ANI_20230927091

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ અમદાવાદના સાયન્સ સિટી ખાતે બુધવાર, 27 સપ્ટેમ્બરે યોજાયેલા એક કાર્યક્રમમાં વાયબ્રન્ટ ગુજરાત સમીટની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે તેમને 2003માં આ સમીટનો પ્રારંભ કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જાણીતા ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાને ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વાયબ્રન્ટ સમિટની સફળતાની ફિલ્મ દર્શાવાઈ હતી.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તે સમયે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન કેન્દ્રીય પ્રધાનોએ સહકાર આપ્યો ન હતો. વિદેશી રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કરતા અટકાવવા માટે ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો, આ પડકારો છતાં સમિટ આગળ વધી હતી.

ઇન્વેસ્ટર સમિટની 20 વર્ષની સફરને યાદ કરતાં મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે કેન્દ્રમાં તત્કાલીન યુપીએ સરકારના અવરોધો છતાં વાઇબ્રન્ટ ગુજરાતે સફળતા હાંસલ કરી હતી. કેન્દ્રીય પ્રધાનો મને કહેતા હતા કે તેઓ ચોક્કસ આવશે. પતા નહીં પીછે સે દંડ ચલતા થા, વો મના કર દેતે. તેઓએ ક્યારેય સહકાર આપ્યો ન હતો, તેઓ રસ્તામાં અવરોધો બનાવતા હતા.”

આ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય હસ્તીઓ ભાગ લીધો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફર 28 સપ્ટેમ્બર, 2003ના રોજ શરૂ થઈ હતી. હવે તે ખરેખર વૈશ્વિક ઈવેન્ટમાં પરિવર્તિત થઈ છે અને ભારતમાં સૌથી પ્રીમિયર બિઝનેસ સમિટમાં દરજ્જો હાંસલ કર્યો છે. 2003ની સમીટમાં લગભગ 300 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સામેલ થયા હતા. સમિટમાં 2019માં 135થી વધુ રાષ્ટ્રોના એક હજારથી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યાં હતાં.

મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત તેની પરંપરાગત વેપારી રાજ્યની ઓળખને નાબૂદ કરીને 21મી સદીમાં કૃષિ, નાણાકીય, ઔદ્યોગિક અને  મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનો બદલાયા, ઓફિસરો બદલાયા, સમય બદલાયો પણ વાયબ્રન્ટ ગુજરાત સફળતાની ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં 2001ની તુલનામાં 9 ગણો વધારો થયો છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગનાં ગુજરાતમાં 30,00 યુનિટ છે. ડાયમંડ એક્સપોર્ટમાં 80 ટકા યોગદાન ગુજરાતનું છે. રાજ્યમાં સિરામિકનાં 10,000 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ગત વખતે 2 બિલિયન ડોલરની ગુજરાતે નિકાસ કરી હતી. 2014 પહેલાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય હતું, મિલેટ્સ આજે દુનિયાના મોટા ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે.

વાયબ્રન્ટ સમીટ કેવી રીતે શરૂ થઈ તેની વિગત આપતા મોદીએ જણાવ્યું હતું કે ગોધરા રમખાણો પર ગુજરાતને બદનામ કરાયું હતું. મુખ્યપ્રધાન તરીકે મારી પાસે અનુભવ ન હતો. પરંતુ ગુજરાતના લોકો પર મને ભરોસો હતો. જે લોકો એજન્ડા લઈને ચાલતા હતા તેઓ ઘટનાનું એનાલિસિસ કરતા હતા. ગુજરાતના યુવા ઉદ્યોગકારો અને વેપારીઓ બહાર જતા રહેશે અને બરબાદ થઈ જશે. ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ગુજરાત ક્યારેય ઊભું નહીં થયા એવી વાતો થતી હતી. પરંતુ મેં સંકલ્પ લીધો કે, હું ગુજરાતને આમાંથી બહાર કાઢીશ. ગુજરાતના પુનઃ નિર્માણ નહીં, પરંતુ આગળનો વિચાર હતો. વિશ્વ સાથે આંખથી આંખ મિલાવવા વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું હતું. ભારતના ટેલેન્ટને વિશ્વને બતાવવા માટે માધ્યમ બન્યું હતું. વાયબ્રન્ટ નવરાત્રિ પર્વમાં શરૂ કર્યું હતું.

વાયબ્રન્ટની સફળતા પાછળના કારણો રજૂ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા પાછળ અનેક કારણો છે. આઈડિયા, ઇમેજિનેશન, ઇમ્પ્લિમેન્ટેશન છે. આજે વાયબ્રન્ટ ગુજરાત એક ઇન્સ્ટિટ્યૂશન બની ગયું છે. જે સરકાર બહાર અને અંદર ચાલે છે. 20મી સદી બાદ 21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું હતું. ગુજરાતની વેપાર નીતિ મજબૂત બની જે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા છે. છેલ્લાં 20 વર્ષની અનેક સક્સેસ સ્ટોરી અને કેસ સ્ટડી છે. છેલ્લા બે દાયકામાં અનેક સેક્ટરમાં ઊંચાઈ પર પહોંચ્યા છીએ. આજે ગુજરાતનું દેશમાં અનેક ક્ષેત્રે મોટું યોગદાન છે. ગુજરાત દેશમાં ટોપ એક્સપોર્ટમાં છે.

LEAVE A REPLY

20 − 15 =