A Life Poem of Queen Elizabeth
(Photo by Chris Jackson/Getty Images)

ક્વીન એલિઝાબેથ બીજાં યુનાઇટેડ કિંગડમ, તેના ક્ષેત્રો અને કોમનવેલ્થના લોકોની સેવાના 70 વર્ષની ઉજવણી રવિવારે કરી રહ્યા છે અને પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરનારા પ્રથમ બ્રિટિશ સામ્રાજ્ઞી બનશે.

95 વર્ષના મહારાણી અભૂતપૂર્વ વર્ષગાંઠની ઉજવણી માટે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉજવણીના ભાગરૂપે ગુરુવાર 2 જૂનથી રવિવાર 5 જૂન સુધી ચાર દિવસીય યુકે બેંક હોલિડે વીકેન્ડની જાહેરાત કરાઇ છે. બકિંગહામ પેલેસે જાહેરાત કરી હતી કે આ બેંક હોલીડે સમગ્ર યુકેમાં સમુદાયો અને લોકોને ઐતિહાસિક માઈલસ્ટોનની ઉજવણી માટે એકસાથે આવવાની તક પૂરી પાડશે. તે દરમિયાન જાહેર કાર્યક્રમો અને સામુદાયિક પ્રવૃત્તિઓ ઉપરાંત રાણીની 70 વર્ષની સેવાને હાઈલાઈટ કરતા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, ધ ક્વીન્સ ગ્રીન કેનોપી અને પ્લેટિનમ પુડિંગ કોમ્પિટિશન સહિતની પહેલી ક્વીન્સ જ્યુબિલીનું કાયમી રીમાઇન્ડર બનશે. ક્વીન્સ પ્રાઈવેટ એસ્ટેટ પણ ખાસ જ્યુબિલી થીમ આધારિત ઈવેન્ટ્સનું આયોજન કરશે.

આ પ્રસંગને યાદગાર બનાવવા ધ બિગ જ્યુબિલી લંચ અને ફોર્ટનમ એન્ડ મેસન પરફેક્ટ પ્લેટિનમ પુડિંગ રેસીપી બનાવવા આઠ અને તેથી વધુ વયના યુકેના રહેવાસીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરાઈ છે. પાંચ ફાઇનલિસ્ટ ડેમ મેરી બેરી, મોનિકા ગેલેટી અને બકિંગહામ પેલેસના હેડ શેફ માર્ક ફ્લાનાગન સહિત નિષ્ણાત જજિંગ પેનલ માટે તેમનું પુડિંગ તૈયાર કરશે. વિજેતા રેસીપી લોકોને ઉપલબ્ધ કરાવાશે.

ક્વીન્સ બર્થડે પરેડ (ટ્રૂપિંગ ધ કલર) માટે 1,400થી વધુ પરેડિંગ સૈનિકો, 200 ઘોડા અને 400 સંગીતકારો પરંપરાગત પરેડમાં રાણીના સત્તાવાર જન્મદિવસની ઉજવણી માટે એકસાથે આવશે. એ સામાન્ય રીતે જૂનના બીજા શનિવારે યોજાય છે. બકિંગહામ પેલેસથી શરૂ થતી પરેડ ધ મોલથી નીચે હોર્સ ગાર્ડની પરેડ તરફ જશે, જેમાં શાહી પરિવારના સભ્યો ઘોડા પર અને ગાડીઓમાં જોડાશે. પરેડ પરંપરાગત રોયલ એર ફોર્સ ફ્લાય-પાસ્ટ સાથે સમાપ્ત થશે, બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી રાણી અને શાહી પરિવારના સભ્યો દ્વારા નિહાળવામાં આવશે.