પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર નાણાકીય સલાહકાર, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક સંસ્થાઓમાંની એક ડીવેર ગ્રુપના CEO અને સ્થાપક નાઇજેલ ગ્રીને ચેતવણી આપી છે કે યુકે સ્ટેટ પેન્શનમાં 8 એપ્રિલ 2024થી પ્રભાવશાળી 8.5%નો વધારો થઇ રહ્યો છે ત્યારે વિદેશમાં વસતા 80,000થી વધુ યુકેવાસી પેન્શનરો આ વર્ષે મુખ્ય નાણાકીય પ્રોત્સાહનને ચૂકી જશે.

સંપૂર્ણ ન્યૂ સ્ટેટ પેન્શન મેળવનારાઓ માટે, અપેક્ષિત વાર્ષિક વધારો £902 જેટલો છે. જો કે, સીઈઓ નાઇજેલ કહે છે કે “નિંદનીય રીતે, તમામ પેન્શનરોને આ સકારાત્મક વિકાસનો લાભ મળવાનો નથી. વિદેશમાં રહેતા ઓછામાં ઓછા 500,000 નિવૃત્ત લોકોને તેમના પેન્શનમાં કોઈ વધારો મળશે નહીં. તેના બદલે તેમને નિવૃત્તિની તારીખ અથવા સ્થળાંતરની તારીખે તેમનું જે પેન્શન મૂલ્ય હશે તે મળવાનું ચાલુ રહેશે. વિદેશમાં રહેતા નિવૃત્ત લોકો માટે પેન્શન ફ્રીઝ કરવું એ “અયોગ્ય પ્રથા” છે. આ સંપૂર્ણપણે અન્યાયી છે કે યુ.એસ.માં રહેતા કોઈપણને વધારાના £1,000 મળશે. પણ સરહદ પાર કેનેડામાં રહેતા કોઈને સમાન પરિસ્થિતિમાં લાભ નહીં મળે.’’

જો કે યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA) માં રહેતા નિવૃત્ત થયેલા લોકો ટ્રિપલ લોક યોજના હેઠળ તેમના સ્ટેટ પેન્શનમાં વાર્ષિક વધારો મેળવતા રહેશે. મોટા ભાગના અસરગ્રસ્ત પેન્શનરો ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા મોટા કોમનવેલ્થ દેશોમાં રહે છે.

યુકેમાં વસતા લાખો પેન્શનર્સને સ્ટેટ પેન્શનની ચૂકવણીમાં તોળાઈ રહેલો 8.5% વધારો એ એક સકારાત્મક વિકાસ છે જે નિઃશંકપણે ઘણા નિવૃત્ત લોકોની નાણાકીય ચિંતાઓને દૂર કરશે.

LEAVE A REPLY

fifteen + 19 =