Vol. 3 No. 356 About   |   Contact   |   Advertise October 6, 2023


 
 
સુનકનું નેત્તૃત્વનું વિઝન
સ્પષ્ટ થતું જાય છે

અનેક ગરબડો વચ્ચે લિઝ ટ્રસની સરકાર ટૂંકા સમયમાં તૂટી પડ્યા બાદ એક વર્ષના શાસનકાળમાં દેશને મહદઅંશે સ્થિર કરનાર શાંત અને સૌમ્ય જણાતા વડા પ્રધાન ઋષિ સુનક આગામી ચૂંટણીઓ પહેલા લડાયક રૂખ અપનાવી પોતે દેશને કેવી રીતે બદલવા માંગે છે તેની સ્પષ્ટ રૂપરેખા આપી રહ્યા છે. વધુ સ્પષ્ટ ઇન્ટરવ્યુ સાથે તેઓ નેટ ઝીરો અને ક્લાઈમેટ ચેન્જ, HS2ના એક્સ્ટેન્શન, ટેક્સમાં કપાત અને ઇમીગ્રેશન બાબતે પોતાના નેતૃત્વના વિઝનને સ્પષ્ટ કરતા બોલ્ડ નિર્ણયો લઇ રહ્યા છે. જેના કારણે બ્રિટીશ જનમાનસમાં તેમની આગવી છાપ ઉપસી રહી છે.

Read More...
લંડનમાં ઈન્ડિયા હાઉસ સમક્ષ ખાલિસ્તાનીઓના દેખાવો

ખાલિસ્તાન તરફી એક જૂથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે “શિખ કાર્યકર્તા ભાઈ અવતાર સિંહ ખંડાના શંકાસ્પદ મૃત્યુ સહિત ઘરેલું મુદ્દાઓ’’ બાબતે સોમવાર તા. 2ના રોજ ભારતીય હાઈ કમિશનની બહાર ભારત વિરોધી પ્લેકાર્ડ લહેરાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Read More...
ભારતીય હાઈ કમિશ્નરને ગ્લાસગોના ગુરુદ્વારામાં જતા અટકાવાતા ભારતીયોમાં રોષ

સ્કોટલેન્ડના ગ્લાસગોના આલ્બર્ટ ડ્રાઇવ પર આવેલા ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબ ખાતે ભારતના હાઈ કમિશનર અને ભારતના કોન્સલ જનરલ માટે ગુરુદ્વારા સમિતિ દ્વારા 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજ આયોજિત બેઠકમાં

Read More...
બહુસાંસ્કૃતિકવાદ “નિષ્ફળ” રહ્યો છે: હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને યુ.એસ.માં વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે માઇગ્રેશન પરના ભાષણ દરમિયાન બહુસાંસ્કૃતિકવાદ “નિષ્ફળ” રહ્યો હોવાનું જણાવતા યુકેમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

Read More...
ઈન્ડિયન અમેરિકનો સૌથી મોટો એશિયન માઈગ્રન્ટ્સ સમુદાય

અમેરિકાના 2010 થી 2020ના સેન્સસના આંકડાની વિગતોના પૃથ્થકરણ પ્રમાણે ચાઈનીઝ અમેરિકન્સ કરતાં ઈન્ડિયન અમેરિકન્સ સમુદાયનું સંખ્યાબળ વૃદ્ધિમાં આગળ નિકળી ગયું છે. અગાઉ, ચાઈનીઝ અમેરિકન્સ સમુદાય સૌથી મોટો હતો.

Read More...
ઝિમ્બાબ્વેમાં વિમાન દુર્ઘટનામાં ભારતીય આફ્રિકન બિઝનેસમેન હરપાલ રંધાવા, તેમના પુત્ર સહિત છના મોત

ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં એક વિમાન દુર્ઘટનામાં સોના, હીરા અને કોલસાની ખાણના ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર સહિત છ પ્રવાસીઓના મોત થયા હતા.

Read More...
સરકાર ભારતીય ભાષાઓમાં કાયદા ઘડવાના પ્રયાસો કરી રહી છેઃ મોદી

કાયદો લખવાની ભાષા ન્યાયની ખાતરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોવા પર ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકાર મહત્તમ હદ સુધી કાયદાને સરળ રીતે અને ભારતીય ભાષામાં ઘડવાના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે.

Read More...
ઇસ્કોન સૌથી મોટી ઠગ, કસાઈઓને ગાયો વેચે છેઃ મેનકા ગાંધી

ભાજપના સાંસદ મેનકા ગાંધીએ ઇસ્કોન પર ગંભીર આક્ષેપ કર્યો છે કે ઇસ્કોન દેશની સૌથી મોટી ઠગ છે અને તે તેની ગૌશાળામાંથી ગાયો કસાઇઓને વેચે છે. મેનકા ગાંધી આવું બોલતા હોય તેવો એક વીડિયો વાયરલ બન્યો છે.

Read More...
ક્રિકેટ વર્લ્ડ કપને “વર્લ્ડ ટેરર ​​કપ” ફેરવી દેવાની ખાલિસ્તાની પન્નુની ધમકી

ગુજરાત પોલીસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને “વર્લ્ડ ટેરર ​​કપ”માં ફેરવવાની ધમકી આપવા બદલ પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ FIR દાખલ કરી છે,

Read More...
મોદીની હાજરીમાં વાયબ્રન્ટ ગુજરાતની સફળતાનાં 20 વર્ષની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ અમદાવાદના સાયન્સ સિટી ખાતે બુધવાર, 27 સપ્ટેમ્બરે યોજાયેલા એક કાર્યક્રમમાં વાયબ્રન્ટ ગુજરાત સમીટની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

Read More...

  Sports
એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ, 69 મેડલ

ચીનના ઝાંગઝાઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મંગળવારે 10મા દિવસે ભારતે 9 મેડલ પ્રાપ્ત કરી શાનદાર દેખાવ જારી રાખ્યો હતો. હજી ગેમ્સમાં પાંચ દિવસની સ્પર્ધાઓ બાકી છે ત્યારે એવું નિશ્ચિત જણાય છે કે, ભારત 2018નો 70 મેડલનો રેકોર્ડ તોડી આ વખતે નવો રેકોર્ડ સ્થાપિત

Read More...
વર્લ્ડ કપની ભારતીય ટીમમાં અશ્વિન, સૂર્યકુમારનો સમાવેશ

વન–ડે વર્લ્ડ કપના આરંભના થોડા દિવસ પહેલા જ ગયા સપ્તાહે ભારતની અંતિમ 15 ખેલાડીઓની ટીમ જાહેર થઈ હતી. ટીમમાં પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન તથા મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરાયો હતો.

Read More...
ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન-ડેમાં ભારતનો 66 રને પરાજય

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ભારતનો નામોશીભર્યો પરાજય થયો હતો. ગયા સપ્તાહે બુધવારે (27 સપ્ટેમ્બર) રાજકોટમાં રમાયેલી સીરીઝની છેલ્લી મેચ હારી જતાં ઓસ્ટ્રેલિયા સામે ક્લિન સ્વિપનું ટીમ ઈન્ડિયાનું સપનું તૂટી ગયું હતું.

Read More...
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં જેસન રોયના સ્થાને હેરી બ્રુક

ભારતમાં આ સપ્તાહથી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થઈ રહ્યો છે અને ડીફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ – ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારે (5 ઓક્ટોબર) પહેલી મેચ અમદાવાદમાં રમાવાની છે ત્યારે ઈંગ્લેન્ડે થોડા દિવસ અગાઉ તેની વર્લ્ડ કપની ફાઈનલ ટીમ જાહેર કરી હતી,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
એપલ ભારતમાં ઉત્પાદન વધારી 5 વર્ષમાં $40 બિલિયનનું કરશે

ચીન પરની નિર્ભરતામા ઘટાડો કરવા માટે અમેરિકન આઇફોન ઉત્પાદક કંપની એપલ ભારતમાં તેનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં પાંચ ગણું વધારીને 40 અબજ ડોલર કરવાની યોજના બનાવી રહી છે. સરકારી અધિકારીએ કહ્યું હતું કે 2022-23માં એપલનું ભારતમાં ઉત્પાદન 7 અબજ ડોલરને પાર થયું હતું. એપલ આગામી 4-5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન વધારીને 40 અબજ ડોલરથી વધારે કરવા માગે છે. એપલ ભારતમાં આઈફોન બનાવે છે અને આગામી વર્ષથી એરપોડનું ઉત્પાદન શરૂ કરવાનું પણ તેનું આયોજન છે. અધિકારીએ કહ્યું હતું કે હાલમાં આઈપેડ કે લેપટોપનું ઉત્પાદન ભારતમાં કરવાનું એપલનું આયોજન નથી.

Read More...
ટોયોટા ભારતમાં ત્રીજો કાર પ્લાન્ટ સ્થાપશે

ટોયોટા મોટરે ભારતમાં ત્રીજો કાર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે. સુઝુકી મોટર સાથેની તેની ભાગીદારીને કારણે સ્થાનિક સેલ્સ વોલ્યુમમાં વધારો થયો હતો કંપની એક દાયકામાં પ્રથમ વખત ભારતમાં ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરશે. વિશ્વની સૌથી મોટી કાર કંપની વાર્ષિક 80,000-120,000 વાહનોની ક્ષમતા સાથે પ્લાન્ટ શરૂ કરવા માગે છે. આ ક્ષમતા વધારીને વાર્ષિક લગભગ 200,000 સુધી કરાશે. ભારતમાં ટોયોટાની હાલની ઉત્પાદન ક્ષમતા400,000 વાહનોની છે. નવા પ્લાન્ટ પછી ઉત્પાદન ક્ષમતામાં આશરે 30 ટકા વધારો થશે. ટોયોટાએ ભારતીય બજાર માટે નવા સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV)નું ડેવલપમેન્ટ ચાલુ કર્યું છે.

Read More...
રૂ.2000ની નોટો 7 ઓક્ટોબર સુધી બદલાવી શકાશેઃ RBI

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બદલવાની કે બેન્કમાં જમા કરવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી. અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર હતી. પરંતુ મધ્યસ્થ બેંકે તેને વધુ એક સપ્તાહ માટે લંબાવી હતી. જે લોકો અત્યાર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શક્યા નથી તેમના માટે આ મોટી રાહત છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 96 ટકા નોટ પરત આવી છે. રિઝર્વ બેન્ક વર્ષ 2018-19માં જ 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કર્યું છે. આરબીઆઈના પરિપત્ર મુજબ જો તમે 7 ઓક્ટોબર, 2023 પછી નોટો બદલી શકતા નથી, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.

Read More...
વેદાંતનું છ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજના

દેવાનો બોજ હળવો કરવા અને રોકાણકારોને આકર્ષવા માટે બિલિયોનેર અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે આ ગ્રૂપનું છ અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજના બનાવી છે. કંપનીના બોર્ડે એસેટ-ઓનર બિઝનેસ મોડલને શુક્રવારે મંજૂરી આપી હતી. આ પુનર્ગઠન કવાયત 12થી 15 મહિનામાં પૂરી થવાની ધારણા છે. સૂચિત યોજનામાં વેદાંત લિમિટેડ ઉપરાંત પાંચ નવી લિસ્ટેડ કંપનીઓ હશે. તેમાં વેદાંત એલ્યુમિનિયમ, વેદાંત ઓઈલ એન્ડ ગેસ, વેદાંત પાવર, વેદાંત સ્ટીલ અને ફેરસ મટિરિયલ્સ અને વેદાંત બેઝ મેટલ્સનો સમાવેશ થાય છે. વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આ ડિમર્જરથી મૂલ્ય બહાર લાવી શકાશે અને દરેક બિઝનેસના ઝડપી વૃ્દ્ધિની સંભાવના ખુલશે.

Read More...
  Entertainment

બોલીવૂડમાં નવોદિતોના જમાનામાં પણ પીઢ કલાકારોનો દબદબો યથાવત

અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ અને અસલી સોનાનું મૂલ્ય તો ક્યારે ઘટતું નથી. આવી માન્યતા બોલીવૂડમાં પણ છે. અત્યારે ભારતની ફિલ્મી દુનિયામાં ઘણા નવોદિત કલાકારો જોવા મળે છે, જેવા કે જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, કાર્તિક આર્યન, વરુણ ધવન વગેરે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ તેમના પણ જુનિયર એવા સુહાના ખાન, શનાયા કપૂર, આર્યન ખાન જેવા અવનવા કલાકારો પણ આ ક્ષેત્રે પદાર્પણ કરવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે ઘણા જુના-પીઢ કલાકારોનું સ્ટારડમ આજે પણ યથાવત છે. અચાનક ફિલ્મોમાંથી ગાયબ થયા પછી ‘ગદર-2’, ‘પઠાણ’, ‘પોન્નીયિન સેલવાન’1 અને 2, ‘મિસિસ ચેટર્જી વર્સસ નોર્વે’ અને ‘જવાન’ જેવી ફિલ્મોથી તેમણે ફરીથી ધમાકેદાર પદાર્પણ કર્યું છે. આ સુપરસ્ટાર રીટર્ન કલાકારો તેમના અભિનયની પ્રતિભા દ્વારા આજે પણ દર્શકોના દિલોમાં આગવું સ્થાન ધરાવે છે.

Read More...

આમિર ખાનની દરિયાદિલી

હિમાચલ પ્રદેશમાં કુદરતની આફતના કારણે મોટી સંખ્યામાં લોકોની હાલત કફોડી બની ગઈ હતી. આથી પરિસ્થિતિની ગંભીર નોંધ લઇને આમિર ખાને દરિયાદિલ દર્શાવી છે અને તેણે પૂરપીડિતોની મદદ માટે 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. હિમાચલમાં ભૂસ્ખલન થતાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું હતું. આ અંગે માહિતી આપતાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન ઠાકુર સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે ‘આ રકમ લોકોને રાહત આપવા અને તેમના પુનર્વસન માટે ખૂબ મદદ કરશે. આમિર ખાને કરેલી મદદથી રાજ્યમાં પ્રભાવિત લોકોને ફરીથી બેઠા કરવામાં મદદ મળશે.’

Read More...

15 ઓક્ટોબરથી ‘બિગ બોસ-17’ નવા સ્વરૂપે

સલમાન ખાનના રિયલિટી શો ‘બિગ બોસ 17’નું ટીઝર લોન્ચ થઇ ગયું છે. તેમાં સલમાન ખાન ટૂંકા વાળમાં જોવા મળી રહ્યો છે. આ શો 15 ઓક્ટોબરથી શરૂ થશે તેવું કહેવાય છે. આ વખતની થીમ દિલ, દિમાગ અને દમ રાખવામાં આવી છે. કલર્સ ચેનલે ઇન્સ્ટાગ્રામ પર એનું ટીઝર પોસ્ટ કર્યું હતું. એ ટીઝરમાં સલમાન કહી રહ્યો છે કે ‘અત્યાર સુધી તમે બિગ બોસની માત્ર આંખો જોઈ છે. હવે જોશો તમે બિગ બોસના ત્રણ નવા અવતાર.’ સલમાન આ ટીઝરમાં ત્રણ અલગ-અલગ લુકમાં આવે છે અને દરેક લુકમાં દિલ, દિમાગ અને દમનો ઉલ્લેખ કરે છે.

Read More...

ફિલ્મ રીવ્યૂઃ જાને જાન

કરીના કપૂર, જયદીપ અહલાવત અને વિજય વર્મા અભિનિત ફિલ્મ જાને જાન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. સુજોય ઘોષના ડાયરેક્શનમાં બનેલી આ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જેમાં કરીના સિંગલ મધરની ભૂમિકા ભજવી રહી છે. તેના પૂર્વ પતિની હત્યા પછી તેને શંકાની નજરથી જોવામાં આવે છે. આ ફિલ્મની કથાના કેન્દ્રમાં સિંગલ મધર અને તેની પુત્રી છે. બંને એક રહસ્યમય હત્યાના કેસમાં ફસાઇ જાય છે. આ દરમિયાન તેમને પાડોશી તરીકે એક મદદગાર મળે છે. તે એક સાધારણ પણ હોંશિયાર શિક્ષક છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store