(ANI Photo/R Raveendran)

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંના અતિથિવિશેષપદે શુક્રવારે (26 જાન્યુઆરી) પાટનગર નવી દિલ્હીમાં ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની દમામભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતની ઉજવણીના મુખ્ય વિષયોમાંનો એક મહિલા સશક્તિકરણનો હતો અને પરેડમાં પણ દેશના સંરક્ષણ દળોની ત્રણે પાંખોની મહિલા અધિકારીઓને, મહિલા કલાકારોને વિશેષ પ્રાધાન્ય અપાયું હતું.

પરેડ ઉપરથી વાયુ સેનાના વિમાનોની ફલાય પાસ્ટમાં પણ મહિલા પાયલોટ વિમાનની કોકપિટમાં હતી. આ ઉપરાંત વિકસિત ભારતના સૂત્રને ચરિતાર્થ કરતા વિવિધ વિષયોનો રાજ્યોના ટેબ્લોમાં સમાવેશ કરાયો હતો. નવી દિલ્હી સિવાય દેશના તમામ રાજ્યોની રાજધાનીઓમાં પણ પ્રજાસત્તાક દિવસની પરેડ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુએ ગુરૂવારે સાંજે દેશવાસીઓને સંબોધનમાં દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ જુનાગઢમાં ઉજવાયો હતો.

LEAVE A REPLY

18 − fifteen =