(ANI Photo)

કાયદો લખવાની ભાષા ન્યાયની ખાતરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોવા પર ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકાર મહત્તમ હદ સુધી કાયદાને સરળ રીતે અને ભારતીય ભાષામાં ઘડવાના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે. જે ભાષામાં કાયદાઓ લખવામાં આવે છે અને કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે ન્યાયની ખાતરી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

દિલ્હીમાં ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં મોદીએ જણાવ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવાના લક્ષ્યને હાંસલ કરવા સખત મહેનત કરે છે, ત્યારે તેને મજબૂત અને નિષ્પક્ષ ન્યાય પ્રણાલીનો આધાર જરૂરી છે. ભારતમાં વિશ્વના વધતા વિશ્વાસમાં નિષ્પક્ષ ન્યાયની મોટી ભૂમિકા છે.

વિનાશક હેતુઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તથા સાયબર આતંકવાદ અને મની લોન્ડરિંગ અંગે ચિંતાઓ દર્શાવતા મોદીએ જણાવ્યું હતું કે આ જોખમો સરહદો અને અધિકારક્ષેત્રને ઓળખતા નથી અને તેનો સામનો કરવા માટે વિવિધ દેશોના કાનૂની માળખા વચ્ચે સહયોગ કરવાની જરૂર છે. હવાઈ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તમામ દેશોની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ વચ્ચેના સહકારનું ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે જોખમો વૈશ્વિક હોય ત્યારે તેનો સામનો કરવાની પદ્ધતિ પણ વૈશ્વિક હોવી જોઇએ.

કાયદાકીય પ્રણાલી પર ટિપ્પણી કરતા પીએમએ કહ્યું હતું કે કાયદાઓ લખવાની અને ન્યાયિક પ્રક્રિયામાં વપરાતી ભાષા ન્યાય સુનિશ્ચિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. ભારત સરકાર કાયદાને બે સ્વરૂપમાં રાખવાની વિચારણા કરે છે. એક મુસદ્દો એવી ભાષા હોય કે જેનો ન્યાયતંત્ર ઉપયોગ કરે છે. બીજો મુસદ્દો એવી ભાષામાં હોય કે જેને દેશનો સામાન્ય માણસ સમજી શકે. સામાન્ય માણસ કાયદાને તેનો પોતાનો માને તે જરૂરી છે. અગાઉ જટિલ રીતે કાયદા ઘડવાની પરંપરા હતી.

તેમણે કહ્યું હતું કે સરકાર કાયદાઓને સરળ અને સમજી શકાય તેવા બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સિસ્ટમ સમાન માળખામાં જકડાઈ ગઈ છે અને તેઓ તેને તેમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. ચુકાદાનો ઓપરેટિંવ ભાગ અરજદારની ભાષામાં પૂરો પાડવાની સુપ્રીમ કોર્ટના નિર્ણયનું મોદીએ સ્વાગત કર્યું હતું. .

LEAVE A REPLY

one + 2 =