REUTERS/Carlo Allegri/File Photo

એપલ પછી માઇક્રોસોફ્ટ 24 જાન્યુઆરીએ ત્રણ ટ્રિલિયન ડોલરની કંપની બની હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર મોટા દાવને કારણે વોલ સ્ટ્રીટના રોકાણકારો કંપની માટે ઉત્સાહિત બન્યાં છે.

જાન્યુઆરી 2022માં પ્રથમ વખત $3 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચ્યા પછી એપલ $3.02 ટ્રિલિયન સાથે પ્રથમ સ્થાને છે. અન્ય કોઈપણ ટેક જાયન્ટ કરતાં માઈક્રોસોફ્ટ એઆઈ પર મોટો મદાર રાખી રહી છે. રેડમન્ડ સ્થિત આ ગ્રૂપ ઓપનએઆઈ સાથે મોટી ભાગીદારી ધરાવે છે, જે ચેટજીપીટીની નિર્માતા છે. ઓપનએઆઇનું મૂલ્ય $13 બિલિયન છે. ચેટજીપીટીના આગમન પછી માઇક્રોસોફ્ટે કંપનીઓ અને વ્યક્તિઓને જનરેટિવ AIની ક્ષમતાઓનો ઉપયોગ કરવા સક્ષમ બનાવતી ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. મુખ્ય પ્રોડક્ટ્સમાં બિંગ સર્ચ એન્જિન અને કોપાયલોટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે.

નવેમ્બર 2022ની શરૂઆતમાં ChatGPTની શરૂઆત થઈ ત્યારથી 24 જાન્યુઆરી સુધી માઈક્રોસોફ્ટના શેર લગભગ 67 ટકા વધ્યા હતા. આની સરખામણીમાં એપલ શેરમાં લગભગ 40 ટકાનો વધારો થયો હતો.

માઇક્રોસોફ્ટ અને એપલ વચ્ચે માર્કેટ કેપિટલાઇઝેશનમાં ટોચનું સ્થાન મેળવવા માટે રેસ લાગી છે.  માઇક્રોસોફ્ટે જાન્યુઆરીની શરૂઆતમાં થોડા સમય માટે ટોપ પર રહી હતી.

 

LEAVE A REPLY

19 + 16 =