K.L. Rahul
(ANI Photo)

ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે બેટ્સમેન કે. એલ. રાહુલને ફિટ જાહેર કર્યો છે અને હવે તે ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ત્રણ વન-ડેની શ્રેણીમાં ટીમનું સુકાનીપદ સંભાળશે. રાહુલના પુનરાગમનને કારણે અગાઉ કેપ્ટન નિમાયેલો શિખર ધવન હવે વાઈસ કેપ્ટન રહેશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ૧૮મી ઓગસ્ટથી ત્રણ વન ડેની શ્રેણી શરૂ થશે.

રાહુલ છેલ્લા કેટલાક સમયથી ઈજા અને ફિટનેસની તકલીફ વેઠી રહ્યો હતો. હવે જો કે, તે સંપૂર્ણપણે ફિટ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ ટી-૨૦ની શ્રેણી માટે ટીમ રવાના થાય તે પહેલા તેને કોરોના થઈ ગયો હતો. એ પછી પણ કોરોનાના કારણે તેની હાલત સારી નહીં હોવાથી મેડિકલ ટીમે તેને વધુ બે સપ્તાહનો રેસ્ટ આપ્યો હતો. અગાઉ ઘુંટણની ઈજા પરની સર્જરીને કારણે તે ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોડાઈ શક્યો નહતો.

ભારતીય વન-ડે ટીમ : કે. એલ. રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન)ઋતુરાજ ગાયકવાડશુભમન ગિલદીપક હુડારાહુલ ત્રિપાઠીઈશાન કિશન (વિ.કી.)સંજુ સેમસન (વિ.કી.)વોશિંગ્ટન સુંદરશાર્દુલ ઠાકુરકુલદીપ યાદવઅક્ષર પટેલઆવેશ ખાનપ્રસિદ્ધ ક્રિશ્નામોહમમ્દ સિરાજ અને રાહુલ ચાહર.

ભારત વિ. ઝિમ્બાબ્વે 

૧૮ ઓગસ્ટ    પ્રથમ વન ડે 

૨૦ ઓગસ્ટ    બીજી વન ડે 

૨૨ ઓગસ્ટ    ત્રીજી વન ડે