન્કોમાં કોઈ નવી મૂડી ઠાલવવાની જાહેરાત ન કરાઈ  હોય તેવું છેલ્લા દસ વર્ષમાં પ્રથમ વખત જોવા   મળ્યું હોવાનું  વિશ્લેષકે જણાવ્યું હતું.