ભારતીય દોડવીર મોહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મોહમ્મદ અજમલ અને રાજેશ રમેશ મંગળવારે હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સમાં પુરૂષોની 4x400 રિલે ટીમમાં ગોલ્ડ મેડલ જીતીને ઉજવણી કરે છે.(ANI Photo)

ચીનના ઝાંગઝાઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મંગળવારે 10મા દિવસે ભારતે 9 મેડલ પ્રાપ્ત કરી શાનદાર દેખાવ જારી રાખ્યો હતો. હજી ગેમ્સમાં પાંચ દિવસની સ્પર્ધાઓ બાકી છે ત્યારે એવું નિશ્ચિત જણાય છે કે, ભારત 2018નો 70 મેડલનો રેકોર્ડ તોડી આ વખતે નવો રેકોર્ડ સ્થાપિત કરશે. 

મંગળવારે મહિલાઓની 5000 મીટરની દોડમાં પારૂલ ચૌધરીએ તથા જેવેલીન થ્રો (ભાલા ફેંક) માં અન્નુ રાણીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા, તો પુરૂષોની 800 મીટરની દોડમાં મોહમ્મદ અફઝલે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

ભારતની પુરૂષોની હોકી ટીમ સોમવારે બાંગ્લાદેશને 12-0થી હરાવી સેમિફાઈનલમાં પહોંચી હતી, તો એ અગાઉ શનિવારે 7મા દિવસે ટીમે પાકિસ્તાનને 10-2થી સજ્જડ પરાજય આપ્યો હતો. આ ઉપરાંત સ્કોવશમાં પણ ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સોમવાર (2 ઓક્ટોબર) ની સ્થિતિ મુજબ ભારત 13 ગોલ્ડ, 24 સિલ્વર અને 23 બ્રોંઝ, એમ કુલ 60 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. 

આ અગાઉ, રવિવારે ભારતીય એથ્લેટ્સ અને એક જ દિવસમાં કુલ 15 મેડલ હાંસલ કરતાં તે ભારતનો એશિયાડનો શ્રેષ્ઠ દિવસ રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ બેડમિંટનમાં પણ મેડલ હાંસલ કર્યો હતો. તો ટેબલ ટેનિસમાં મહિલા ટીમે બ્રોંઝ મેડલ હાંસલ કર્યો હતો.  

શનિવારે પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની હોકી મેચમાં ભારતે તેના પરંપરાગત હરીફ સામે સૌથી મોટા વિજયનો રેકોર્ડ કર્યો હતો. પાકિસ્તાન સામે ભારતે પહેલીવાર 10 ગોલ કર્યા હતા, જેમાં હરમનપ્રીતના ચાર ગોલ મુખ્ય હતા, તો એ સિવાય બીજા છ ખેલાડીઓએ એક-એક ગોલ કર્યા હતા. 

LEAVE A REPLY

5 × one =