ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં આ વર્ષથી જોડાઈ રહેલી અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ અમદાવાદ ટાઈટન્સ રાખ્યું છે, તો બીજી ટીમ લખનૌ ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ લખનૌ સુપર જાયન્ટ્સ રાખ્યું છે. લખનૌની ટીમનો સુકાની લોકેશ રાહુલ તથા અમદાવાદની ટીમનો સુકાની હાર્દિક પંડ્યા છે. બંને ટીમો આ વર્ષે ટુર્નામેન્ટમાં પદાર્પણ કરશે.

આઈપીએલમાં ખેલાડીઓ માટેનું મેગા ઓક્શન આગામી તા. 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે. આ હરાજીમાં 590 ખેલાડીઓ માટે બોલી લાગી શકે છે, તેમાં 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ છે. મેગા ઓક્શન અગાઉ વર્તમાન આઠ ટીમોએ તેમની પસંદગીના ખેલાડીઓ રીટેઈન કર્યા હતા અને બાકીના ખેલાડીઓને રીલીઝ કર્યા હતા.