પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
માઇગ્રેશન અંગેની જાહેર ચિંતાઓને દૂર કરવા માટે કાઉન્સિલના ઘરો માટે બ્રિટિશ નાગરિકોને પ્રાધાન્ય આપવાની યોજનાને પુનર્જીવિત કરી છે. સરકાર આ દરખાસ્તો પર પરામર્શ શરૂ કરનાર છે અને યુકેના નાગરિકોને અન્ય જૂથો કરતાં સામાજિક આવાસનો ઝડપી ઍક્સેસ આપશે.
આથી કાઉન્સિલ બ્રિટીશ નાગરિકો અને કાયમી રહેવાસીઓને મકાન મેળવવાના વેઇટિંગ લિસ્ટમાં ઉપરના ક્રમે મૂકી શકશે અને અન્ય લોકોને “ક્યુ જમ્પ કરતા” અટકાવી શકશે. યુકેમાં હાલમાં 1.2 મિલિયનથી વધુ પરિવારો સોસ્યલ હાઉસિંગની રાહ જોઈ રહ્યા છે અને જેમને ઘર આપવામાં આવ્યું છે તેમાંથી દસમાંથી એક નોન-યુકે નાગરિકો છે. જ્યાં વધુ માઇગ્રેશન છે તેવા વિસ્તારોમાં આ આંકડો નોંધપાત્ર રીતે વધારે છે.
આ યોજના કિંગની સ્પીચમાં સમાવેશ કરવા માટે ગયા સમરમાં વિચારણા હેઠળ હતી પરંતુ તેને પડતી મૂકવામાં આવી હતી. જો કે સરકાર આગામી ચૂંટણી પહેલા યોજનાઓ લાવવા માટે સમયસર કાયદો ઘડી શકે તેવી શક્યતા નથી, જો કે તે ટોરી મેનિફેસ્ટોનો ભાગ બની શકે છે.
હાલમાં ઇનડેફિનેટ લીવ ટુ રીમેઇન વિઝા ધરાવનારા વિદેશીઓ, શરણાર્થીઓ અને યુક્રેન ફોર હોમ્સ જેવી યોજનાઓ પર આવેલા લોકો કાઉન્સિલ હાઉસિંગ માટે પાત્ર છે. માર્ગદર્શિકા ભલામણ કરે છે કે લોકોએ ઘર મેળવવાની લાયકાત મેળવતા પહેલા બે વર્ષ સુધી સ્થાનિક રીતે રહેવું જોઈએ. હાલમાં, કાઉન્સિલ હાઉસિંગ માટે પ્રાથમિકતા એવા લોકોને આપવામાં આવે છે જેઓ બેઘર છે, ઘરેલું દુર્વ્યવહારથી પીડિત છે કે ભીડવાળા ઘરોમાં રહે છે.
તાજેતરના વર્ષોમાં સોશિયલ હાઉસિંગ પર દબાણ વધી રહ્યું છે કારણ કે નવા બનેલા ઘરોના સપ્લાયનો અભાવ છે અને કેટલાક ભાડૂતોને તેમની મિલકત ખરીદવાનો અધિકાર છે. તાજેતરના સરકારી આંકડા દર્શાવે છે કે સોશિયલ હાઉસિંગમાં મુખ્ય ભાડૂતોમાંથી 90 ટકા બ્રિટિશ નાગરિકો હતા, પરંતુ કેટલાક વિસ્તારોમાં આ આંકડો ઘણો ઓછો છે. નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટમાં 2021-22માં 40 ટકા નવા સોસ્યલ હાઉસિંગના ઘરો વિદેશી નાગરિકોને આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

two + fourteen =