Smartphone manufacturers in India will have to comply with the new rules

ચીન પરની નિર્ભરતામા ઘટાડો કરવા માટે અમેરિકન આઇફોન ઉત્પાદક કંપની એપલ ભારતમાં તેનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં પાંચ ગણું વધારીને 40 અબજ ડોલર કરવાની યોજના બનાવી રહી છે.

સરકારી અધિકારીએ કહ્યું હતું કે 2022-23માં એપલનું ભારતમાં ઉત્પાદન 7 અબજ ડોલરને પાર થયું હતું. એપલ આગામી 4-5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન વધારીને 40 અબજ ડોલરથી વધારે કરવા માગે છે. એપલ ભારતમાં આઈફોન બનાવે છે અને આગામી વર્ષથી એરપોડનું ઉત્પાદન શરૂ કરવાનું પણ તેનું આયોજન છે. અધિકારીએ કહ્યું હતું કે હાલમાં આઈપેડ કે લેપટોપનું ઉત્પાદન ભારતમાં કરવાનું એપલનું આયોજન નથી. આઈટી હાર્ડવેર પીએલઆઈમાં પણ તે ભાગ નહીં લે. તે આગામી સમયમાં તેનો લાભ લઈ શકે, પરંતુ હાલના તબક્કે તેનું ફોકસ વર્તમાન ઉત્પાદન ક્ષમતા વધારવાનું છે.

એપલે 25 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વિશ્વ સ્તર પર 191 અબજ ડોલરના મૂલ્યના આઈફોનનું વેચાણ કર્યું હતું અને વેરેબલ, હોમ અને એક્સેસરીઝ સેગમેન્ટમાં 38.36 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023માં એપલનું આઈફોનનું વેચાણ ગત વર્ષના આ ગાળાની સરખામણીમાં 4 ટકા ઘટીને 156.77 અબજ ડોલર થયું હતું. એ જ રીતે વેરેબલ, હોમ અને એક્સેસરીઝ સેગમેન્ટમાં સાધારણ ઘટીને 30.52 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું.

LEAVE A REPLY

nine − 2 =