ગુજરાતમાં કોંગ્રેસના બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના આશરે 1500 કાર્યકરો સોમવારે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરના શ્રી કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત ભાજપના વડા સી.આર. પાટીલે બે ભૂતપૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત આ નેતાઓને કેસરી ટોપી અને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

ભાજપે જામજોધપુર – લાલપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કલરીયાનું પક્ષમાં સ્વાગત કર્યું. ડભોઈ બેઠકના અન્ય ભૂતપૂર્વ ધારાસભ્ય, બાલકૃષ્ણ પટેલ (બાબુ ઢોલાર), જેઓ કોંગ્રેસની ટિકિટ પર 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા.

રાજ્ય કોંગ્રેસના અન્ય પછાત વર્ગ (ઓબીસી) વિભાગના વડા ઘનશ્યામ ગઢવી અને અમદાવાદના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવી પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડનાર વડોદરા ડેરીના ડાયરેક્ટર કુલદિપસિંહ પણ તેમના 1000 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

LEAVE A REPLY

three × 1 =