Vol. 3 No. 301 About   |   Contact   |   Advertise August 17, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતના 76માં સ્વાતંત્ર્ય દિવસની સર્વત્ર ઉત્સાહભેર ઉજવણી

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાના પ્રસંગે સોમવારે સ્વાતંત્ર્ય દિને દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકોએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘર પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સમગ્ર દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’માં ગળાડૂબ થઈ ગયો હતો. દેશવાસીઓના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવા ભારત સરકારનું ત્રણ દિવસનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શનિવારથી શરૂ થઈ ગયું હતું. દેશના મોટા નેતાઓ, બોલિવૂડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય માણસે આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું હતું. પરદેશમાં વસતા ભારતીયોએ પણ એકબીજાને ભારતના સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Read More...
યુકે, યુરોપ જતા ભારતીયોને વીસા મળે નહીં ત્યાં સુધી એર ટિકિટ નહીં લેવા બ્રિટિશ રાજદૂતની સલાહ

યુકે જવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓને બ્રિટનના ભારત ખાતેના હાઈ કમિશનર એલેક્સ એલિસે એવી સલાહ આપી છે કે, વીસાની પ્રોસેસમાં વિલંબ થઈ રહ્યો છે અને પ્રવાસીઓએ વીસા હાથમાં આવે નહીં ત્યાં સુધી એર ટિકિટ ખરીદવી નહીં.

Read More...
યુકેના વડા પ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ આગળ

યુકેના વડાપ્રધાન પદની રેસમાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે તેમના હરીફ અને ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનક પર તા. 14ને રવિવારે થયેલા ટોરી સભ્યોના નવા સર્વે મુજબ 22 પોઈન્ટની કમાન્ડિંગ લીડ જાળવી રાખી છે.

Read More...
યુકેના અનેક વિસ્તારોમાં દુષ્કાળ, કાળઝાળ ગરમીમાં 23ના મોત

સમગ્ર યુકેમાં એક અઠવાડિયાથી વધુ સમય કાળઝાળ ગરમી અને દેશમાં 40 વર્ષ કરતાં વધુ સમય પછી સૌપ્રથમવાર સાવ વરસાદ વિનાના લાંબા સમરના કારણે યુકેના અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ જાહેર

Read More...
અમેરિકામાં મુસ્લિમોની હત્યામાં ‘શિયા – સુન્ની દુશ્મની’ કારણરૂપ હોવાની આશંકા

અમેરિકામાં એક મુસ્લિમ વ્યક્તિ પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચાર મુસ્લિમોની શ્રેણીબદ્ધ હત્યાનો આરોપ મૂકાયો છે. આ અંગે એક અગ્રણી અમેરિકન ઇસ્લામિક સંગઠને જણાવ્યું હતું કે, આ ઘટના ‘શિયા વિરોધી તિરસ્કાર’ દ્વારા પ્રેરિત હોઈ શકે છે.

Read More...
ભારતના ડીફેન્સ એટેચી એસ્કોર્ટ વિના પેન્ટાગોનની મુલાકાત લઇ શકશે

અમેરિકન ડીફેન્સ ડીપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતના ડીફેન્સ એટેચીને હવે પેન્ટાગોનમાં એસ્કોર્ટ વિના આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે.

Read More...
ટ્રમ્પના નિવાસે દરોડામાં અત્યંત ‘ગુપ્ત દસ્તાવેજો’ મળી આવ્યા!

ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પના ફ્લોરિડા એસ્ટેટ ઉપર દરોડા દરમિયાન એફબીઆઇને અત્યંત ગુપ્ત દસ્તાવેજો મળ્યાના મીડિયા અહેવાલો વચ્ચે ન્યાય વિભાગના અધિકારીઓ ટ્રમ્પના આવાસે દરોડાની સત્તા આપતા વોરન્ટ જાહેર કરવાની તૈયારીમાં લાગ્યા હતા.

Read More...
વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં હુમલો

ભારતીય મૂળના મશહૂર બ્રિટિશ લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન શુક્રવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતા. ન્યૂયોર્કના બફેલો પાસે તેમના લેક્ચર પહેલા મંચ પર જ તેમની ગળા પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.

Read More...
બિલકિસબાનો કેસના 11 દોષિતોને 18 વર્ષ બાદ જેલમુક્ત કરાયા

ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા બદલ આજીવન કેદની સજા પામેલ તમામ 11 દોષિતને જેલમાંથી સોમવારે મુક્ત કરવામાં આવ્યા હતા.

Read More...
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, સિઝનનો 84% વરસાદ

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રવિવાર, 14 ઓગસ્ટ સુધીમાં સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્લાં ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે.

Read More...

  Sports
રાહુલ ફિટ, ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણીમાં સુકાનીપદે રહેશે

ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે બેટ્સમેન કે. એલ. રાહુલને ફિટ જાહેર કર્યો છે અને હવે તે ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ત્રણ વન-ડેની શ્રેણીમાં ટીમનું સુકાનીપદ સંભાળશે. રાહુલના પુનરાગમનને કારણે અગાઉ કેપ્ટન નિમાયેલો શિખર ધવન હવે વાઈસ કેપ્ટન રહેશે.

Read More...
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો – રેસ્ટ ઓફ વર્લ્ડના ધુરંધરો વચ્ચે 16મીએ મેચ

ભારત હાલમાં તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે અને તેના એક ભાગરૂપે આગામી તા. 16 સપ્ટેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારતના નિવૃત્ત ક્રિકેટર્સની ટીમ અને રેસ્ટ ઓફ વર્લ્ડના નિવૃત્ત ક્રિકેટર્સની ટીમ વચ્ચે એક મેચ રમાશે.

Read More...
શાકિબ એશિયા કપ, ટી-૨૦ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો કેપ્ટન

શાકિબે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની સૂચના અનુસાર સટ્ટાબાજીનો કારોબાર કરતી કંપની સાથે છેડો ફાડ્યા પછી તેને ટી-20 એશિયા કપ અને ટી-૨૦ વર્લ્ડ કપ માટેની બાંગ્લાદેશની ટીમનું સુકાનીપદ સોંપાયું છે. શાકિબ ન્યુઝીલેન્ડમાં ત્રિકોણીય જંગમાં પણ બાંગ્લાદેશનું સુકાન સંભાળશે.

Read More...
પુજારાની રોયલ લંડન વન-ડે કપમાં સતત બીજી સદી

ટેસ્ટ પ્લેયર તરીકેની નામના ધરાવતા ધરખમ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ઈંગ્લેન્ડમાં રોયલ લંડન વન-ડે કપમાં શાનદાર ફોર્મ દાખવતાં ગયા સપ્તાહે સતત બે મેચમાં બે સદી ફટકારી સનસનાટી મચાવી દીધી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીનું સુરક્ષા કવચ

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીનું સુરક્ષા કવચ મળશે. અબજપતિ ઉદ્યોગપતિ સામેના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને સશસ્ત્ર કમાન્ડોનું સુરક્ષા કવચ પૂરું પાડવાની દરખાસ્તને તાજેતરમાં મંજૂરી આપી છે. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ઝેડ કેટેગરીના વીઆઇપી સુરક્ષા કવચ માટે થનારા ખર્ચનો બોજ અદાણી ગ્રૂપના ચેરમેન પોતે ઉઠાવશે. ઝેડ કેટેગરીની સુરક્ષા હેઠળ કુલ 33 સિક્યોટી ગાર્ડની સુરક્ષા મળશે. આ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા મળી હતી. અંબાણી દંપત્તિ પણ તેમની સુરક્ષા માટેના ખર્ચની રકમ માસિક ધોરણે સંબંધિત સુરક્ષા દળોને ચુકવે છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં તાજેતરના વર્ષોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે.

Read More...
ભારતમાં ડોમેસ્ટિક એરફેરની મર્યાદા 31 ઓગસ્ટથી દૂર થશે

ભારતમાં આશરે 27 મહિનાના સમયગાળા બાદ ડોમેસ્ટિક વિમાન ભાડા પરની મર્યાદાને 31 ઓગસ્ટથી નાબૂદ કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે એરલાઇન્સ કોઇપણ નિયંત્રણો વગર વિમાન ટિકિટના ભાવ નક્કી કરી શકશે. વિમાન ભાડાની ઉપલી અને નીચલી એમ બંને મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી એરલાઇન્સને મોટી રાહત મળશે અને પેસેન્જરની સંખ્યામાં વધારો થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે દૈનિક માગ અને એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવના કાળજીપૂર્વકના વિશ્લેષણ બાદ વિમાન ભાડા પરની મર્યાદાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More...
ભારતમાં ટૂંક સમયમાં 5G સર્વિસના પ્રારંભની ધારણા

ભારતમાં હવે ટૂંકસમયમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થવાની શક્યતા છે. ભારતી એરટેલના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે કંપની ચાલુ મહિને 5G સર્વિસ લોન્ચ કરશે તથા માર્ચ 2024 સુધીમાં તમામ મુખ્ય શહેરો અને મહત્ત્વના ગ્રામીણ વિસ્તારને આવરી લેશે. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયો 15 ઓગસ્ટે ભારતમાં ફાઇવજી સર્વિસ લોન્ચ કરીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માગે છે. જો જિયો 15 ઓગસ્ટે આ સર્વિસ લોન્ચ કરશે તો તે ભારતના મોટાભાગના શહેરોમાં પ્રાયોગિક ધોરણે હશે.

Read More...
ભારતમાં રૂ.12,000થી સસ્તાં ચાઇનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધની શક્યતા

ભારત સરકાર રૂ.12,000 (150 ડોલર)થી ઓછી કિંમતના સ્માર્ટફોનનું વેચાણ કરવા માટે ચાઇનીઝ કંપનીઓના પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યું છે. ભારતની આ યોજનાથી શાઓમી સહિતની ચીનની સ્માર્ટફોન બ્રાન્ડને ફટકો પડવાની ધારણા છે. સ્થાનિક સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે સરકાર આ હિલચાલ કરી રહી હોવાનું માનવામાં આવે છે. આ હિલચાલનો હેતુ વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ માર્કેટના લોઅર સેગમેન્ટમાં ચીનની કંપનીઓ પર નિયંત્રણો મૂકવાનો છે.

Read More...
  Entertainment

આલિયાનું શાહરુખ સાથે ખાસ બોન્ડિંગ

આલિયા ભટ્ટ અત્યારે તેના પ્રેગ્નન્સી ટાઈમની મજા માણી રહી છે અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તાજેતરમાં રિલીઝ થયેલી તેની નવી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ને મળેલી સફળતાથી તે ખૂબ ખુશ છે. આ ફિલ્મને આલિયા ભટ્ટ અને શાહરુખ ખાને સાથે મળીને પ્રોડ્યુસ કરી છે અને તેમાં આલિયા ભટ્ટ મુખ્ય કિરદાર ભજવ્યું છે. આલિયા અને શાહરુખ અગાઉ ફિલ્મ ‘ડીઅર જિંદગી’ માં સાથે નજર આવી ચૂક્યા છે અને આ ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રિએક્શન મળ્યા હતા અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ સફળ રહી હતી.

Read More...

જ્હાન્વી કપૂર સાઉથની ફિલ્મો ભણી

શ્રીદેવી અને બોની કપૂરની ટેલેન્ટેડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ વરુણ ધવન સાથેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પછી તેણે પોતાની અન્ય એક ફિલ્મની વાત કરી છે. પરંતુ તેની આ નવી ફિલ્મ સાઉથ ઇન્ડિયાની હશે. જ્હાન્વી ટોલીવૂડ સિનેમામાં પદાર્પણ કરવાની છે. તે જૂનિયર એનટીઆર સાથે સ્ક્રીન પર જોવા મળશે. થોડા દિવસો પહેલા જ તેણે જણાવ્યું હતું કે, હું હકીકતમાં સાઉથ ઇન્ડિયન સિનેમા સાથે કામ કરવા ઉત્સાહિત છું. તેણે વધુમાં કહ્યું હતું કે, એનટીઆર સર સાથે કામ કરવું એ મારા માટે ઉમદા તક છે.

Read More...

આમિરખાનથી કેમ નારાજ છે અન્નુ કપૂર?

વિશ્વભરમાં ફિલ્મો જોવાના શોખિનોમાં બોલીવૂડના સ્ટાર અભિનેતા આમિર ખાનનો એક અનોખો ચાહક વર્ગ છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનની નવી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા તાજેતરમાં જ રિલિઝ થઈ છે. ફિલ્મની રિલિઝ પૂર્વે આમિરની ઠેકડી ઊડાવનારા અને વિરોધ કરનારા લોકોની યાદીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Read More...

અનુ મલિકે ઈન્ડિયન આઈડોલને કેમ કર્યું અલવિદા?

બોલીવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક અનુ મલિક આ વર્ષે ઈન્ડિયન આઈડોલના બદલે સારેગમપા લિટલ ચેમ્પ્સને હોસ્ટ કરશે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી ઈન્ડિયન આઈડોલ સાથે જોડાયેલો છું, પરંતુ હવે આગળ વધી રહ્યો છું અને પ્રથમવાર સારેગમપામાં જજ તરીકે જોડાયો છું. હવે હું ટેલેન્ટેડ યંગ સિગર્સને જજ કરીશ. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલિકે વધુમાં જણાવ્યું હતું કે, એક રિયાલિટી શોમાં વર્ષો પહેલા મોનાલી ઠાકુરને સિલેક્ટ કરી હતી અને હવે તેમણે નેશનલ એવોર્ડ મેળવ્યો છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store