Now Kareena Kapoor also became a producer
બોલિવૂડ એક્ટર કરીના કપૂર (Photo by ROBERTO SCHMIDT/AFP via Getty Images)

કરીના કપૂર, જયદીપ અહલાવત અને વિજય વર્મા અભિનિત ફિલ્મ જાને જાન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. સુજોય ઘોષના ડાયરેક્શનમાં બનેલી આ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જેમાં કરીના સિંગલ મધરની ભૂમિકા ભજવી રહી છે. તેના પૂર્વ પતિની હત્યા પછી તેને શંકાની નજરથી જોવામાં આવે છે.

આ ફિલ્મની કથાના કેન્દ્રમાં સિંગલ મધર અને તેની પુત્રી છે. બંને એક રહસ્યમય હત્યાના કેસમાં ફસાઇ જાય છે. આ દરમિયાન તેમને પાડોશી તરીકે એક મદદગાર મળે છે. તે એક સાધારણ પણ હોંશિયાર શિક્ષક છે. માયા ડિસૂઝા (કરીના કપૂર) તેના પતિની હત્યાની તપાસના કેસમાં ગૂંચવાઈ જાય છે. તેના ભૂતપૂર્વ પતિ અજીત મ્હાત્રે (સૌરભ સચદેવા)એ તેની સાથે ઘરેલુ હિંસા આચરી હતી અને પછી તેની હત્યા થાય છે.

માયા આ કેસમાં મુખ્ય અને એકમાત્ર શકમંદ છે. તેનો પાડોશી નરેન (જયદીપ અહલાવત) ગણિતનો શિક્ષક છે. તે માયાની મદદ કરે છે કારણકે એક જિદ્દી ઈન્સ્પેક્ટર કરણ આનંદ (વિજય વર્મા) આ કેસના મૂળ સુધી પહોંચવા ઇચ્છે છે.
સુજોય ઘોષની આ ફિલ્મ જાપાની નવલકથા- ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સનું રૂપાંતરણ છે, તેના લેખક કીગો હિગાશિનો છે. સુજોય ઘોષની આ ફિલ્મમાં હત્યારાની ઓળખ કરવા માટે નહીં પરંતુ અપરાધી પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરી શકે એ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ જેમ-જેમ આગળ વધે છે તેમ સ્પષ્ટ થાય છે કે, આ મર્ડર કેસ ઉપરથી દેખાય છે તેના કરતાં ઘણો વધુ ઊંડો છે.

LEAVE A REPLY

sixteen − fourteen =