Getty Images)
શ્રીદેવી અને બોની કપૂરની ટેલેન્ટેડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ વરુણ ધવન સાથેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પછી તેણે પોતાની અન્ય એક ફિલ્મની વાત કરી છે. પરંતુ તેની આ નવી ફિલ્મ સાઉથ ઇન્ડિયાની હશે. જ્હાન્વી ટોલીવૂડ સિનેમામાં પદાર્પણ કરવાની છે.
તે જૂનિયર એનટીઆર સાથે સ્ક્રીન પર જોવા મળશે. થોડા દિવસો પહેલા જ તેણે જણાવ્યું હતું કે, હું હકીકતમાં સાઉથ ઇન્ડિયન સિનેમા સાથે કામ કરવા ઉત્સાહિત છું. તેણે વધુમાં કહ્યું હતું કે, એનટીઆર સર સાથે કામ કરવું એ મારા માટે ઉમદા તક છે. જહાન્હવીએ વધુમાં જણાવ્યું હતું કે, એનટીઆર સર સાથે કામ કરવું એ મારા માટે મહત્વનું છે. મને મણિરત્નમ સરની ફિલ્મોમાં કામ કરવું છે, જેમાં ઐશ્વર્યા રાય બહુ જ સાધારણ કપડામાં, પર્વતો અને ઝરણાઓની આસપાસ રહેમાનના ગીત ગાતી જોવા મળે છે.