Vol. 4 / No. 369 About   |   Contact   |   Advertise February 2, 2024


 
 
પ્રજાસત્તાક પર્વની દમામભેર ઉજવણી

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંના અતિથિવિશેષપદે શુક્રવારે (26 જાન્યુઆરી) પાટનગર નવી દિલ્હીમાં ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની દમામભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતની ઉજવણીના મુખ્ય વિષયોમાંનો એક મહિલા સશક્તિકરણનો હતો અને પરેડમાં પણ દેશના સંરક્ષણ દળોની ત્રણે પાંખોની મહિલા અધિકારીઓને, મહિલા કલાકારોને વિશેષ પ્રાધાન્ય અપાયું હતું. પરેડ ઉપરથી વાયુ સેનાના વિમાનોની ફલાય પાસ્ટમાં પણ મહિલા પાયલોટ વિમાનની કોકપિટમાં હતી. આ ઉપરાંત વિકસિત ભારતના સૂત્રને ચરિતાર્થ કરતા વિવિધ વિષયોનો રાજ્યોના ટેબ્લોમાં સમાવેશ કરાયો હતો. નવી દિલ્હી સિવાય દેશના તમામ રાજ્યોની રાજધાનીઓમાં પણ પ્રજાસત્તાક દિવસની પરેડ યોજાઈ હતી.

Read More...
રાજા ચાર્લ્સ III ની પ્રોસ્ટેટ સર્જરી કરાઇ

બ્રિટનના 75 વર્ષીય મહારાજા ચાર્લ્સ IIIને બેનાઇન પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સર્જરી કરાયા બાદ તા. 29ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ આગામી એક મહિના સુધી કોઈ શાહી ફરજો નિભાવશે નહીં. તેમને શુક્રવારે તા.

Read More...
વડા પ્રધાન સુનકે ડીસ્પોઝેબલ વેપ પર પ્રતિબંધની જાહેરાત કરી

18 વર્ષથી ઓછી ઉંમરે વેપ કરતા લોકોનું પ્રમાણ છેલ્લા બે વર્ષમાં લગભગ નવ ગણું વધી ગયું હોવાના અહેવાલો બાદ સરકાર સિંગલ-યુઝ ઇ-સિગારેટ અથવા વેપ પર પ્રતિબંધ મૂકવા માટે નવા કાયદાનો અમલ કરવા માટે તૈયાર છે એવી વડા પ્રધાન ઋષિ સુનકે તા.

Read More...
ઉગ્રવાદીઓ મને રોકી શકશે નહીં: સાદિક ખાન

લંડનના મેયર સાદિક ખાને આગામી મે માસમાં યોજાનારી લંડનના મેયરની રેસ દરમિયાન તેમના વિશે જૂઠાણું અને ખોટી માહિતી ફેલાવવાની હરીફોની ગંદી યુક્તિઓ સામે ચેતવણી આપતાં ‘ગરવી ગુજરાત’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ મને રોકી શકશે નહિં.

Read More...
યુકેના નાગરિકોને સોસ્યલ હાઉસિંગમાં પ્રાથમિકતા આપવાનું વિચારતી ટોરી પાર્ટી

માઇગ્રેશન અંગેની જાહેર ચિંતાઓને દૂર કરવા માટે કાઉન્સિલના ઘરો માટે બ્રિટિશ નાગરિકોને પ્રાધાન્ય આપવાની યોજનાને પુનર્જીવિત કરી છે. સરકાર આ દરખાસ્તો પર પરામર્શ શરૂ કરનાર છે અને યુકેના નાગરિકોને અન્ય જૂથો કરતાં સામાજિક આવાસનો ઝડપી ઍક્સેસ આપશે.

Read More...
ભારત અને ફ્રાન્સ વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર

ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ રહી છે. ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ગયેલા ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોને ભારત સાથે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

Read More...
વિદેશમાં વસતા અડધો મિલિયન યુકેવાસીઓ આ વર્ષે પેન્શનમાં વધારો ગુમાવશે

વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર નાણાકીય સલાહકાર, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક સંસ્થાઓમાંની એક ડીવેર ગ્રુપના CEO અને સ્થાપક નાઇજેલ ગ્રીને ચેતવણી આપી છે કે યુકે સ્ટેટ પેન્શનમાં 8 એપ્રિલ 2024થી પ્રભાવશાળી 8.5%નો વધારો થઇ રહ્યો છે

Read More...
અમેરિકાએ 2023માં ભારતીયોને રેકોર્ડ 1.4 મિલિયન વિઝા ઈસ્યુ કર્યા

ભારતમાં અમેરિકાની કોન્સ્યુલર ટીમે 2023માં રેકોર્ડ 1.4 મિલિયન વિઝા ભારતીય નાગરિકોને ઈસ્યુ કર્યા હતા, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે વિઝિટર વિઝા એપોઇન્ટમેન્ટના વેઇટિંગ ટાઇમમાં 75 ટકાનો ઘટાડો થયો છે.

Read More...
નીતિશ કુમારે ફરી પલટી મારી, ભાજપ સાથે જોડાણ કરી બિહારના મુખ્યપ્રધાન બન્યા

બિહારમાં જેડીયુ નેતા નીતિશ કુમારે રવિવારે ફરી એકવાર પલ્ટી મારીને નવી સરકારની રચના કરી હતી. લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડીને નીતિશ કુમારે હવે ભાજપ સાથે જોડાણ કરીને નવી સરકારની રચના કરી

Read More...
ગુજરાતમાં વધુ બે માજી કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં કોંગ્રેસના બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના આશરે 1500 કાર્યકરો સોમવારે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરના શ્રી કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત ભાજપના વડા સી.આર. પાટીલે બે ભૂતપૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો

Read More...

  Sports
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 28 રને પરાજય

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે તેના ભારત પ્રવાસના આરંભે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે, રવિવારે (28 જાન્યુઆરી) ભારત સામે 28 રને વિજય હાંસલ કર્યો હતો. પહેલી ઈનિંગમાં ભારતે 190 રનની નોંધપાત્ર સરસાઈ મેળવી હોવા છતાં

Read More...
રોહન બોપન્નાનો 43 વર્ષે ગ્રાંડ સ્લેમ ટાઈટલનો વર્લ્ડ રેકોર્ડ

ભારતના પીઢ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેન સાથે ગયા સપ્તાહે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની પુરૂષોની ડબલ્સમાં ફાઈનલમાં ઈટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રીઆ વાવાસોરીને સંઘર્ષપૂર્ણ જંગમાં સીધા સેટ્સમાં 7-6

Read More...
જાડેજા-રાહુલ ઈજાગ્રસ્ત, બીજી ટેસ્ટમાં નહીં રમે

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટમાં પરાજય પછી ભારતીય ટીમને એક વધુ આંચકો લાગ્યો છે. વિરાટ કોહલી અગાઉથી જ પ્રથમ બે ટેસ્ટમાં નહીં રમવાની જાહેરાત કરી ચૂક્યો છે, તો હવે કે. એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત

Read More...
ઈંગ્લેન્ડમાં જ વધુ બે ટેસ્ટ ચેમ્પિયનશિપ્સની ફાઈનલ રમાશે

આઈસીસીએ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2026-2027ની ફાઈનલ પણ ઈંગ્લેન્ડમાં યોજવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટની આ વિશ્વ સંસ્થાએ 2024 થી 2027 સુધીની આગામી ચાર વર્ષની આઈસીસી ઈવેન્ટ્સનો કાર્યક્રમ ગયા સપ્તાહે નિર્ધારિત કરી દીધો હતો,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સોની-ઝી વચ્ચેની $10 બિલિયનની મેગા મર્જર ડીલ રદ

જાપાનના સોની ગ્રુપ કોર્પોરેશને જાહેરાત કરી હતી તેને તેના ભારતીય યુનિટનું ઝી એન્ટરટેઈનમેન્ટ સાથેનું 10 બિલિયન ડોલરની મર્જર ડીલ રદ કરી છે. મર્જ્ડ એન્ટિટીનું સુકાન કોણ સંભાળશે તે મામલે વિવાદનો અંત ન આવતા સોનીએ આ પગલું લીધું હતું. સોની ગ્રુપે ઝીને ડીલ રદ કરવા અંગેની ટર્મિનેશન નોટિસ મોકલી હતી. તેને ઝી પાસે મર્જર નિયમો-શરતોનો ભંગ કરવા બદલ 9 કરોડ ડોલરની ફીની માગણી પણ કરી છે, જેને ઝીએ કોર્ટમાં પડકારી હતી. ઝી એન્ટરટેઈનમેન્ટે નિયમનકારી માહિતીમાં સોની ગ્રુપે કરેલા આક્ષેપોને નકારીને જણાવ્યું હતું કે તે કાનૂની વિકલ્પો વિચારી રહી છે. મર્જર જળવાય તે માટે તેને બનતા તમામ પ્રયાસ કર્યા હતાં તેને કારણે ઝીને પણ ઘણું નુકસાન થયું છે.

Read More...
માઇક્રોસોફ્ટ $3 ટ્રિલિયન ક્લબમાં જોડાનારી વિશ્વની બીજી કંપની બની

એપલ પછી માઇક્રોસોફ્ટ 24 જાન્યુઆરીએ ત્રણ ટ્રિલિયન ડોલરની કંપની બની હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર મોટા દાવને કારણે વોલ સ્ટ્રીટના રોકાણકારો કંપની માટે ઉત્સાહિત બન્યાં છે. જાન્યુઆરી 2022માં પ્રથમ વખત $3 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચ્યા પછી એપલ $3.02 ટ્રિલિયન સાથે પ્રથમ સ્થાને છે. અન્ય કોઈપણ ટેક જાયન્ટ કરતાં માઈક્રોસોફ્ટ એઆઈ પર મોટો મદાર રાખી રહી છે. રેડમન્ડ સ્થિત આ ગ્રૂપ ઓપનએઆઈ સાથે મોટી ભાગીદારી ધરાવે છે, જે ચેટજીપીટીની નિર્માતા છે. ઓપનએઆઇનું મૂલ્ય $13 બિલિયન છે.

Read More...
સુરક્ષા નિયમોના ભંગ બદલ એર ઇન્ડિયાને રૂ.1.1 કરોડની પેનલ્ટી

એર ઈન્ડિયાને કેટલાંક લાંબા અંતરના મહત્ત્વના માર્ગો પર સંચાલિત ફ્લાઈટ્સ પર સલામતી સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ એક કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ ભારતની ઉડ્ડયન નિયમનકારે સંસ્થાએ બુધવારે જણાવ્યું હતું. આ મામલો ભાડાપટ્ટે રાખવામાં આવેલા વિમાન સંબંધિત છે. તેમાં વિમાન ઉત્પાદક કંપનીએ નિર્ધારિત કરેલી મર્યાદાનું પાલન થયું ન હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલો પાયલોટે નોન-સ્ટોપ બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ ચલાવવાનો ઇનકાર કરવાનો છે તે સંબંધિત છે. આ ફ્લાઇટમાં પૂરતો ઇમરજન્સી ઓક્સિજન ન હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે એરલાઇનના એક કર્મચારીએ સ્વૈચ્છિક રીતે નિયમોના ઉલ્લંઘન અંગે ફરિયાદ કર્યા પછી તપાસ ચાલુ કરાઈ હતી.

Read More...
અમેરિકામાં ભારતીયોએ 75મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી

ઇન્ડિયન અમેરિકનોએ ભારતીય પોશાકમાં સજ્જ થઈને દેશભક્તિના જોશ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોમાં ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભારે વરસાદ હોવા છતાં ભારતીય સમુદાયે ઉત્સાહ અને પોતાના વારસાના ગૌરવ સાથે એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથ શુક્રવારે સવારે ફેસબુક લાઇવ ઇવેન્ટમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગ સંબોધનનો સંદેશો પ્રસારિત કર્યો હતો. ઈન્ડિયા હાઉસ ખાતે બપોરના સમયે અન્ય એક કાર્યક્રમમાં તેમણે તિરંગો ફરકાવ્યો હતો અને ઇન્ડિયન કમ્યુનિટી સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More...
  Entertainment

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ: રણબીર કપૂર બેસ્ટ એક્ટર, આલિયા બેસ્ટ એક્ટ્રેસ

ગુજરાતના ગાંધીનગર ખાતે ગિફ્ટી સિટીમાં યોજાયેલા 69માં ફિલ્મફેર એવોર્ડમાં સેલિબ્રિટી દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે સમારોહ બે દિવસ સુધી યોજાયો હતો. ટેકનિકલ પુરસ્કારો શનિવારે આપવામાં આવ્યા હતા અને અન્ય પુરસ્કારો રવિવારે આપવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો હતો જ્યારે તેના પતિ રણબીર કપૂરને એનિમલમાં તેના શ્રેષ્ઠ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

Read More...

બોલિવુડના સિતારાઓનું ગુજરાતની ધરતી પર ધમાકેદાર પર્ફોર્મન્સ

ગુજરાતની ધરતી પર પ્રથમ વખત 27-28 જાન્યુઆરીએ યોજાયેલા પ્રતિષ્ઠિત 69મા ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડની હસ્તીઓ રંગ જમાવ્યો હતો. આ વર્ષે સમારોહ બે દિવસ સુધી યોજાયો હતો. ટેકનિકલ પુરસ્કારો શનિવારે આપવામાં આવ્યા હતા અને અન્ય પુરસ્કારો રવિવારે આપવામાં આવ્યા હતા. એવોર્ડ શોમાં કરીના કપૂર ખાન, રણબીર કપૂર, વરુણ ધવન, જ્હાન્વી કપૂર, કાર્તિક આર્યન અને સારા અલી ખાને ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યા હતા. ગાંધીનગરના ગિફ્ટી સિટી ખાતે 15,000 લોકોની વિશાળ મેદની વચ્ચે હિન્દી

Read More...

ટેલિવિઝનના પડદે પ્રાચીન ગ્રંથો આધારિત સીરિયલોનો દબદબો રહેશે

ચાલીસેક વર્ષ અગાઉ મનોરંજન માટે ટેલિવિઝનનું એક આગવું મહત્ત્વ હતું. તે વખતે દર્શકો ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાચીન વિષયો આધારિત સીરિયલોને પણ પસંદ કરતા હતા. ધીરે-ધીરે આવા વિષયક સીરિયલો તરફનું આકર્ષણ ઘટતું ગયું હતું. નવી પેઢીના દર્શકો સાંસ્કૃતિક, ધાર્મિક કે ઐતિહાસિક વારસાથી છૂટા પડી ગયા હતા. રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા જેવા મહાકાવ્યો આધારિત મનોરંજન માત્ર વૃદ્ધો માટે જ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, કોરોનાકાળમાં નવી સીરિયલોનું પ્રોડક્શન અટકી ગયું હતું ત્યારે રામાનંદ સાગર નિર્મિત લોકપ્રિય સીરિયલ ‘રામાયણ’ અને બીઆર ચોપરાની ‘મહાભારત’ એ ટીવી પડદે ફરીથી ધૂમ મચાવી હતી.

Read More...

સુભાષ ઘાઇ શૉ મેન કેમ કહેવાયા?

બોલીવૂડમાં એવા ઘણા પડદા પાછળના ફિલ્મકારો છે કે, જેમણે જે સપનું જોયું તે તો પૂર્ણ ન થયું હોય, પણ હકીકતમાં તેમણે જે મેળવ્યું હોય તે સપના જેવું લાગે છે. નાગપુરથી અભિનય માટે મુંબઈ પહોંચેલો એક યુવક અભિનયમાં તો સફળ ન થયા પરંતુ ડાયરેક્ટર તરીકે સુપરહીટ સાબિત થયા. રાજ કપૂર પછી તેમને શૉ મેનનું બિરુદ મળ્યું. આ વાત છે સુભાષ ઘાઈની, તેમણે ગત સપ્તાહે તેમનો 79મો જન્મ દિન ઉજવ્ય હતો. સુભાષ ઘાઈએ ડાયરેક્ટર બનતા પહેલા અભિનયમાં હાથ અજમાવ્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ આરાધના હતી. જોકે, સુભાષે આ ફિલ્મ મેળવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેને સ્ટુડિયોમાં પ્રવેશવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, કારણ કે તે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી અને લોકો તેને ઓળખતા પણ નથી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store