પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં અમેરિકાની કોન્સ્યુલર ટીમે 2023માં રેકોર્ડ 1.4 મિલિયન વિઝા ભારતીય નાગરિકોને ઈસ્યુ કર્યા હતા, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે વિઝિટર વિઝા એપોઇન્ટમેન્ટના વેઇટિંગ ટાઇમમાં 75 ટકાનો ઘટાડો થયો છે.

ભારતમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે જણાવ્યું હતું કે હવે વિશ્વભરના અમેરિકન વિઝા અરજદારોમાં ભારતીયોનું પ્રમાણ દર 10 સામે એક થયું છે.

એક નિવેદનમાં જણાવાયા મુજબ 2023માં ભારતમાં અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે વિક્રમ સંખ્યામાં 1.4 મિલિયન વિઝા પ્રોસેસ કર્યા હતા. તમામ વિઝા કેટેગરીમાં અભૂતપૂર્વ માંગ રહી હતી. 2022ની સરખામણીએ અરજીઓમાં 60 ટકાનો જંગી વધારો થયો હતો.

અમેરિકાના વિઝિટર વિઝા (B1/B2)ની અરજીમાં ફરી ઉછાળો આવ્યો હતો. વિઝિટર વિઝાની આશરે સાત લાખ અરજીઓ થઈ હતી, જે યુએસ મિશનના ઇતિહાસમાં બીજા નંબરની સૌથી વધુ અરજીઓ છે.

વિઝા પ્રોસેસમાં સુધારા અને સ્ટાફમાં વધારાને કારણે વિઝિટર વિઝા માટે એપોઇન્ટમેન્ટનો રાહ જોવાનો સમય સરેરાશ 1,000 દિવસથી ઘટી સમગ્ર દેશમાં માત્ર 250 દિવસ થયો છે.

ભારતમાં યુએસ કોન્સ્યુલર ટીમે 2023માં 1,40,000થી વધુ સ્ટુડન્ટ વિઝા જારી કર્યા હતાં, જે વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતા વધુ છે. સ્ટુડન્ટ વિઝા જારી કરવામાં સતત ત્રીજા વર્ષે રેકોર્ડ બન્યો હતો.

મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઈ વિશ્વની ટોચની ચાર સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગ પોસ્ટ્સ બની છે. આનાથી ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય સ્નાતક વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમુદાય બની ગયા છે.

યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે વધુમાં જણાવ્યું હતું કે ‘એમ્પ્લોયમેન્ટ વિઝા’ ટોચની પ્રાથમિકતા છે. કોન્સ્યુલર ટીમ ઈન્ડિયાએ કાર્યક્ષમતા વધારવા ચેન્નાઈ અને હૈદરાબાદમાં મોટાભાગની પિટિશન-આધારિત વિઝા પ્રક્રિયા એકીકૃત કરી હતી, જેના કારણે 2023માં ભારતીયો અને તેમના પરિવારના સભ્યો માટે 3,80,000 રોજગાર વિઝા પ્રોસેસ થયા હતા.

અન્ય એક ગતિવિધિમાં આ વર્ષે એક પાયલોટ પ્રોગ્રામ હેઠળ પાત્રતા ધરાવતા H1B ધારકોને અમેરિકામાં જ તેમના વિઝા રીન્યૂ કરવાની મંજૂરી અપાશે.

LEAVE A REPLY

13 − four =